#DSK #DSK

Drama

3  

#DSK #DSK

Drama

યે રિશ્તા તેરા મેરા 2.23

યે રિશ્તા તેરા મેરા 2.23

7 mins
464


મહેક;મીરા હુ જાવ છુ તુ મીતને મુકી દે જે

મીરા;હા,તુ જા વાંધો નહી...

મહેક;જી હા...

અંશ;તુ ધ્યાનથી જા જે...

આકાશ;તુ મુકી આવને પણ, શુ પ્રોબ્લેમ છે?

અંશ;કશો નહી..

મીરા;તો જા ને!!!

અંશ;જી.

અંશ મહેકને મુકવા માટે જાય છે..

રાસ્તામા અંશ: મહેક

મહેક;જી બોલ

અંશ;મમ્મા આવે છે.

મહેક;ઓહ..રીઅલી...વાહ...માસી આવે છે એમ?

અંશ;જી હા

મહેક;વાહ તો તો મજા આવશે.જ્યારથી મીત આવ્યો ત્યારથી ઘરમા ખુશી જ ખુશી છે.

અંશ;મહેક,તારી વાત સાચી છે.મીત આવ્યા પછી ઘરમા વાતાવરણ એકદમ શાંતને ખુશીથી છલકાય છે.

મહેક;હવે સવિતામાસી આવશે એટલે મજા આવશે...

***

મીત વિચારી રહ્યો જેમ અવનીદીદી એ કહ્યુ તેમજ કરવાનુ છે એટલે મહેકદીદી આ ઘરમાંથી અંશભાઇને છોડીને ભાગેને હુ પાછો અવનીદીદી જોડે પછી જલ્સા...વાહ આહ..મજા આવશે...

***

કેયુર વિચારી રહ્યો ...અવની એ તેના પ્રેમનો સ્વીકાર કર્યો એ સમય....

યાદ આવે છે.

કેયુર;અવની

અવની;બોલ...

કેયુર;શુ હું ખરેખર ખરાબ છુ.

અવની;ના,કોણે કહ્યુ? તુ ખુબ જ સારો માણસ છો.જેની સાથે હુ એકલી રહુ છુ તો પણ એ મારી કેટલી રીસ્પેકટ કરે છે, મને માન આપે છે.

કેયુર;તો પછી તુ કેમ મારા પ્રેમનો સ્વીકાર નથી કરતી?

અવની;તને ખબર છે કે હુ અંશને પ્રેમ કરુ છુ તો પણ તુ કેમ મને આમ પુછે છે?

કેયુર;તારો નિ:સ્વાર્થ પ્રેમ જ મને ગમી ગયો બસ.

અવની;નિઃસ્વાર્થ પ્રેમ?

કેયુર;હા તુ અંશને પ્રેમ કરે છે પણ તેને મેળવવા માટે તે ક્યારેય કોઇ ખોટુ કામ નથી કર્યુ.તે ક્યારેય પણ મહેકને હેરાન નથી કરી ને તે ક્યારેય પણ કોઇ ને આ વાતની શિકાયત નથી કરી.બસ,આજ તો પ્રેમ છે અવની.કોઇને પ્રેમ કરવો ને એ ન મળે તો તેને મેળવવા માટે કોઇ જ ખોટો સહારો ન લેવો બસ એ જ વ્યક્તિ મહાન છે.તે સુવર્ણનગરમા જે મદદ કરી એ પણ મને ખબર છે અંશે કહેલુ તે તારી ફ્રેંડશિપ ખુબ જ નિભાવી છે.

અવની;હા,હુ પ્રેમ તો તેને પહેલેથી જ કરુ છુ પણ તેને મેળવી લેવો,મારો કરી લેવો એવો વિચાર ક્યારેય નથી કર્યો.ખબર નહી પણ કેમ ?મને એટલો જ એહસાસ થાય કે અંશ ખુશ હોય તો મારા ચહેરા પર ખુશી રહેને એ ખુશ ન હોય તો મને પણ મજા ન આવે બસ...આજ મારો પ્રેમ છે તેની તરફનો...

કેયુર;બસ,એટલે જ તુ મને ગમે છે.

અવની;પણ....અંશે જે કર્યુ તેનુ શુ?

કેયુર;શુ?

અવની;હોસ્પિટલ બનાવવામા રાત-દિવસ મે હેલ્પ કરી,હોસ્પિટલમા જ રોકાય, નાઇટના દરેક કામ પર દેખરેખ રાખીને તેને આગળ વધવામા કેટલી મદદ કરીમેં!!!

સુવર્ણનગરના પૂર સમયે જ્યારે કોઇ ન’તુ ત્યારે હુ તેની સાથે ઉભી રહી,બીજુ બધા જ અહીંના ડૉકટર તેની વિરુધ્ધમા હતા ત્યારે હુ તેની સાથે ઉભી રહીને એ...

કેયુર;એ શુ?

અવની;તુ અજાણ્યો ન બન.આજ એ ખુદ મારી ચિંતા કરવાને બદલે તેણે મીરાને આકાશને પોતાના ઘરમા રાખ્યા,મને એકવાર પણ ન પુછ્યુ કે હુ શુ કરવા માંગુ છુ.?હુ ત્યા આવવા ઇચ્છુ છુ કે પછી મારુ અહી કોણ?હુ એકલી છુ.છતાય તેણે મારી કોઈ ચિંતા ન કરી.

કેયુર; હા,તારી વાત સાચી છે.અંશે તારુ ધ્યાન રાખવુ જોઇએ.પણ તેણે ન કરવુ જોઇએ એ કર્યુ.

અવની;હા,બસ...મીરા એ મને મારા નિઃસ્વાર્થ પ્રેમથી દૂર કરી દીધી...આજ હુ એકલી થઇ ગઇ...રડાય ગયુ...આગળ બોલી..ધીમા સ્વરમા હવે મારુ કોઇ નથી,મીરાના આવ્યા પછી અંશ એમા જ રહે છે.મીરાની ખુશીમા.મીરાનો સહારો બનીને.મીરાનો દરેક પળે સાથ આપીને.કેયુર મારોને અંશનો સાથ ખુબ જ જુનો છે

જ્યારે ફસ્ટ પ્રેકટીકલ હતુ મને આજેય યાદ છે...મારા બધા જ સાધનો તુટી ગયાને હુ રડવા લાગીને ત્યારે અંશે આવીને કહ્યુ રડમા હુ નવા લઇ આવુ છુ.ત્યારે હુ બોલી કે મારા જોડે પૈસા નથી

ત્યારે અંશ બોલ્યો વાંધો નહી,મારા જોડે છે,

મે કહ્યુ હુ તને ઓળખતી નથી ને તારુ નામ પણ મને નથી આવડતુ.

ત્યારે એ હસીને બોલ્યો હુ પણ ક્યા ઓળખુ છુ તને. મને પણ ક્યા નામ આવડે છે તારું? તુ અહી મારી રાહ જો બસ..આટલુ કહીને એ જતો રહ્યોને મારા પ્રેકટીકલના તમામ સાધન મારા હાથમા મુકીને જતો રહ્યો,

પછી તો મને એક્ઝામ પત્યા પછી હું તેને ઓળખવા રહી કેમ કે અમે સાથે ક્યારેય પ્રેકટીકલમા ન’તા આવતાને એકઝામમા પણ ન’તા આવતા....બસ આજ કારાણથી હુ તેની સાથે ઉભી છુ પણ તેણે મારુ દિલ તોડ્યુ અને એ ત્યારે જ જોડાશે જ્યારે હુ અંશને એહસાસ કરાવીશ કે હુ પણ બધુ જ કરી શકુ છુ.તેણે પેલા મારુ ધ્યાન રાખવું જોઈએ, મીરાનું નહિ...

કેયુર બોલ આમા મને ક્યા પ્રેમ કરવાનો સમય છે?

કેયુર;પ્રેમ તો પ્રેમ જ હોય છે અવની,હુ તને પ્રેમ કરુ છુ ને કરતો રહીશ.

અવની;શુ તુ મારુ કામ કરીશ?

કેયુર;બોલ શુ?

અવની;મારે જ્યારે જરુર પડે ત્યારે મારી મદદ.

કેયુર;અવની...હુ તારી દરેક કદમ પર હેલ્પ કરીશ.જ્યારે પણ જરુર હોય ત્યારે કેહજે,હુ તારી સાથે જ છુ.

અવની;બસ,આમ સાંભળતા જ....બોલી ઉઠી થેક્સ ડીઅર...આઇ લવ યુ...

કેયુર;આઇ લવ યુ અવની.

પછી અવની શરમાઇ ગઇને કેયુરને ફરીવાર કહ્યુ થેક્સ કેયુર આઇ લવ યુ ...કેયુર....

***

મીરા;આકાશ,બધુ જ બરાબર ચાલે છે.ઇશ્વર ચાહે કે બધુ જ આમ ચાલેને મહેક અંશની નજીક આવી જાય.

આકાશ;હા,ઇશ્વર ચાહે..એવુ જ થાય...આપણા કારણે આવેલી દૂરી પાછી પ્રેમમાં બદલાય જાય.

***

કેયુર પણ પોતાનો પ્રેમ મેળવવામા સાચો રસ્તો ભુલીને પોતાનો પ્રેમ કેમ ખુશ રહે ? એ માટે ના રસ્તા શોધવા લાગ્યો.

***

આમ કરતા સાંજ પડી, બધા ઘેર આવ્યા...

અંશે મીત ને કહેલુ દરરોજ ફરજીયાત તેના રૂમમા જ રીડ કરવાનુ એટલે મીત રીડ કરી રહયો અંશના રૂમમાં....અંશ આવ્યો ત્યારે

અંશ;મીત,રીડ કરે છે ને પાછો?

મીત;હા ભાઇ,હવે કોઇ શક છે?

અંશ;મીતનો ગાલ ખેચીને ના,બસ તુ આમ જ ખુશ રહે ને મહેકને પણ ખુશ રાખતો રહે.

મીત;હા,હુ દીદી માટે જ બધુ કરીશ

અંશ;થેક્સ મીત,હુ ખુશ છુ કે તુ મને સપોટ કરે છે.

મીત;થેક્સ

પૈસા મુકીને અંશ નીચે ગયો,

મીત રીડ કરે છે....

મહેક મીરા આકાશ અંશ ફ્રેશ થાય છે.પછી વાતો કરે છે ને મીરા મહેક રસોઇમા જાય છે.

આકાશને અંશ તેની હોસ્પિટલમા હમણા નવા મશિન મંગાવવાના છે તેના વિશે વાતચીત કરે છે.

આમને આમ સમય જતો રહ્યોને મીરા બોલી .....મીત જમવા માટે આવી જા ભાઇ...

મીત આવ્યો દીદી...

એમ કહી થોડીવાર પછી એ આવ્યો ત્યા ટેબલ પર બધુ ગોઠવાય ગયુને ડીસ પણ અપાય ગઇ છે ને બધા મીતની જ રાહ જુએ છે....ત્યા સુધી સમાચાર જુએ છે ને જેમા...ઇન્ડિયાની સર્જિકલસ્ટ્રાઇક વિશે જ આવી રહ્યુ છે..

મીત આવીને બેસી ગયો ત્યા જ બોલ્યો ઓહ મારી જ રાહમા છો?

હુ આવી ગયો ચલો નાવ સ્ટાર્ટ...જમવાનુ...

બધાને રસ સમાચારમાં લાગ્યો

સમાચાર જોતા જાયને પોતપોતાનો સૌ મત આપતા જાય

મહેક;નાટક બધુ જ નાટક

મીરા;કેમ?

મહેક;આપણા સાવજ જેવા 42 ગયાને બસ માત્ર 200 થી 300 જ તેના માર્યા!!! આપણા 42 તો 4200 જેવા ગયાને!

અંશ;હા,ગયા 4200 જેવા પણ બદલો પણ લીધોને!

મહેક;બદલો? અંશ એ બદલો નથી,એ ઇલેકશનનુ કલેકશન છે,!!! એ રાજકારણનુ જમા પાસુ છે,જે ચાડી ખાય છે કે તેને આપણા જવાનોની નહી,પોતાના ઇલેક્શનની પડી છે.

આકાશ;હુ તારી સાથે સહમત છુ મહેક.

મીરા;તારી વાત સાચી છે મહેક.આ લોકો તો પૈસા માટે ભારતદેશને જોડે આપણ ને પણ વેચી દે તેમ છે.તેને નાના માણસની કિમંત કે કદર જ ન હોય.

મહેક;હા..પાક્કુ....ઇલેક્શન માટે બધુ જ કરશે ને ખાનગીમા એ લોકો એક જ ડીસમા જમે છે. હાહા..હીહી કરે છે.

અંશ;તો પણ એક સારો બદલો લીધો.

મહેક;અરે !! આ બધુ સાચુ હોયને અંશ તો બીજા દેશ વાળા તરત જ પેલાની(પાક.ની) સહાય કરેને એ પાક.મદદ માંગે પણ ખરી...

અંશ;મહેક...

મહેક;હુ સાચુ જ બોલુ છુ.રાજકારણી ક્યારેય સારો માણસ ન હોય ને સારો માણસ ક્યારેય રાજકારણી ન હોય.

અંશ;મહેક એવુ ન હોય.

મહેક;અંશ,એવુ જ હોય.અગર એ દુધના ધોયેલા હતા તો આપણા દેશમા જ્યા ડબલ ચેકિંગ હોય ત્યા એ દારુ ગોળો આવ્યો કેવી રીતે?એ માણસ આતંકી પહોચ્યો કેમ?આટલો બધો સામાન જોડે કેમ આવ્યો?જ્યા ડબલ ચેકિંગ હોય ત્યા એક પણ ચેકિંગ વગર એ કેમ અંદર આવી શક્યો?

હિમવર્ષા દરેક વખતે થાય છતાય આટલા આપણા વીર જવાનોને કેમ ભેગા કર્યા?આ ચાલ નહી તો બીજુ શુ છે?શુ તારી પાસે જવાબ છે આ પ્રશ્નોનો?

આકાશ;મહેક અમે લોકો હોસ્પિટલમા નવા મશિન લાવવાના.વાત આકાશે બદલી ...

મીરા;હા,અમે મંગાવવાના છીએ.

મહેક;અચ્છા...તેનાથી લોકોને શુ ફાયદો?

આકાશ;લોકો હવે સારી સવલતો ઓછા ખર્ચેને સરળતાથી સારુ રીઝલ્ટ મેળવી શકશે.

મહેક;અચ્છા!!!

મીરા; જી હા...ચલો જમવા લાગો હવે...વાતો કર્યા વગર.જમતા સમયે ઓછુ બોલાય એવુ આપણે જ કહીએ ને આપણે જ કેટલુ બોલીએ.!

મીત;હા...આવા ડૉકટર હોય.!!!

મીત મનમા બોલ્યો દીદી તમે ગમે તેટલી કોશીશ કરશો પણ હુ અંશભાઇ જોડે મારો બદલો લઇશ જ લઇશ...ચાહે કોઇ પણ ભોગે હુ એમને નહી છોડું.

હવે સમય આવી ગયો છે કે અવનીદીદીની ચાલને છુટ્ટી મુકવાનો.....


Rate this content
Log in

Similar gujarati story from Drama