" યાના "
" યાના "
યાના ... બૂમ પડી ધીરેકથી.... યાના એ આંખો ખોલી. સામે
કોઈ હેન્ડસમ મેન હસીને એને બોલાવી રહ્યો હતો. યાનાએ કોઈ જવાબ ના આપ્યો.
" હેય હું આપને બોલાવી રહ્યો છું ."પેલા એ કહ્યું. યાના કઈ ના બોલી. પેલો બાજુમાં ખુરશી ખેંચી બેસી ગયો. યાના એ હવે આંખ ઉઘાડીને
ધ્યાનથી જોયું. આધેડ ઉંમર, ગોલ્ડન ફ્રેન્ચ સ્ટાઈલની લેટેસ્ટ
ફ્રેમવાળમાં આછી સફેદીની છાંટ દેખાતી હતી. મો પર હળવાશ.. સ્પોર્ટ્ વોચ.. નાઇકીનુ ટી-શર્ટ, બ્રાન્ડેડ જીન્સ બિલકુલ સરળ વ્યક્તિત્વ.જોઈ રહી યામા... અહીં હોસ્પિટલમાં લોકો કડકાઈથી બોલતા હોય .લાફો મારી દેવા સુધી કરે એમાં આ કોણ એન્જલ આવી ગયો ..
'યાના નામ છે તારું બરાબરને ! હું અહીં નવો ડોક્ટર" આવનારે
યાના એ કહયુ.
" ને અહીંથી બહાર જવું છે "
"તો પછી તારે મારી સાથે.ફ્રેન્ડશીપ કરવી પડશે .. હું રોહન.
તારી સાથે મને બહાર જવુ ગમશે." રોહને કહ્યું .
હળવી વાતો કરતા કરતા રોહને યાનામાં એના માટે વિશ્વાસ જગાવવાની શરુઆત કરી. યાનાને એણે સમયસર દવા લેવાનું અને સહકાર આપવાનું શીખવ્યું. યાના હવે ધીરે-ધીરે રોહનનું માનવા લાગી. થોડા દિવસ પછી એકવાર યાનાએ જિંદ્દ કરી મને બહાર લઈ જાવ. રોહને આજે સ્પેશ્યલ પરમિશન લીધી અને પાગલ કરાર થયેલ પેશન્ટ સાથે પોતાના જોખમ પર ઞયો.
બહાર ગયા પછી યાના પોતાની યાદોં તાજા કરીરહી. રોહન ખૂબ ખુશ હતો કેમકે યાના સાજી થઈ રહી હતી . યાના સાથે રેસ્ટોરન્ટમાં બેસીને પીઝા વીથ જ્યુસ લીધા બાદ બન્ને કારમા પાછા ફર્યા. યાનાએ રોહનનો આભાર માન્યો. રોહને યાનાને દવા આપીને શાલ ઓઢાળી સૂવાનુ
કહ્યું. યાના સૂઈ ગઈ.
યાનાના કેસની હિસ્ટ્રીથી પરિચિત રોહન હવે એક પ્રયોગ કરવા જઈ રહયો હતો. આજે એણે યાનાને કહ્યું "યાના હું જાવ છું "
યાના એ કહ્યું "ક્યાં જાવ છો !"
રોહને કહયુ, "અમેરિક, હવે હું ત્યાં જોબ કરીશ. તું આમ સરસ રીતે રહેજે.
યાના ચમકી ગઈ "તમે જઈ રહ્યા છો !
રોહને કહયુ "યાના હું જાઉં છું "
રોહન આમ કહી હસીને યાનાની સામે જોયુ. રોહનને જતો જોઈ રહી યાનાથી થોડે દૂર ગયો ત્યારે સફાળી ચમકીને દોટ મૂકી યાનાએ
દોડીને રોહનના રસ્તાને રોકીને કહ્યું. ના જા રોહન મને એકલી છોડી ન જા.
કોઈ કશું સમજે એ પહેલાં બેભાન થઈ ગઈ હતી યાના. યાનાની વ્યથા ને આજે પહેલીવાર મોકળાશ મળીતી. આખી જીંદગી યસની રાહ જોવામાં વીતી ગઈ. પાગલ કરાર સાબિત થયેલ યાનાને રડવા દીધી રોહને. દવાઓના ઘેનમાં સૂતેલી યાના બહુ હળવી લાગતી 'તી.
રોહન ઓફિસમાં ટેબલ પર માથું ઢાળી સૂતો હતો. 'યાના ભાનમાં આવી ગઈ છે ડોક્ટર.' સાંભળતા જ સફાળો જાગી ગયો રોહન દોડીને
ગયો રોહન. યાના અચરજથી પોતાને અરિસામાંમાં જોઈ ચિડાઈ. મને આવા વાળની ચોટી કોણે કરી છે ! મારે ઘરે જવું છે ડોક્ટર.
ચમકવાનો વારો હવે રોહનનો હતો. યાના બધુ ભૂલી ગઈ હતી.એની
માનસિક સારવાર વખતની વાતો એના માટે શેષ હતી. યાનાના ઘરેથી એના માતા પિતા લેવા આવેલા એને.એની માએ એને એની પસંદના કપડાંપહેરાવ્યા. વાળ સરખા કરી આપ્યા અને બધાને બાય કરી યાના કારમાં બેસી તેની આગામી જીદઞી જીવવા પ્રયાણ કર્યું.
રોહન શૂન્યમનસ્ક થઇ બેઠો હતો. એની જીંદગી યાનાને સાજી કરવામા એટલી ઞૂથાઇ ગઈ હતી કે એ કશુ આગળ વિચારવા સક્ષમ નહોતો. પેશન્ટ નં ૨૬.... ચલો હવે સૂઈ જાવ.... રાત પડી ગઈ છે આ દવા લીધી ને.....હા આમ ....હમ ચલો શાલ ઓઢી લો જોઈ.... લાઈટ બંધ કરી
નર્સ. ચાલી ઞઈ. એક જીદગી સ્વસ્થ થઈને જીદગી ના મેદાનમાં ઉતરી રહી હતી... એક જીદગી પોતાની માનસિક નિયંત્રણ કોઈને આપી =ને ખુદ અંધકાર માં
વિલીન થઈ ગઈ.
