Varsha Bhatt

Inspirational

2  

Varsha Bhatt

Inspirational

વર્ષો બદલતાં રહેશે પણ

વર્ષો બદલતાં રહેશે પણ

1 min
48


વર્ષ તો બદલતાં રહેશે...પણ ખુદને બદલતાં શીખો.......

આજે નવાં વર્ષની શરૂઆત થઈ. વરસો, તારીખ, દિવસો તો બદલતાં રહેશે પણ જ્યાં સુધી તમે પોતાનાં ખુદમાં બદલાવ નહી લાવો ત્યાં સુધી કોઈ મતલબ નથી.

સમાજમાં બે પ્રકારના લોકો હોય છે. એક પોતાનાં, એટલે કે ખુદ માટે જીવતાં હોય છે. દુનિયા જાય તેલ પીવા, તેને કોઈની સાથે મતલબ નથી. બસ પોતાનું ભલું થવું જોઈએ. આવાં માણસો કયારેય કોઈને મદદ કરતાં નથી. પોતાને લાભ ક્યાંથી થાય એ જ ફિરાતમા હોય છે. જયારે બીજા લોકો એવાં હોય છે. જે હંમેશા બીજાની મદદ માટે તત્પર હોય છે. આવાં લોકો પોતાની પાછળ એક અલગ જ સુવાસ છોડતાં જાય છે. રોજનાં માત્ર થોડાં રૂપિયા કમાતા પોતાની બચતમાંથી મોટી શાળા બનાવી. એક આદિવાસી મહિલા તુલસીજી એ જંગલમાં સૌથી વધારે વૃક્ષો વાવવાનો રેકોર્ડ કર્યો. આમ અમુક લોકો બીજાને આપવા માંટે હંમેશા રેડી રહેતાં હોય છે.

તો નવું વર્ષ આવા ઉદાહરણોમાંથી આપણને એક નવી પ્રેરણા આપે છે. કચ્છની સામન્ય રબારી મહિલા પાબી બેન કચ્છી ભરત કામ કરી લાખો ગ્રામ્ય મહિલાઓને રોજીરોટી આપે છે.આવા તો ઘણાં ઉદાહરણો છે. તો ચાલો, આજે નવાં વર્ષે આપણે પણ એક પ્રતિજ્ઞા લઈએ કે હું મારા પરિવાર માટે, મારા દેશ માટે એવું કંઈક કરીશ કે જેમા લોકો મારા ગયાં પછી પણ મને યાદ કરે !

સાહિત્ય એ આપણી મહામુલી ધરોહર છે. આ સાહિત્યની સેવા કરી હું મારી જાતને ધન્ય માનું છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational