Nency Agravat

Inspirational

4.5  

Nency Agravat

Inspirational

યાત્રા

યાત્રા

2 mins
296


આજનું ચિત્ર બચપણથી ઘડપણ સુધીની યાત્રા વિશે શું લખું એ સમજ ન પડતાં મેં ગાર્ડનમાં એક જાણીતાં દાદાજીને જોઈ હું મારી ડાયરી લઈ એમની પાસે ગઈ. હું એમની પાસે જઈ બાજુમાં બેસી તેમની જીવન યાત્રાની સમજ માટે વર્ણન કરાવતાં પૂછ્યું. એમણે કહ્યું,

" બેટા, મારો અનુભવ કહું તો થાક સ્થિરતા આપે છે. એ મેં મારા દોડ ભરેલાં જીવનને અનુભવી આ વાત સ્વીકારી લીધી છે. જીવનને સતત દોડતાં અનુભવ્યું છે. નવી નવી ઘટમાળ આવ્યા કરેલી અને હું એ પડાવો પાર કરી આગળ વધ્યે ગયો."

હજુ ગાર્ડનમાં વધુ પોતાની જાતને ખંખોળે ત્યાં જ પૌત્ર દેવમ પડ્યો અને રડતો રડતો એના દાદા પાસે આવ્યો. તેને પ્રેમથી સમજાવી, ઘૂઘરો વગાડી, ફરી રમતો કરી એ દાદા મારી સાથે વાત કરવા લાગ્યા.

"ક્યાં હતાં આપણે ?"

"સર,થાક સ્થિરતા આપે." મેં સહજતાથી કહ્યું.

"હમમ થાક સ્થિરતા આપે... એ પછી રનિંગ પાથ હોય કે જીવન, થાક આવે એટલે ઊભા રહી જ જઈએ."

"પરંતુ, સર, ઘણી વાર થાક ઉતરી જાય એટલે ફરી દોડવાનું શરુ કરીએ. " મેં એમને અધૂરી વાતે અટકાવતાં પૂછ્યું.

"હમમ, એ સાચું કે, થાક ઉતરી જાય પાછા દોડ લગાવીએ પરંતુ, એ યુવાનીમાં, જ્યારે વૃદ્ધા અવસ્થામાં તો થાક ઉતરે ત્યારે ફરી દોડીએ નહિ પરંતુ, એ થાકને વાગોળીએ અને શાંત રહીએ."

દાદાજીએ ખૂબ શાંતિથી કહ્યું.

"સર,પરંતુ, નિવૃત્તિમાં પ્રવૃત્તિમય નહિ રહેવાનું ?"

"ઓફ્કોર્સ યસ, નિવૃત્તિમાં પ્રવૃત્તિમય જરૂર રહેવું જોઈએ..હું પૈસા, માન, સપના પાછળ દોડવાનું કહું એમાં સ્થિરતા લાવવી જોઈએ."

દાદાજીની વાતો હું ડાયરીમાં નોંધ હજુ ચાલુ જ રાખું ત્યાં ફરી એમનો પૌત્ર દેવમ રડતો આવ્યો અને એને ફરી ઘુઘરો વગાડી સમજાવી મોકલ્યો.

"બેટા,આ મારી દેવમ સાથેની પ્રવૃત્તિ ચાલું જ છે પરંતુ કાલની ઉપાધીએ આજની ઊંઘ નથી બગાડતી. મેં પણ કારકિર્દી માટે રાત ઉજાગરા કર્યા અને સૂવાના સમયે ઊંઘની ગોળીઓ ખાધી પણ અત્યારે સમજાયું કે સાચી ઊંઘ તો આ દેવમ સાથે રમીને થાકીને મળતી શાંતિ આપે છે."

 "અંતિમ કોઈ વાત, અનુભવ કહેવું "મેં ડાયરી અને પેન હાથમાં રાખી કહ્યું.

"ઘુઘરાથી આ સુખડના હાર સુધીની યાત્રા એટલું શીખવી ગઈ કે, હાય હોય બળતરા જેટલી થાય એટલી કરી જ લેવી કેમકે, મર્યા પછી શાંતિ અને સ્થિરતા તો છે જ." એમણે હસીને ઊભા થતાં કહ્યું.

મારા હાથમાંથી પેન પડી ગઈ. અને હજુ એમના હાસ્ય પાછળનું ગૂઢ રહસ્ય હું ન સમજી શકી કે એ મને સમજાવી ન શક્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational