યથાર્થ ગીતા-૧૧
યથાર્થ ગીતા-૧૧


अयनेषु च सर्वेषु यथाभागमवस्थिता:।भीष्ममेवाभि२क्षन्तु भवन्त:सर्व एव हि।।११।।
અનુવાદ- આથી બધા મોરચા પર પોતપોતાની જગ્યાએ રહીને તમે સૌ ભીષ્મની તમામ બાજુએથી રક્ષા કરજો. ભીષ્મ હયાત રહેશે તો આપણે અજય રહીશું. આથી તમે સૌ પાંડવો સામે લડવાને બદલે ભીષ્મની રક્ષા કરજો. ભીષ્મ એવા તે કેવા સેનાપતિ છે જે પોતાની રક્ષા કરી શકતા નથી, કૌરવો ને એમના રક્ષણ ની વ્યવસ્થા કરવી પડે છે? આ કોઈ બહારના સેનાપતિ નથી. ભ્રમજ ભીષ્મ છે. જ્યાં સુધી ભ્રમ જીવતો રહેશે ત્યાં સુધી વિજાતીય પ્રવુતિઓ(કૌરવો) 'અજેય' રહેશે. 'અજય'નો અર્થ એ નથી થતો કે એને જીતી ન શકાય, પરંતુ અજેયનો અર્થ દુર્જય છે, કઠિનાઈથી જીતી શકાય એવો.
महा अजय संसार रिपु, जीति सकइ सो बीर।रा६/८०
ભ્રમનો અંત આવે તો અવિદ્યા અસ્તિત્વહીન બની જાય. મોહ વગેરે જો અંશતઃ પણ રહી ગયેલ હોય તો તે શીઘ્ર સમાપ્ત થઈ જશે. ભીષ્મને ઇચ્છા -મૃત્યુ હતું. ઇચ્છાનો અંત અને ભ્રમનું નિરસન એકજ વાત છે. આ વાત સંત કબીરે સરળતાથી કહી છે:
'इच्छा काया इच्छा माया,इच्छा जग उपजाया।कह कबीर जे इच्छा विवर्जित, ताका पार न पाया।।"
જેને ભ્રમ નથી હોતો તે અપાર અને અવ્યક્ત છે. આ શરીરના જન્મનું કારણ ઈચ્છા છે. ઈચ્છાજ માયા છે. ઈચ્છા જગતની ઉત્પત્તિનું કારણ છે.
'सोडकामयत',तदैक्षत बहुस्यांप्रजायेय इति'(छान्दोग्य द्द/२/३)
કબીર કહે છે, જે સંપૂર્ણપણે ઇચ્છા રહી છે, તેનો પાર ન પમાય તે અપાર, અનંત, અસીમ તત્વમાં ભળી જાય છે.
याडकामो निष्काम आप्तकाम,आत्मकामो न तस्य।प्राणा उतऋमन्ति ब्रह्यैव सन् ब्रह्याप्येति।' बृहदा२ण्यक४/४/६
જીવ કામના રહીત આત્મામાં સ્થિર આત્મસ્વરૂપ છે એનું કદાપિ પતન નથી થતું. તે બ્રહ્મની સાથે એક થઈ જાય છે શરૂઆતમાં અનંત ઈચ્છા ઓ હોય છે અને અંતે તો પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છાજ બાકી રહી જાય છે. જ્યારે આ ઈચ્છા પૂરી થઈ જાય છે ત્યારે ઈચ્છા મરી જાય છે. પરમાત્માથી કોઈ મોટી વસ્તુ હોત તો તમે એની ઈચ્છા જરૂર કરત. એનાથી આગળ કોઈ વસ્તુજ ન હોય તો ઈચ્છા કોની થાય? જ્યારે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્તજ ન રહે તો ઈચ્છા સમૂળગી નષ્ટ પામે છે. ઈચ્છાનો અંત આવતા ભ્રમનો અંત આવે છે. આજ ભીષ્મનું ઇચ્છામૃત્યુ છે. આ રીતે ભીષ્મ દ્વારા રક્ષિત આપણી સેના બધી રીતે અજેય છે. જયાં સુધી ભ્રમ છે, ત્યાં સુધી અવિદ્યાનું અસ્તિત્વ છે. ભ્રમ નષ્ટ થતાં અવિદ્યાનો અંત આવે છે.
ભીમ થી રક્ષિત તે લોકોની સેના જીતવી સરળ છે, ભાવરૂપી ભીમ.
भावे विद्यते देव:।
ભાવમાં એટલી ક્ષમતા છે કે જેનાથી અવિદીત પરમાત્મા પણ વિદીત થઈ જાય છે.
भाव वस्य भगवान ,सुख निधान करुना अयन।(रा. मानस ७/१२ ख)
શ્રીકૃષ્ણએ એની શ્રદ્ધા કહી છે. ભાવમાં એટલી ક્ષમતા છે કે તે પરમાત્માને પણ વશમાં કરી લે છે. ભાવથી જ સંપૂર્ણ પુણ્યમયી પ્રવૃત્તિનો વિકાસ થાય છે. ભાવ પુણ્યનો સંરક્ષક છે. ભાવની શક્તિ એટલી મોટી છે કે પરમ દેવ પરમાત્મા પણ પ્રગટ થઈ જાય છે, પરંતુ તે એટલો કોમળ, એટલો તરલ હોય છે કે આજે ભાવ છે તેને કાલે અભાવ માં રૂપાંતરિત થતાં વાર લાગતી નથી. આજે તમે કહેશો કે, "મહારાજ બહુ સારા છે."કાલે એમ પણ કહી શકશો કે, "નહિ,અમે તો જોયું કે મહારાજ તો ખીર ખાતા હતા."
घास पात जो खात है, तिन्हहि सतावै काम दूध मलाई खात जे,तिनकी जाने राम।।
ઇષ્ટમાં સહેજ પણ ન્યુનતા પ્રતીત થાય તો ભાવ ડગમગવા લાગે છે.પુણ્યમયી પ્રવુતિ વિચલિત બને છે.ઇષ્ટની સાથેનો સંબંધ તૂટી જાય છે. આથી ભીમ દ્રારા રક્ષિત આ લોકોની સેનાને જીતવાનું કામ છે.મહર્ષિ પતંજલિનો પણ આ જ નિર્ણય છે-
स तु दीर्घकाल नैरन्तर्य स्तकरसेवितो दृढ़भूमि: (१/१४)
લાંબા કાલ સુધી નિરંતર શ્રદ્ધા-ભક્તિપૂર્વક કરેલી સાધના દ્રઢ હોય છે.