Aniruddhsinh Zala

Comedy Action Crime

4.7  

Aniruddhsinh Zala

Comedy Action Crime

વસુંધરાનું સૌદર્ય ને વીરતાનાં વહેણ - 22

વસુંધરાનું સૌદર્ય ને વીરતાનાં વહેણ - 22

4 mins
280


હવે વીરધવલ પ્રવેશ કરે છે પ્રણામ કરી ઊભો રહે છે નતમસ્તક.

સેનાપતિ પૂછપરછનો દોર હાથમાં લેતા કહે છે, 

" વીરધવલ રાત્રે કુંવરની અંગરક્ષક સૈન્ય ટુકડીનાં તમે મુખ્ય સરદાર હતાં. તો આ બાબરસિંહ ગુમ છે. તે સૈનિકને રાત્રે તમે ક્યારે આખરીવાર જોયેલો ?"

વીરધવલ કહે, "સેનાપતિજી કુંવર માટે મહેલમાં મેં ચુનંદા વિશ્વાસુ સૈનિકોની ટુકડી તૈયાર કરેલા આપના આદેશ મુજબ. અને બધાને મહેલનાં દરવાજાની અંદર બોલાવી મેં સૂચનાઓ આપેલ વ્યક્તિગત દરેકનો પરિચય પણ કરેલ તે સમયે મારી બાબરસિંહ સાથે વાત થયેલી. ત્યારબાદ તો એ તમામને અલગ અલગ મુખ્ય નાકા પર મોકલી દીધેલા છાવણીમાં થતી હલચલની ભાળ મેળવવા. અને વળતી વખતે તો વિહલો કહીને ગયેલો કે બાબરસિંહને હું લઈ જાવ છું મહેલમાં રાજમાતાનાં કામ માટે. એટલે ઈ બેય ચલમનાં બંધાણી હોવાથી તેમને જવા દીધેલા.." બસ એટલું જ હું જાણું છું. અને મારી જવાબદારી હતી તેમાં ક્ષતિ થઈ તે બદલ જવાબદારી સ્વીકારી અંગરક્ષકના સૈન્ય ટુકડીનાં મુખિયાના પદેથી મને હટાવી દેવાની વિનંતી કરું છું."

કુંવર બોલ્યાં, "ના ના વીરધવલ તમે જ તમારાં હોદ્દા પર કાયમ રહેશો ભૂલ તો દરેકથી થાય. પણ આ સમય આપણે સાવચેત થઈને તે મહેલના દુશ્મનને ગોતવાનો છે. સાથે બાબરસિંહને પણ શોધવાના છે."

સેનાપતિ કહે, "તો રાજમાતાં મહેલમાં પહેલાં ખૂણેખૂણો જોવા માટે પરવાનગી આપો અને મહેલમાં વસનાર જે દોષિત લાગે તેની પૂછપરછ કરવાની અને જરૂર પડે બંદી બનાવાની પરવાનગી આપશોજી."

રાજમાતા કહે, "આપ સેનાધ્યક્ષ છો. અને સન્માનનીય છો. આપને પરવાનગીની જરૂર નહીં."

વિહલો વચમાં બોલ્યો, "હવે નાના મોઢે એક વાત કહું છું, રાજમાતા મારી ભૂલનો પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો મને. હું વિહલો પગી એ બાબરસિંહના વેશમાં આવેલ ઈ મને છેતરનારને નહીં છોડું તેનાં પગ જ્યાં હશે ત્યાંથી પગેરું મેળવી ગોતી શકીશ."

 કુંવર કહે, " ઉત્તમ વીહલા બહુ સરસ ઉપાય ચાલો સેનાપતિજી ઢીલ કરવાં જેવી નહીં પગેરું મેળવીએ.. " સેનાપતિ ઊભા થયા ને બોલ્યાં,

" વીરધવલ તમે ખાસ સૈનિકોને લઈને મહેલનો ખૂણે ખૂણો તપાસી લો. "

પછી બધા ગયાં મહેલની બહાર વીહલા પગી સાથે. વિહલો મોજીલો હતો પણ પગેરું મેળવવામાં તે અનુભવી હતો. અને એટલે જ તેનાં બાપ દાદા પગી તરીકે ઓળખાતા હતાં.

 આ તરફ ચાંદ પણ ખુબ ચાલાક હતી તેણે મોજડી તે સૈનિકની પહેરી હતી. એટલે વિહલો પગેરું ન મેળવી શકે તે માટે. અને છુપાવેલ દોરડુંં તરત જ તેણે બારીમાંથી દૂર ફેંકી દીધું.

આ તરફ વિહલો ગયો જે જગ્યાએ રાતે પેલો સૈનિક ઊભો હતો. પછી ત્યાંથી પગેરુ મેળવતો મેળવતો પેલી જુની ઓરડી તરફ ગયો. પાછળ કુંવર ને સેનાપતિ હતા. સૈનિકોએ તે ઓરડી ખોલતા જ બોલ્યાં,  

"સેનાપતિજી બાબરસિંહ મળી ગયાં. અહીં બંધનમાં છે. "

સેનાપતિ ખુબ ગુસ્સામાં જોયું તો બાબરસિંહને મોઢે બરાબર ડૂચો મારી કસીને બાંધેલ હતા. તેને બંધનમુક્ત કરવામાં આવ્યો. બધાને આશા કે આની પાસેથી કાંઈક માહિતી મળશે પણ બાબરસિંહે તો કહ્યુ, 

"માફ કરશો મને હુ થોડો દૂર ગયેલો તો અચાનક પાછળથી હુમલો કરી કોઈકે મને બેહોશ કરી બંધનમાં નાખેલો હોશ આવતાં જ અહી પડયો હતો."

પણ વિહલો બોલ્યો, "હજી એક પગેરુ મેળવવાનું બાકી છે. આ મારો બેટો આને બાંધનારો દુશ્મન ક્યાં ગયો એ પગલાં જોઈએ તો એ પગલા મહેલની પાછળ ઝરુખા તરફ જતાં હતાં. અને ત્યાં બાબરસિંહની મોજડી મલી.

  ચતુર સેનાપતિ સમજી ગયા કે ઝરુખા પર કોઈ દોરડેથી ચડ્યું હોય તેમ લાગે છે. તે બોલ્યા, 

 "વાહ વિહલા દુશ્મનને શોધવામાં તે ખુબ મદદ કરી હવે તારી ભૂલ માફ કરવામાં આવે છે.

વિહલો ખુશ થઈને કુવર પાસે જઈ મનોમન હસવા લાગ્યો. કુંવર પણ ખુશ થયા તેના પર.

સેનાપતિએ કહ્યુ, "વિહલા હવે પછી ચલમ ઓછી કરજે હો. નહીતર હવે બીજીવાર નહી છોડુ ભૂલ થાય તો."

વિહલો કહે, "સમજી ગ્યો સેનાપતિજી જેને તમારા જેવા શુરવીરની ધમકી મળે ઈ ચલમ સામુ જોઈ પણ ન શકે.."

કુ્ંવર હસવા લાગ્યા કહે, "વાહ સેનાપતિ તમ તો મારા મિત્રને સુધારી દીધો.

પણ પેલા દુશ્મનને કેમ પકડીશું ?"

સેનાપતિ કહે, "કુંવર દુશ્મન મારી નજરમાં જ છે. ચિંતા ન કરો આ મહાવિરસિંહની બાજ નજરથી કોઈ બચી ન શકે."

કુંવર નવાઈથી કહે, "તો મહાવીર કાકા ચાલો ને પકડીએ તો જાણવા મલે કે ષડયંત્રનું પગેરુ કેમ મહેલમાં ?"

ત્યાં તો એક સૈનિક મોટું દોરડું લઈ આવ્યો. ને કહે,

" સેનાપતિજી આ મહેલની બહાર લાંબુ દોરડુંં મળ્યું છે."

 સેનાપતિ દોરડું જુવે છે ને પેલા બાંધેલ બાબરસીંહને તે દોરડું બેય એક સમાન હતા ઉપર ઝરુખો હતો.

 સેનાપતિ વિચારે છે કે, "આ એક જ વનવાસી યુવતી આટલા ઊંચા મહેલથી નીચે લટકી ઉતરીને ચડી શકે. મહેલના દાસ દાસી અને રક્ષક સૈનિકો ખુબ જ વિશ્વાસુ હતાં. એટલે આ વનવાસીને કેદ કરીને જ સત્ય બહાર લાવવું પડે."

 મનમાં કુંવર સામુ જોઈ ફરી વિચાર કર્યો કે, કુંવર આ વાત નહીં માને પણ કઠોર બની વાત સાચી જાણ્યા પછી માનશે."

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Comedy