યથાર્થ ગીતા-૧૬
યથાર્થ ગીતા-૧૬


अनन्तविजयं राजा कुन्त्तीपुत्रो युधिष्ठीर :। नकुल: सहदेवश्च सुघोषमणिपुष्पकौ।।१६।।
અનુવાદ- કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય'નામનો શંખ વગાડ્યો. કુંતી કર્તવ્યનું અને યુધિષ્ઠિરનું ધર્મનું પ્રતિક છે. ધર્મ પર સ્થિરતા રહેશે તો 'અનંત -વિજય'અનંત પરમાત્મામાં સ્થિરતા અપાવશે. પણ પ્રકૃતિ-પુરુષ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાં સ્થિર રહે છે. પારાવાર દુઃખમાં युद्धे स्थिर: सः युधिष्ठिर:। તે વિચલિત થતો નથી. આથી જે અનંત છે, જેનો અંત નથી તે છે-પરમ તત્વ પરમાત્મા અને તેના પર તે એક દિવસ વિજય અપાવે છે.
નિયમ રૂપી નકુલે સુઘોષ નામનો શંખ વગાડ્યો. જેમ જેમ નિયમ ઉન્નત થશે તેમ અશુભનું શમન થશે. શુભ ઘોષિત થશે. સત્સંગરૂપી સહદેવે મણીપુષ્પક નામનો શંખ વગાડ્યો. મનુષીઓએ પ્રત્યેક શ્વાસને અમૂલ્ય મણિની સંજ્ઞા આપી છે.
हीरा जैसी स्वांसा बातों मैं बीती जाय।। સાધુ પુરુષોની વાણી સાંભળવી તે એક સત્સંગ છે. પરંતુ યથાર્થ સત્સંગ આંતરિક હોય છે. શ્રી કૃષ્ણના કહેવા મુ
જબ તો આત્માજ સત્ય છે, સનાતન છે. ચિત બધામાંથી પોતાને સંકોરીને આત્માની સંગત કરે, ત્યારે વાસ્તવિક સત્સંગ કહેવાય. આ સત્સંગ ચિંતન, ધ્યાન અને સમાધિ ના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ સત્યના સાનિધ્યમાં ધ્યાન ટકવા માંડશે, તેમ તેમ એક એક શ્વાસ પર નિયંત્રણ આવતું જશે અને મન રહીત તમામ ઇન્દ્રિયો કાબૂમાં આવી જશે, જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઇ જશે તે દિવસે પરમતત્વ પ્રાપ્ત થશે. વાજિંત્રોની જેમ ચિત આત્માના સ્વર સાથે મેળવીને સંગત કરે તેજ સત્સંગ છે.
બાહ્યમણી કઠોર હોય છે, પરંતુ શ્વાસમણી પુષ્પ કરતાં પણ કોમળ હોય છે. પુષ્પ તો વિકસિત થતાં. જતાં કરમાઈ જાય છે. પણ તમે હવે પછીના શ્વાસ સુધી જીવતા રહેશો એની કોઈ ગેરન્ટી નહીં આપી શકો. પરંતુ સત્સંગ સફળ થતાં, શ્વાસ પર નિયંત્રણ પ્રાપ્ત થાય છે, અને પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે, આનાથી આગળ પાંડવોએ બીજી કોઈ ઘોષણા કરી નથી, પરંતુ પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ પર થોડુંક થોડુંક અંતર કાપી આપે છે. આગળ કહે છે.
ક્રમશ: