STORYMIRROR

Kaushik Dave

Drama

2  

Kaushik Dave

Drama

યાદ પ્રિતમની

યાદ પ્રિતમની

2 mins
169

સખી.

હા.બોલ. સખી.

તને કંઈ યાદ આવે છે ?.

શેની ને કોની યાદ ? તું શું કહે છે ?

યાદ કર.

પણ શું ?

બસ એજ પ્રિતમ યાદ આવે છે ?

હેં.!.પ્રિતમ ?.હા.હા.બહુ સારો સંગીતકાર.ને એમનું બ્રહ્માસ્ત્ર આવવાનું છે.

સખી. તું આ શું કહે છે ?. હું સંગીતકાર પ્રિતમ નહીં .પણ પ્રિતમની વાત કરૂં છું.

યાદ આવે છે ?

ઓહ્ એમ વાત કરને. સવારે જોબ પર જાય પછી.હું તો સાંજે સાત વાગ્યે જ યાદ કરૂં.ને તું સખી.!

ઓહ્. મને તો યાદ આવે જ.

પણ અત્યારે ? સાંજ હજુ થઈ નથી.

હા.યાદ આવી. જોને પ્રિતમ પણ મને યાદ કરે છે.

એમ ? તને કેવી રીતે ખબર ?

જો એણે વોટ્સએપ પર એક ફોટો મોકલ્યો છે.એ ફોટામાં તારો પ્રિતમ પણ સાથે છે.

શું વાત કરે છે ? શેનો ફોટો છે ?.

બસ એજ ઓફિસ ટાઇમમાં બંને પાણીપુરી ખાવા બેઠા છે. એ પાણીપુરી ખાતો ફોટો મોકલ્યો છે.

ઓહ્. મારો પ્રિતમ તો પાણીપુરી ખાતો નથી.એમ એ કહે છે.

ના.ના.મારી પાસે ફોટો છે.

ઓહ તો સખી. આપણે હમણાં અડધા કલાકમાં જઈશું ?

ક્યાં ? પ્રિતમ પાસે !

હા. આ આપણે વાસણા પાસે. પ્રદિપની પાણીપુરી ખાવા. હમણાં એના આવવાની તૈયારી જ છે.

ઓહ્ ચાલો. ત્યારે.પણ. આપણા બંને ના પાણીપુરી ખાતા ફોટા સરસ પાડજે.ને હા. પાછળ ઓનેસ્ટ નું બોર્ડ દેખાવું જોઈએ.

ને એ ફોટા પ્રિતમને મોકલીશું. આપણે પણ કમ નથી. આપણે યાદ કરીએ છીએ. તો એ પણ આપણને યાદ કરે.તો ચાલો.પણ આ વખતે તો પાણીપુરી નો ખર્ચો હું કાઢીશ.બે વખત થી તેં કાઢ્યા છે.

રમુજ રમુજમા વાત થાય,પ્રિતમની પણ યાદ થાય.

આનંદમાં રહો.ખુશ રહો.

આનંદમ્ પરમ્ સુખમ્ બિના આનંદમ્ મહા દુખમ્


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama