#DSK #DSK

Drama Romance Tragedy

3  

#DSK #DSK

Drama Romance Tragedy

યે રિશ્તા તેરા મેરા 2.27

યે રિશ્તા તેરા મેરા 2.27

4 mins
785


અવની : ’અંશભાર,આજ બે ઓપરેશન છે.

અંશ; ઓકે,કંઇ વાંધો નહી.

અવની; પણ તુ કે’તો હતો કે તારા મમ્મી આવે છે તો ?

અંશ; હા,મીરા લેવા જવાની છે.

અવની ;ઓહ..નો પ્રોબ્લેમ.

અવનીને વિચાર આવ્યો જ્યારે પણ વૃંદાવનથી કોઇ આવે છે ત્યારે હુ જ પીકઅપ કરવા જવ છુ ને આજ મીરા...મીરા એ મારુ બધુ જ છીનવી લીધુ સુખ ચેન મારા હક મારા સંબંધો બધુ જ બધુ જ.

ત્યા જ મીરાનો કોલ આવ્યો...અવની પણ ઉભી હતી.

મીરા; અંશ,હુ જાવ છુ માસીને લેવા માટે.

અંશ; જી લઇને ઘરે મુકી આવ.

મીરા; ઓકે.

અવની સાંભળી રહી. તેના મનમા ઉઠેલા વાવાઝોડાનો કોઇ જવાબ જ ના હતો.

અવની જતી રહી.

***

અવની લેટ તો થઇ જ ગયુ છે. મારુ કામ કેટલુ છે ને આજ કેટલાક પ્રશ્નો પણ.. નવો પ્લાન બનાવવો પડશે અવની વિચાર વિચાર પોતાની જાત જોડે વાત કરી રહી.

***

જયદિપ; નિરવા મારે લેટ થય ગયુ છે. પ્લીઝ ફટાફટ મારી ચાવી લાવને

નિરવા; આટલુ અર્જંટ કામ વળી કેવુ!!!

જયદિપ; નિરવા તુ પ્રશ્ન ન કર

નિરવા; ઓકે બાબા

જયદિપ બાઇક લઇને જતો રહ્યો

જયદિપના મમ્મી આરતીબેન; નિરવા,જયદિપ ક્યા ગયો આટલી ઝડપથી ?

નિરવા; મમ્મી તેને અર્જંટ કામ આવી ગયુ.

આરતીબેન; કંપની માટે કે ?

નિરવા; મે પુછ્યુ તો મને પુછવાની ના પાડી.

જયદિપના પપ્પા રાહુલભાઇ; તારો નાલાયક દિકરો કરી પણ શુ શકે છે રખડવા સિવાય ?

આરતીબેન; ને તમે દોસ્તની દિકરીની ઇજ્જતને સાચવવા તેના ફજેતા માટે મારા દિકરાની જિંદગી બરબાદ કરી દીધી. તેનું શું ?

નિરવા; ધીમેથી ગળગળી થઈ બોલી મમ્મી સાચી વાત છે મે તમારા દિકરાની જિંદગી બગાડીને હુ જ તેને તેની જિંદગીમા ખુશ કરી દઇશ, કોઇ પણ ભોગે. તેને છોડીને પણ.

રાહુલભાઇ; જોરથી નહી, બિલકુલ નહી. તારા પપ્પાને મે પ્રોમિસ આપી છે કે હુ તને મારા જીવતા તો કશુ નહી જ થવા દઉ.

નિરવા; પણ પપ્પા.

આરતીબેન; સારુ એવુ જ કરજે. એમ પણ તુ બીજુ કશુ કરી શકી તેમ નથી.

રાહુલભાઇ; નિરવા,હુ તને લાવ્યો છુ મારા પરિવારની વિરુધ્ધ જઇને અગર તે કશુ કર્યુ તો.

નિરવા; પાપા,મને ખબર છે તમે મને જે રીતે મારુ માનને આબરુ અપાવી એ કોઇ બાપ પોતાના દિકારાની જિંદગી બગાડીને ન આપી શકે.

***

જયદિપ; એ તો હજુય પહોચ્યા નથી, ને કોઇ એ મજાક તો નહી કરી હોયને કોઇ જાણીતા એ. મારીને મહેકની સચ્ચાઇ જાણવાને પછી મહેકને બ્લેક મેઇલ કરવા. મહેકની જિંદગી તો કોઇ જલતુ હશે યા ફિર કોઇ છોકરો તેને પ્રેમ કરતો હોય યા ફિર અમારા વચ્ચેના જુના સાંબંધથી જાણકાર હોયને તે મહેકનો લાભ છી આવુ પણ કોઇ કરી શકે ?પોતાની જાત સાથે વાત કરી રહ્યો. પણ કોણ હોય શકે....?

એક માણસ; સર સીટ પલીઝ.

જયદિપ; થેક્સ

માણસ; સર,શુ આપુ હોટ કે આઇસ ?

જયદિપ;પ્લીઝ,કોઇ આવે છે...

માણસ; ઓકે સર.

જયદિપ વિચારી રહ્યો ચાહે જે થાય,જે હોય તે પણ હુ મારીને મહેકની ભુતકાળની વાતને ક્યારેય બહાર નહી આવવા દઉ. કોઇ પણ હોય હુ તેની વાતોમા આવીને હુ તેને હકીકત નહી બતાઉ. કેમ કે એ મારી ને મહેકની બંન્નેની જિંદગી માટે હાનિકારક હોય શકે છે.

ત્યા જ એક લેડી આવીને...

’’ફ્લાવરશોપ’’ પર કોઇને શોધી રહી... તેણે નજર ફેરવી પણ હડબડાટમા કોઇ જ તેને એકલુ ન દેખાયુ.

***

મીરા સ્ટેશન ગઇ. અંશના મમ્મી રેલ્વે-સ્ટેશન પર ઉતર્યા. મીરા ત્યા સવિતામાસીની રાહ જોઇને જ ભી છે, તે દૂરથી માસીને જોઇ રહીને માસી તો ફાફા મારી રહ્યા કેમકે તે મીરાને ઓળખતા ન હતા. જો કે મીરા પણ તેને ઓળખતી નથી. પણ માત્ર ઇમેજમાં જોયેલા છે. ત્યાજ મીરા દોડીને આવીને માસીને પગે લાગી, બોલી લાવો માસી સામાન.

માસી; ખુશ રહો,મીરા.

મીરા; જી માસી.સામાન લઇને બોલી. હુ તમને લેવા માટે આવી છુ.

માસી; હા અંશે કહ્યુ.

મીરા; માસી કોઇ તકલીફ તો નહી થઇને ?

માસી; ના,ખુશ છુ કે હુ મારા દિકરાને મારી મહેકને મળીશ.

મીરાના માથા પર જાણે વીજળીનો ગડગડાટ થયો. મહેક તો ઘર છોડીને જતી રહી.

માસી; કેમ છે મારી મહેક ?

મીરા;હહહહ....

માસી; શુ હહહા...? એમાં વિચારવાનું હોય ?

મીરા;માસી, ખુશ છે બીજુ શુ હોય ?અમે બધા જ કામ કરીએ. સમય બોવ જ ઓછો મળે એકબીજા સાથે વીતાવવાનો.

માસી; સાચી વાત. પણ હવે હુ આવી ગઇ છુ ને તો હુ તમને બધાને જ ફેરવીશ મારા જોડે.

મીરા;પાક્કુ, ડન.

વાતો વાતોમા એ કારમા બેસી ગયાને ગિરધરે કાર ચલાવી.

માસી; મહેક,તો મારી લાડકી છે. હુ ને રેખા જગડતા ત્યારે એ તેના મમ્મી જોડે રડીને અંશનુ તેના પાપાનુ અને મારી રસોઇ બનાવડાવતી.

મીરા; હજુ પણ એવી જ છે.

માસી;હા મારી લાડકી.

મીરા; હમણા તો મીતે જિદ કરી તો હોસ્પિટલ જ રહેવા જવુ છે, મારે બસ ત્યા જ જવુ છે, તો બે દિવસ પેલા એ થોડા દિવસ રોકાવા માટે ત્યા ગયા.

માસી; હોસ્પિટલ ?

મીરા;હા

માસી; કેમ ? શા માટે ?ત્યા જવા માટે જિદ કેવી ?અંશ માની પણ ગયો ?મહેક પણ ?

મીરા; માસી ત્યા ઉપર ઘર તો છે. હોસ્પિટલમા થોડુ રેહવાનુ છે ?

માસી; ઓહ હાઅ....ઇ તો હુ ભુલી જ ગઇ. તો વાંધો નહી ભલે ગઇ. મીત એમ પણ જિદ્દી છે. પણ હુ આવવાની હતી તો પછી.

મીરા; તમે તો કહ્યુ મીત જિદ્દી છે મહેકે કેટલુ કહ્યુ પણ એ માને ખરો ?

ત્યા જ અંશનો કોલ આવ્યો.

મીરા; લો તમારો જ અંશ. બોલ માસી મારા જોડે મારી બાજુમા છે.

અંશ; ઓકે નો પ્રોબ્લેમ. તે મમ્મીને વાત કરી દીધી ?

મીરા;બધુ જ વ્યવ્સ્થિત મેનેજ થય ગયુ કોઇ પ્રશ્ન વગર જ.

અંશ; થેક્સ...

મીરા;હા બાય.

માસી; શુ થયુ મેનેજ ?

મીરા; ઇ તો અમારી હોસ્પિટલનુ લિસ્ટ હોય એ.

માસી;ઓકે.

***

અચાનક જ પેલી લેડીની નજર એકલા બેસેલા માણસ પર પડી તે તેના તરફ ગઇ,તેના ટેબલ પાસે ગઇ.

જયદિપ બોલ્યો એમ જ ફોર્માલીટીથી હાય હાઉ આર યુ ?

લેડી; ફાઇન.

જયદિપ; હસ્યો જયદીપની નજર પેલા કોલવાળાને રાહ જોઈ રહી.

લેડી; તુ કોઇની રાહ જુએ છે ?

જયદિપ; હમમમ....હા....

લેડી; કોની..?

જયદિપ; દોસ્ત છે એક..

લેડી; અચ્છા મતલબ ગર્લ કે બોય ?આમ તો એવુ ન પુછાય પણ.

જયદિપ; ઇટ્સ ઓકે,હસ્યો નો પ્રોબ્લેમ .હુ તમને ઓળખુ છુ ને મને કેવામા કોઇ પ્રોબ્લેમ નથી કે મને મળવા આવે છે એ મારો દોસ્ત છે, હસીને બોય ફ્રેંડ.

પેલી લેડી પણ હસીને પછી બોલી તમારો એ બોય ફ્રેંડ. તમને કોલ કરીને બોલાવનાર હુ જ છુ.

જયદિપ તેની જગ્યાએ ઉભો થય ગયો.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama