#DSK #DSK

Drama Others

0.8  

#DSK #DSK

Drama Others

યે રિશ્તા તેરા મેરા 2.25

યે રિશ્તા તેરા મેરા 2.25

5 mins
627


મહેક પહોચી ગઇ અવની પાસે.

આ બાજુ મીરા,આકાશને અંશ ચિંતામા છે. કશુ સમજાતુ નથી કે શુ કરવુ ? મહેક ત્યા ગઇ ને અવનીને બાથ ભીડી રડવા લાગી તો પાછળથી મીતે અંગુઠો બતાવ્યો એટલે કે આપણૉ પ્લાન ફુલી ફાઇનલી સકસેસ ગયો છે. અવનીના ચહેરા પર ખુશીની લહેર ફરી ગઇ જાણે દરિયામા ભરતીની લહેર આવી ગઇ.

અવની; મહેક મહેક શુ થયુ ? પ્લીઝ કે શુ થયુ ?કેમ રડે છે ?મીત પણ અવનીદીદીને બાથ ભીડી ગયો. તમે બે કેમ આમ કરો છો શુ થયુ ?

કેયુર આવ્યો...શુ થયુ દીદી ? કેમ આમ રડો છો ?

મહેકે અંશે કરેલી બધી જ વાત કરી.... કેયુરને અવની એ બધુ જ સાંભળ્યુ... પછી કેયુરને વિચાર અવ્યો કે અવની જે કરે છે એ બરાબર જ છે. અંશ એ જ દાવનો છે. પણ કેયુરને ખબર નથી કે આ નવો ખેલ નાખવા માટે અવની એ જ મીતને ઉકસાવ્યોને અવનીના જ કેહવાથી મીતે ચોરીનો આરોપ જાણી જોઇને પોતાના પર આવે એવુ કર્યુ. સમજની બહાર છે અવનીના દિમાગનો ખેલ. કેયુર માત્ર જે થાય છે એ ક્ષણને જુએ છે. એ ઘટના કે બનાવ મુજબ નિર્ણય લે છે જ્યારે આકાશ, અંશને મીરા ...નિર્ણય....અવનીની દરેક ચાલને જોઇને લે છે.

કેયુર, હકીકતને સત્યની દુનિયાથી કોસો દુર છે, તેને તો બસ હાલ તેના પ્રેમના જ સુર સંભળાય છે. એ અવનીને ખુશ કેમ રાખવી એ જ વિચારે છે? ને કેમ ન વિચારે ? સૌ કોઇ પોતાના પ્રેમ ને ખુશ જોવા ઇચ્છે જ.પણ અવની થોડી વધારે પડતી અલગ માટીની બનેલી છે.

કેયુર; મહેકદીદી મને અવની એ અંશની અને મીરાની ઘણી હકિકત જણાવીને મીરા શા માટે અહી આવી એ પણ. એ પોતાનો જુનો પ્રેમ, પામવાને તેના સાથે અહી રે’વા આવી છે. મને બધી જ ખબર છે. હુ તમારી સાથે છુ...

મહેક; ના કેયુર, મીરાને અંશ વચ્ચે કશુ જ ગલત નથી.

અવની; હેબતાઇને હે !

મહેક; હા....એ તો માત્ર મારો વહેમ જ.

અવની; પણ તુ તો કે’તી હતી કે..

મહેક;ક હેતી હતી, પણ હવે હુ જ નથી કે’તી અવની. મે જે વિચાર્યુ એ મારી ભુલ છે. વિચાર્યા વગર મે જે વિચાર્યુ એના માટે ઇશ્વર મને માફ નહી કરે ને હવે હુ અંશને મીરા વચ્ચેના સંબંધ વિશે ખરાબ વિચારી વધારે પાપની ભાગીદાર નહી થાવ.

અવની વિચારી રહી કેટલુ પરિવર્તન? સારુ થયુ આ અહી આવી ગઇ, નહિતર મીરાની સાથે રેહવાથી એ મહેકનુ બ્રેઈન વોશ કરીને સત્ય બહાર લાવે એવી જ છે મીરા. જે મહેક મીરાનો એક અક્ષર સાચો માનવા તૈયાર ન’તી એ મીરાની કેટલી ફેવર કરે ! એ પણ મીરા અત્યારે અંશ સાથે હોવા છતાય. અદભુત શક્તિ છે આ મીરામા,સત્યને બહાર લાવવાનીને પોતાને સાચા સાબિત કરવાની.

અવની; પણ તે કેમ માની લીધુ કે મીરાનુ અફેયર...અંશ...

મહેક; બસ, હુ આવા શ્બ્દ સાંભળવા માંગતી નથી. બીજુ મીરા નિર્દોષ છે આ બાબતે હુ જ દોશિત છુ કે ન વિચારવાનુ વિચારીને દુખી થઇ.

કેયુર; સાચી વાત છે દીદી. મને ગમ્યુ. તમે તમારા સંબંધમા વિશ્વાસઘાત સ્વિકારવાને બદલે સાચુ જાણ્યુ.

અવની મનોમન સત્યનો અરિસો....સ્ટુપિડ....મારા પ્લાનની ધજીયા ઉડીને આ નાલાયક ખુશ થાય છે.

મીત; દીદી....હુ જાવ

મહેક; હા જા...

અવની...ભમર, છબિલી મહેકદીદીના રૂમની સાફ સફાઇ કરી તેને રેહવાની વ્યવ્સ્થા કરો. છબિલી આવી

આંખો ત્રાસી કરતી જી.....દી...દી...

****

કોઇ પણ ભોગે મહેકને સત્યની નજીક લઇ જવી જોયે. પણ કેમ?

વિચારવુ પડશે... વાતો કરી રહ્યા...

મીરા; જે કરવાનુ છે એ આપણે જ કરવાનુ છે તો વિચારવાનુ પણ આપણે જ છે.

આકાશ; ચલો સમય થય ગયો...

અંશ; અરે લેટ છીએ....

હોસ્પિટલ જતા જતા વાતો કરતા જતા પ્લાન બનાવવાનુ વિચારી રહ્યા.

પણ એક પણ પ્લાન સેટ થતો નથી. શુ કરવુ એ પણ સમજાતુ નથી.

ખરેખર કેવી મુજવણ આવી ગઇ ! જેના વિશે વિચાર્યુ જ ન’તુ ને કેવુ થય ગયુ. મીરા સાચી વાત ન થવાનુ થઈ ગયુ નાની એવી વાત માંથી. ખબર નહી આવુ કેમ થયુ આકાશ બોલ્યો.?

અંશ; મને એવુ લાગે છે કે આ પેહલેથી જ થવાનુ હતુ એ જ થયુ.

મીરા; વોટ?

આકાશ; શુ?

અંશ; હા...મીતને ખબર જ હતી કે મે પૈસા મુક્યા. તેને એ પણ ખબર જ હતી કે પૈસા નહી મળે તો. શક મીત પર જ જવાનો છે. મીતને એ પણ ખબર જ હતી કે અગર હુ ગુસ્સે થઇશ તો હુ મારીશ જ. આથી જ તેને આખો પ્લાન બનાવ્યો. તેણે તેના પ્લાન મુજબ જ કામ કયુ.

આકાશ; હા, ને તે મીતના ચહેરા પરની ઉધ્ધતાઇ જોઇતી ? અરે !બેશરમની જેમ જ અંશે માર્યો પછી. બીજુ જાણે એ હુકમ કરી રહ્યો હોય તેમ ને સાથે રડવામા પણ તેની આંખોમા કેટલુ ઝેર ભરેલુ હતુ. જાણે તે જીતી રહ્યો હોય તેમ જ તેનુ વર્તન..

અંશ; હા...એ જીતીને જતો પણ રહ્યો

મીરા; મને કશુ જ નથી જ સમજાતુ.

આકાશ; અમને બધુ જ સમજાય છે.

અંશ; લો આવી ગયા...ધંધે લાગી જાવ...

****

જયદિપ; નિરવા તુ અહી કેમ આવી ?

નિરવા;કામ કરતા કરતા હુ કોઇને મદદ નથી કરતી. પારકાને.હુ મારા હસબંડને મદદ કરુ છુ.

જયદિપ; નિરવા...

નિરવા; તુ તો જઘડીને મને દોષમા મુકીને આવી ગયો. પણ હવે, હુ તને મુકીને જઇ શકુ તેમ તો નથી ને ?

જયદિપ; નિરવા,હુ તને પ્રેમ કરતો નથી.

નિરવા; ઓકે, ન કરતો પણ હુ તો તને પ્રેમ કરુ જ છુ. એટલે મે તને મેળવી લીધો. માત્ર કેવાનો ? પોતાની જ જાતને પ્રશ્ન કરી એક નિ;સાસો નાખ્યો.

જયદિપ; હુ તો

નિરવા; મહેકને પ્રેમ કરે છે. હજુય કરે જ છે.હજુય તને ઇચ્છા એવી છે કે એ તને મળે તો તુ મને છોડી દે ?

જયદિપ;હા,એ મળશે તો હુ તને છોડી જ દઇશ એ પાક્કુ.

નિરવા; ડન ! મને વાંધો નથી. જો એ તને મળી જાય તો હુ તને છોડી જ દઇશ.

જયદિપ; સુધરી ગઇ ?

નિરવા; હા, મને મારા અનુભવથી શિખવા મળ્યુ કે જબરદસ્તી કોઇ ન મળે.

જયદિપ; તો આ વાત પહેલેથી જ સમજી ગઇ હોત તો ?

નિરવા; મને ખબર ન’તી કે તુ આવુ કરીશ. મને તો એમ હતુ કે તુ પણ મને પ્રેમ કરીશ જ.

જયદિપ; શીટ...પ્રેમ ? હુ તને ?

નિરવા; નો,નેવર

જયદિપ; હસ્યો...

નિરવા; હુ તારા માટે જમવાનુ લાવી છુ, બીજુ તારા જવાથી ના મમ્મી ખુશ છે, ના પાપા. બેસ....અને હા, હુ તને કહી જ દઉ છુ. તને મહેક મળે એ પછી તુ મારાથી છુટ્ટો. પણ ત્યા સુધી તારે શાંતિથી જ રે’વાનુ મારા જોડે.

જયદિપ; સાચે જ ? મને મહેક મળે તો.... નિરવાના બંન્ને ખભ્ભા પકડીને.... તુ મને છોડી દઇશ ?... ખરેખર.... નિરવા એ ફેસથી જ માત્ર હા પાડી... વાહ.... નિરવા હુ ખુબ જ ખુશ છુ... લવ યુ યાર... તારા જેવુ કોઇ જ નથી.... આ દુનિયામા કોઇ જ નથી.

નિરવા; હા,મારા જેવુ જુઠ કોઇ થોડુ હોય કે તારા જોડે ફિલ્મ કે ટીવી સિરિયલની જેમ જુઠ કરીને લગ્ન કરે.

જયદિપ; તે જે કર્યુ એ મને વાંધો નથી. બસ તુ મને છોડી દે એટલે હુ ખુશ છુ. નિરવા મને તારા પર ગર્વ છે કે તુ મારી દોસ્ત છે, મારી.

નિરવા; પેલા મે જે કર્યુ એ તને મેળવવા કર્યુને હવે હુ જે કરીશ એ તને અને આપણા પરિવારને ખુશ જોવા કરીશ.

જયદિપ; સાચે જ ?

નિરવા; બસ,હવે જમી લે. બોવ વાતો કરીશ તો હુ મારો પ્લાન ચેન્જ કરી નાખીશ.

જયદિપ; ના,ના મને જમાડી દે તારા જ હાથથી હુ આજ બોવ જ ખુશ છુ, બોવ જ ખુશ છુ ચલ.

****

હવે મીતને સવારની સ્કુલ થય ગઇ છે.

અવની એ પૈસા અપયાને એ તેના મફતનગરના મિત્રો જોડે રમવા માટે જતો રહ્યો.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Drama