યાદો ૨૧ દિવસની : ૭
યાદો ૨૧ દિવસની : ૭


આજે લોક ડાઉન સમયથી દરરોજ કરી રહ્યો છું, તે સેનિટેશનની પ્રક્રિયા કર્યા બાદ અમે સહુ પરિવારજનો એ વરાળનો પ્રયોગ અજમાવી જોવાનું નક્કી કર્યું. આજના અનુભવથી કહી શકું છું કે આ લોક ડાઉન દરમ્યાન આપણે સહુએ ગરમ પાણી પીવાનો જ આગ્રહ રાખવો જોઈએ. કોરોનાના વાયરસ વરાળના તાપમાનને સહન કરી શકતા નથી એમ ન્યુઝ માધ્યમો દ્વારા મને જાણવા મળ્યું છે. ચાની કીટલીમાં થોડું પાણી નાખી થોડીવાર સુધી તેને ગરમ થવા દેવી ત્યારબાદ તેમાંથી જે વરાળ નીકળે તે મોં અને નાક વડે શરીરની અંદર લેવી. આંખનો પણ વરાળથી થોડો શેક કરી લેવો. આમ કરવાથી ત્યાં રહેલા વાયરસ મરી જશે. મેં આ પ્રયોગ કરી જોયો છે અને એકવાર તમે પણ કરી જોશો તો તેમાં કોઈ વાંધો નથી. બીજું કે થોડી થોડી વારે ગરમ પાણી કે ચા કોફી જેવા ગરમ પીણાં હું પી રહ્યો છું. અને ખરેખર કહું તો તેનાથી મને રાહત પણ મળી રહી છે. હું તો કહું છું કે જેમણે પણ હજુ સુધી ઠંડુ પાણી પીવાનું છોડ્યું નથી તેઓ સચેત થઇ જાય અને હવે પછીથી આ લોક ડાઉન દરમ્યાન મારી જેમ હુંફાળું પાણી પીવાનો આગ્રહ રાખે. સમય મળ્યે તો કીટલીનો પ્રયોગ પણ સમયાંતરે કરતા રહો. બસ સાવધ રહો... ઘરમાં રહો... સલામત રહો... એવી આશા સાથે મારી આજની યાદો પર વિરામ લગાવું છું.