એક મૌન પિતાનું !
એક મૌન પિતાનું !
સૃષ્ટિનો સર્જનહાર એ ખુદા,
આપણી તકદીરને ઘડનાર આપણા પિતા.
એક મૌન સ્વરૂપે સૌને નીહાળે,
દરેકની ઈચ્છાઓને તે સંભાળે.
ઘરનો સૌથી ઓછું બોલે એ બાપ,
ઘરનો મોટો મોભી છે એ તાત.
શોખ અને ઈચ્છાઓને મનમાં ધરબાવતો,
પોતાની જાતને જીવનભર ઘસી દેતો.
એક સ્કુટરના પણ હતા જેને ફાંફાં,
એ સંતાનો કાજ એ સમસ્ત લુટાવી દેતો.
એક કવચ એ સખતાઈનુ બનાવતો,
સંતાનને એ કટુવેણ પણ સંભળાવી દેતો.
પુરૂષ ફક્ત ચાહે પરિવારની ખુશી,
સ્નેહનુ સિંચન કરતો એ પિતા સૌને લે સંભાળી.
