યથાર્થ ગીતા ૨-૨૫
યથાર્થ ગીતા ૨-૨૫
अव्यक्तोऽयचिन्त्योऽयमविकार्याऽयमुच्यते।
तस्मादेव विदित्वैनं नानुशोचितुमहॅसि।।२५।।
અનુવાદઆ આત્મા અવ્યક્ત ઇન્દ્રિયોથી જાણવો અશક્ય, અચિંત્ય મનથી ચિંતવવો અશક્ય અને અવિકારી કહેવાય છે, માટે એને એમ જાણીને તું શોક કરવાને યોગ્ય નથી.
સમજ આ આત્મા અવ્યક્ત અર્થાત ઈન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયો દ્વારા એને સમજી ન શકાય. જ્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ છે, ક્યાં સુધી આત્મા તો છેજ. પરંતુ તેને સમજી ન શકાય. તે અચિંન્ત્ય છે. જ્યાં સુધી ચિત્ત અને ચિત્તની લહેરો છે, ત્યાં સુધી તે શાશ્વત છે જ, પરંતુ આપણા દર્શન, ઉપભોગ અને પ્રવેશ માટે તો નથી જ. માટે ચિત્તનો નિરોધ કરો.
અગાઉ શ્રીકૃષ્ણે જણાવેલું છે કે અસત્ વસ્તુઓનું અસ્તિત્વ નથી અને સત્નો ત્રણેય કાળમાં અભાવ નથી. તે સત્ છે આત્મા. આત્મા
જ અપરિવર્તનશીલ, શાશ્વત સનાતન અને અવ્યક્ત છે. તત્વદર્શીઓએ આત્માને આ વિશેષ ગુણધર્મોથી યુક્ત જાણ્યો, ન તો દસ ભાષાઓના જ્ઞાતાઓએ એને જોયો, ન તો કોઈ સમૃદ્ધશાળી વ્યક્તિએ, પરંતુ તત્વદર્શીઓએ આ આત્માને જોયો. શ્રી કૃષ્ણા પહેલાં જણાવ્યું છે કે તત્વ એટલે પરમાત્મા. મનના નિરોધ કાળમાં સાધક આત્માને પામીને તેમાં પ્રવેશ મેળવે છે. પ્રાપ્તિ કાળમાં ભગવાન મળે છે અને બીજી જ ક્ષણે તે પોતાના આત્માને ઈશ્વરીય ગુણધર્મોથી વિભૂષિત જુએ છે. તે જુએ છે કે આત્મા સત્ય, સનાતન અને પરિપૂર્ણ છે. આ આત્મા અચિંત્ય છે. તે વિકાર રહિત અર્થાત પરિવર્તન ન પામે એવો કહેવાય છે. માટે હે અર્જુન, આત્માને આવો જાણ.
આથી તારે માટે શોક કરવો યોગ્ય નથી. હવે શ્રીકૃષ્ણ અર્જુનના વિચારોમાં રહેલો વિરોધાભાસ બતાવે છે, જે સામાન્ય તર્ક છે.
ક્રમશ: