યથાર્થ ગીતા-૮
યથાર્થ ગીતા-૮




भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिंजय:।अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च।।८।
અનુવાદ- એક તો સ્વયં આપ(દ્ગૈતના આચરણ રૂપી દ્રોણાચાર્યે) છો, ભ્રમરૂપી પિતામહ 'ભીષ્મ'છે. ભ્રમમાંથી વિકારો ઉદ્ભવે છે. અંત સુધી જીવિત રહે છે, એટલા માટે પિતામહ છે. આખી સેના મરી ગઈ હતી પણ તે જીવતા રહ્યા હતા, બાણશય્યા અચેત હતા, છતાં પણ જીવિત હતા. આ છે ભ્રમરૂપી ' ભીષ્મ'.ભ્રમ અંત સુધી રહે છે. આ રીતે વિજાતીય કર્મ રૂપી 'કર્ણ' તથા સંગ્રામ વિજયી' કૃપાચાર્ય' છે. સાધનાવસ્થામાં સાધક દ્વારા કૃપાનું આચરણ તે કૃપાચાર્ય છે. ભગવાન કૃપા ધામ છે અને પ્રાપ્તિ બાદ જ સંતનું પણ એ જ સ્વરૂપ છે.
પરંતુ સાધના કાળમાં જ્યાં સુધી આપણે અલગ છે ત્યાં સુધી પરમાત્મા અલગ છે. વિજાતીય પ્રવૃત્તિ જીવિત છે. મોહ યુક્ત ઘેરાવો છે. આવી પરિસ્થિતિમાં સાધક કૃપાનું આચરણ કરે તો તે નષ્ટ થઈ જાય છે. સીતાએ દયા કરી તો કેટલોક સમય લંકામાં પ્રાયશ્ચિત કરવું છે. વિશ્વામિત્ર દયાળુ બન્યા તો પતિત થવું પડ્યું.
યોગસૂત્ર કાર મહર્ષિ પતંજલિએ પણ આ જ કહ્યું છે કે ते समाधावुपसगॉ व्युत्थाने सिद्धय:(૩/૩૭). વ્યુત્થાનકાળમાં સિદ્ધિઓ પ્રગટ થાય છે. તે વાસ્તવમાં સિદ્ધિઓ છે, પરંતુ કેવલ્ય- પ્રાપ્તિમાં કામ, ક્રોધ ,મોહ, લોભ વગેરેની જેમ જ વિઘ્નરૂપ છે. ગોસ્વામી તુલસીદાસનો પણ આ નિર્ણય છે-छोरत ग्रन्थि जानि खगराया।विघ्न अनेक करई तब माया।रिद्धि सिद्धि प्रेरअई बहु भाई।बुद्धिहिं लोभ दिखवाहि आई।
रामचरितमानस७/१२७/६-७
માયા અનેક વિઘ્નો ઊભા કરે છે. સિદ્ધિઓ આપે છે. એટલું જ નહીં પરંતુ સિદ્ધ બનાવી દે છે. આવી અવસ્થા વાળો સાધક બાજુમાંથી પસાર થાય તો મરણ ગ્રસ્ત રોગી પણ જીવવા માંડશે છે. તે ભલે સાજો થઈ જાય, પરંતુ સાધક એને પોતાની દેન માની બેસે તો પણ નુકશાન થઇ જશે. એક રોગીના સ્થાન પર હજારો રોગી તેને ઘેરી લેશે. ભજન- ચિંતનના કમમાં અવરોધ ઊભો થશે. આમ તેમ બહેકી બહેકી ને પ્રકૃતિ નું જોર વધતું જશે. લક્ષ દૂર હોય અને સાધક કૃપા કરે તો કૃપા નું આચરણ માત્ર समितिंजय જોઈએ.दया बिनु सन्त कसाई दया करी तो आफत आई। પરંતુ અધુરી અવસ્થામાં આવી વીજાતીય પ્રવૃત્તિ નો દુધૅષૅ યોદ્ધો છે. આમ, આશક્તિ રૂપિ અશ્વત્થામાં, વિકલ્પ રૂપી વિકર્ણ અને ભર્મમય શ્વાસ જ ભુરિષવા છે. આ તમામ બહુમુખી પ્રવાહના નાયક છે.
( ક્રમશ)