MITA PATHAK

Inspirational

4.0  

MITA PATHAK

Inspirational

વ્યક્તિત્વ

વ્યક્તિત્વ

2 mins
342


આકર્ષણ સુંદરતાનું નહિ, વ્યક્તિત્વનું કરજો 

સુંદરતા તન પરની નહિ, મનની કરજો,

સન્મુખ અમીરીને નહિ, ભીતરની જોજો. 

ઝંખીને પામો, દિલના ઝરુખામાં માનજો. 

રંગ અને રૂપ એક ઉંમર સુધી સાથે આવે છે. પછી તો માનવીનો સ્વભાવ અને સારાઈ જ સાથે હોય છે. એની આવડત, હૂનર જ રંગત લાવે છે. 

શ્યામ તો ભગવાન પણ હતા. પણ તેનાથી તેમના જીવનમાં કોઈ ફરક ના પડ્યો. આજે પણ મારો શ્યામ, મારા કાળિયા કાનુડા એવું કહીને તેમને યાદ કરી પ્રાર્થના, પૂજન, ભકિત કરે છે. એટલે રંગ કાળો હોય કે ધોળો મન પવિત્ર હોવું જોઈએ. 

 ઉદાહરણ જેમકે.." દિવાળીબેન ભીલ" કેટલા શ્યામ હતા. પણ તેમના હુન્નરથી આજે પણ લોકો તેમના લોકગીતો સાંભળે છે. તેમને માન સન્માન આપે છે. અને યાદ કરે છે.

એટલે હંમેશા પોતાની જાત પર પ્રેમ અને ગર્વ કરો. રંગ ગમે તે હોય મનુષ્યરૂપી સૌંદર્ય જે ભગવાને આપ્યું તેનો આભાર માનો. બુદ્ધિ અને તમારામાં રહેલી શ્રેષ્ઠતાનો વિકાસ કરો સોદર્ય આપો આપ ખીલી ઉઠશે. 

  "વ્યક્તિ નહિ પણ તેનું વ્યક્તિત્વ રહી જાય છે,

  મળી જાય રાખમાં તોય સોડમ વિખરી જાય છે. 

  જીવન એવું જીવો અને છોડીને જાવ છાપ એવી કે,

  દેખાવ નહિ,હિકમત અને પ્રતિભા નામ કરી જાય છે." 

બે બહેનો જુડવા જન્મી પણ એક શ્યામ ને બીજી ગોરી કુદરતની કેવી લીલા જુઓ ! જાણે કંઈક સમજાવતી હોય જેણકે ચામડીના રંગ કોઈ માન્ય નથી રાખતા. એક સારુ જીવન જીવવા માટે,

નાનપણથી જવાની સુધી બધાનું ધ્યાન અને આકર્ષણ કેન્દ્ર ભૂરી પર જ રહ્યું. ભૂરી રૂપરંગ એટલે અપ્સરા જોઈ લો ! પણ તેને કંઈ જ આવડે ના, ના ખાવા બનાવતા કે ન તેની ભણવા હોશિયાર અને ઉપરથી ધ્યાન પણ ન આપ્યું. બીજ તરફ કાળી સાથે બિલકુલ વિપરીત વ્યવહાર થયો. પણ તેને તેના પર થતા વ્યવહારને ખૂબી બનાવતી ગઈ. તેને પોતાનું રૂપ કુદરત આપેલી દેન સમજી ને ખૂબ મનથી ભણવા પણ ધ્યાન આપ્યું અને ખાવાથી લઈને બધા જ કામમાં નિપુણ બની. ભૂરીના બધાના વખાણ સાંભળીએ તો, ખાલી તેને તેનું સૌંદર્યનાં થતા. પણ તેની બહેન આગળ તેના સોદર્યનું કોઈ જ મહત્વ ન હતું. કાળીએ તેને સમજાવી કે બહેન રંગરૂપ સાથે નહિ આવે, એક દિવસ એમાં પણ કરચલી પડવાની જ છે તેથી તું ભણવામાં અને કામમાં ધ્યાન આપ. ભૂરીએ આ જોઈને બધું શીખવાનો પ્રયાસ કર્યો. જમવાનું બનાવાથી માંડીને બધા જ કામ તેને કાળી જેવા જ આવડે તેવો ખૂબ જ પ્રયત્ન કર્યો. તો પણ થોડી કચાશ રહી ગઈ. ભૂરી રૂપાળી બહુ હતી પણ સાથે તેની વાણી થોડી તોછડી હતી. તે હમેંશા બે ડગલા પાછી રહી જતી કાળીથી. જ્યારે કાળી બોલે તો સરસ્વતીમાં સાક્ષાત બોલે તો મીઠી વાણી જ નીકળે. આમ કાળી પોતાના હૂનરથી અને વ્યક્તિત્વ પોતાની એક અલગ જ ઓળખ મળી હતી. જેમાં રૂપનું કોઈ સ્થાન ન હતું. ભૂરી પાસે રૂપ હતું તેથી તેના રૂપથી જાણીતી થઈ. જે જીવનભર સાથે ન આવ્યું...જ્યારે કાળીએ નામના અને પ્રસિધ્ધિ મેળવી અને પોતાની આગવી પહેચાન બનાવી જે અંત સુધી સાથે રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational