યથાર્થ ગીતા-૧૫
યથાર્થ ગીતા-૧૫
पांचजन्य हृषीकेशो देवदत्तं धनंजयः। पौण्ड्रं दध्मौ महाशडखंभीमकमॉ वृकोद२:।।१५।।
અનુવાદ- હૃદયના સર્વસ્વ જ્ઞાતા એવા શ્રી કૃષ્ણએ પાંચજન્ય શંખ વગાડ્યો. પાચે જ્ઞાનેન્દ્રિયોને પાંચ તન માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના રસ ભેળવીને પોતાના ભક્તની શ્રેણીમાં ઢાળવાની ઘોષણા કરી. વિકરાળ સ્વરૂપે બહેકતી ઇન્દ્રિયોને સમેટીને પોતાના સેવકની શ્રેણીમાં ઊભી કરવી એ પ્રેરક સદગુરુનું કામ છે. શ્રી કૃષ્ણ એક યોગેશ્વર, સદગુરુ હતા.
'शिष्यस्तेडहं-"ભગવન્!હુ તમારો શિષ્ય છું"બાહ્ય વિષય વસ્તુઓને છોડી ને ધ્યાનમાં ઇષ્ટ સિવાય બીજું બીજું કાંઈ ન જુએ, બીજું કાંઈ ન સાંભળે, બીજા કોઈનો સ્પર્શ ન કરે એ સદગુરુના અનુભવ સંચાર પર આધાર રાખે છે.
'देवदत्त धनंजय:-દેવી સંપત્તિને આધીન અનુરાગ એટલે અર્જુન. ઇષ્ટને અનુરૂપ લગાવ-જેમાં વીરહ, વૈરાગ્ય, અશ્રુપાત હોય;गदगद गिरा नयन बह नीरा રોમાંચ હોય, ઇષ્ટ સિવાય બીજી કોઈ વિષયવસ્તુ સાથે સહેજ પણ ટકરાવ ન થાય એને જ અનુરાગ કહે છે. આમાં સફળતા મળે તો પરમાત્માની પ્રાપ્તિ કરવવાવાળી
દૈવી સંપત્તિ પર પરમ દેવ આધિપત્ય મેળવી લે છે. આજનું બીજું નામ ધનંજય પણ છે. ધન તો બાહ્ય સંપત્તિ છે જેનાથી શરીરનું રક્ષણ થાય છે. આત્મા સાથે એને સંબંધ નથી. આનાથી અતિરિક્ત આત્મિક સંપત્તિ નિજ પૂંજી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કયે મૈત્રીયીને આ જ સમજાવ્યું કે ધનથી સંપન્ન પૃથ્વી પર આધિપત્ય મેળવવાથી અમૃત તત્વની પ્રાપ્તિ થતી નથી. એનો ઉપાય તો આત્મિક સંપત્તિજ છે.
ભયાનક કર્મવાળા ભીમસેને पौण्ड्र અર્થાત પ્રીતિ નામનો મહાશંખ વગાડ્યો. ભાવ હૃદયમાંથી જન્મે છે અને હદયમાંજ નિવાસ કરે છે. આથી એનું નામ વૃકોદર છે. તમારો લગાવ બાળકમાં હોય છે. ખરેખર, તો આ લગાવ હદયમાં હોય છે. જે બાળક માં જઈને મૃતૅ થાય છે. આ ભાવ ખૂબ શક્તિશાળી હોય છે. ભીમે પ્રીતિ નામનો શંખ વગાડ્યો. ભાવમાં પ્રીતિ રહેલી છે. આથી ભીમે पौण्ड्र(પ્રીતિ) નામનો શંખ વગાડ્યો. ભાવ મહાન અને બળવાન છે, પરંતુ તે પ્રીતિના માધ્યમ દ્વારા જ.
(हरि व्यापक सर्वत्र समाना। प्रेम ते प्रकट होहिं मैं जाना।।
(रामचरितमानस १/१८४/५)
ક્રમશ: