યથાર્થ ગીતા - ૨
યથાર્થ ગીતા - ૨


संजय उवाच:- दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दूर्योधनस्तदा ।
आचायॅमुपसंगम्य राजा वचनमब्रवीत्।।२।।
અનુવાદ- પાંડવોના સૈન્યને રણમાં ગોઠવાયેલું જોઈ રાજા દુર્યોધનને દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યાં.
સમજ- દ્વૈતનું આચરણ એજ દ્રોણાચાર્ય છે .પરમાત્માથી પોતે અલગ પડી ગયા છે એવું જ્ઞાન થાય છે (આજ દ્વૈતનું ભાન છે), એની પ્રાપ્તિ માટે તડપ પેદા થાય છે ત્યારે આપણે ગુરુને શોધવા નીકળીએ છીએ બંને પ્રવૃત્તિઓની વચ્ચે આ પ્રાથમિક ગુરુ છે. અલબત્ત ત્યારબાદ સદગુરુ યોગેશ્વર શ્રી કૃષ્ણ રહેશે, જે યોગ સ્થિતિવાળા હશે.
રાજા દુર્યોધન આચાર્ય પાસે જાય છે. મોહરૂપી દુર્યોધન ! મોહ બધી વ્યાધિઓનું મૂળ છે, બધી વ્યાધિઓનો રાજા છે. દુર્યોધન દૂર એટલે દુષિત યો એટલે પેલી અને ધન એટલે સંપત્તિ .આત્મિક સંપત્તિ સ્થિર સંપત્તિ છે, પરંતુ મોહ એમાં દોષ ઉત્પન્ન કરે છે. તે પ્રકૃતિ તરફ ખેંચે છે, એને વાસ્તવિક જાણકારી માટે પ્રેરણા પણ આપે છે. મોહ હોય ત્યાં સુધી યોગ્ય પ્રશ્ન ના રહે છે. અન્યથા બધુ પૂર્ણ છે . આમ વ્યૂહ- રચનાત્મક પાંડવોની સેનાને જોઈને, અર્થાત પુણ્યથી પ્રવાહિત સજાતીય વૃત્તિઓને સંગઠિત જોઈને, મોહરૂપી દુર્યોધનને પ્રથમ ગુરુ જન પાસે જઈને કહ્યું-
(ક્રમશ)