STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

યોગી

યોગી

1 min
630



મનને કાબૂમાં રાખી વ્યક્તિત્વને બદલી નાખે, અસ્તિત્વને બદલી નાખે એ યોગી છે. ધર્મના જગતમાં અખંડ બનીને સમગ્રતાથી કદમ ભરી શકે એ જ યોગી છે. શોક અને મોહની જાળને જલાવી દેનાર યોગી છે. દુન્યવી બધા બંધનોથી દૂર રહીને પરમાત્માના સાનિધ્યમાં રહે એ યોગી છે. સૃષ્ટિના તમામ જીવાત્મા સાથે મૈત્રીનો ભાવ રાખીને ધર્મશાસ્ત્રો ને જીવનમાં ઉતારે છે એ યોગી છે. કોઈ પણ આત્મા જ્યારે રાગદ્ધેષના બંધનોથી સંપૂર્ણ પણે મુક્ત બને છે એ યોગી છે. સાધનાની સફર ખેડે તે યોગી છે, મુક્તિના મીઠા સૂર છેડે તે યોગી છે. યોગી બનવા જરૂર છે, સમર્પણની ભાવના . કારણ કે સમર્પણ વગર કોઈ સાધના થતી નથી. યોગી બનવા જીવનના તમામ ભોગ અને સુખ સગવડો ત્યજવા પડે છે. જેમના ચરણોમાં બેસીને સમગ્ર જ્ઞાનની ગંગોત્રી ઝીલવા મળે છે એ યોગી છે. જીવનના અધ્યાયને સમજનાર અને સમજાવનાર યોગી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational