યથાર્થ ગીતા-૧૦
યથાર્થ ગીતા-૧૦


अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम्।पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभि२क्षितम्।।१०।।
અનુવાદ- ભીષ્મ દારા રક્ષિત આપણી સેના બધી રીતે અજય છે અને ભીમ દ્વારા રક્ષિત આ લોકોની સેના જીતવામાં સુગમ છે. 'પર્યાપ્ત' અને 'અપર્યાપ્ત' જેવા શબ્દોનો પ્રયોગ દુર્યોધનની આશંકા વ્યક્ત કરે છે. આથી જોવાનું એ છે કે ભીષ્મ એવી તે કેવી સત્તા ધરાવે છે. જેના પર કૌરવો આટલા નિર્ભર છે અને ભીમ એવી કઈ સત્તા છે, જેના પર દૈવી સંપતિ સંપૂર્ણ પાંડવો નિર્ભર છે. દુર્યોધન પોતાની વ્યવસ્થા જણાવે છે-
ક્રમશ: