Prashant Subhashchandra Salunke

Inspirational

3.5  

Prashant Subhashchandra Salunke

Inspirational

યાદો ૨૧ દિવસની : ૬

યાદો ૨૧ દિવસની : ૬

3 mins
194


આજે પણ સવારે વહેલા ઊઠી ઘરને સેનીટેશન કરવાની પ્રક્રિયા હાથ ધરી.

લોકડાઉન નિમિત્તે માત્ર ઘરમાં બેસી ન રહેતા આપણા પરિવારજનોની સલામતી માટે આ સેનિટેશનની પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે અને તેથી જ હું તેનો વારંવાર ઉલ્લેખ કરું છું.

આજે અમે સહુ પરિવારજનો એ એક નવતર પ્રયોગ કરી જોયો.

અમે સહુએ આજ સવારના નવ વાગ્યાથી કાલ સવારે નવ વાગ્યા સુધી આઈસોલેટ થઇ જવાનું નક્કી કર્યું. મતલબ પોતાને જે કંઈ જોઈએ તે વસ્તુઓ લઈને કોઈ એક રૂમમાં જતા રહેવાનું અને પુરા ચોવીસ કલાક ત્યાંજ રહેવાનું. હકીકતમાં આ આઈડિયા મારા ભાઈને સુઝ્યો હતો. જે અમો સહુએ હર્ષથી વધાવી લીધો હતો. આમપણ લોક ડાઉનના આ દિવસોમાં કંઇકને કંઈક નવતર પ્રયોગો કરતા જ રહેવા જોઈએ ને!

મેં પૂછ્યું, “ભાઈ, જમવાનું કેવું કરીશું?”

ભાઈએ કહ્યું, “હમમ... એક કામ કરીએ આમપણ નીચેના ઓરડામાં કોઈ રહે નહીં. તો તારા ભાભી નીચેના રસોડામાં રસોઈ બનાવી દેશે.”

મારી પત્ની દીપા બોલી, “હું પણ ભાભી જોડે તેમની મદદે રહીશ.”

મેં કહ્યું, “તો પછી આઈસોલેટનો મતલબ શો રહ્યો?”

ભાભી હસીને બોલ્યા, “ભાઈ, રસોઈ બનાવી લીધા બાદ અમે બન્ને જુદા જુદા ઓરડામાં જતા રહીશું.”

દીપા બોલી, “હા, અને બપોરે દોઢ વાગ્યાની આસપાસ તમે જે રૂમમાં હશો તેની બહાર તમને થાળી મળી જશે.”

મોટાભાઈ બોલ્યા, “જેણે તેણે પોતપોતાની થાળી જાતે જ ઘસીને બહાર મુકવાની રહેશે?”

વેદશ્રી બોલી, “મજા આવશે.”

વેદશ્રીએ કહેલા શબ્દોથી ચોંકી જઈને મેં કહ્યું, “બચ્ચું, તને એકલા રહેતા ફાવશે?”

ભાઈએ મક્કમતાથી કહ્યું, “હા... એ રહેશે. હાલની પરિસ્થિતિ જોતા આપણે મન મક્કમ કરી તેને ચોવીસ કલાક માટે આઈસોલેટ કરવી જ પડશે.”

વેદશ્રી મને બોલી, “કાકા, હું ટી.વી.વાળા ઓરડામાં રહીશ.”

દીપાએ કહ્યું, “ચિંતા ન કરશો, મારું તેની પર ધ્યાન હશે.”

આખરે અમે બધા છુટા પડ્યા. 

મેં આઈસોલેટ થવા માટે મારી સ્ટડી રૂમને પસંદ કરી હતી. એમપણ મને કેટલીયે પુસ્તકો વાંચવાની બાકી છે. કાલે લાયબ્રેરીની સફાઈ કરતી વેળાએ મળેલી પુસ્તક ઉદયન વાંચવાની મને તીવ્ર ઈચ્છા હતી. હું ફટાફટ મારા સ્ટડી રૂમમાં ગયો અને તેના બારણાને અંદરથી વાસી દીધું. સ્ટડી રૂમમાં દાખલ થવા પૂર્વે મેં પાણીની બોટલ, નાસ્તાનો પેકેટ જેવી કેટલીક જરૂરી વસ્તુઓ સાથે લીધી હતી. અને હા સેનીટેશન સ્પ્રે તો ખરું જ. એ ભાઈ કેવી રીતે ભૂલાય. આ લોક ડાઉન દરમિયાન ભૂલો ભલે બીજું બધું ખુદને સેનીટેશન કરવાનું ભૂલશો નહીં! અગણિત છે વાયરસ હવામાં એ વાતને ભૂલશો નહીં.

ખેર, મારી સ્ટડી રૂમની અંદર જઈ મેં બારણું વાસી દીધું. અમારા પરિવારજનોના બીજા લોકોએ પણ પોતપોતાની રૂમ પસંદ કરી તેમાં જતા રહ્યા હશે. હવે તેમણે શું કર્યું અને નહીં તેના વિષે તો કાલે જ ખબર પડશે. પરંતુ મેં ઉદયન નામની એક મરાઠી પુસ્તકનું વાંચન શરૂ કરી દીધું છે. અને હમણાં સાંજના છ વાગવા આવ્યા છે. ખરેખર કહું તો આ અઈસોલેટ રહેવાનો આઈડિયા હવે મને અકળાવી રહ્યો છે. એકલા એકલા રૂમમાં પડ્યા રહેવામાં ખૂબ કંટાળો આવી રહ્યો છે. જોકે મને ગમે એટલો કંટાળો આવે તોપણ હું મારા અને મારા પરિવારજનોની સલામતી માટે ઘરમાંથી બહાર પગ નહીં મૂકું. વિચારું છું કે આજે જલ્દી જ સૂઈ જઉં જેથી સવાર વહેલી પડે!

જોકે આજે જેટલો કંટાળો આવે છે એટલી જ કાલે મજા આવવાની છે. સહુ કોઈના આઈસોલેટ રહેવાના અનુભવો સાંભળવામાં સ્તો વળી! તમે પણ સહુ પોતપોતાના ઘરોમાં સલામત રહો એવી વિનંતી સાથે આજની યાદો પર પૂર્ણવિરામ લગાઉં છું.


Rate this content
Log in