રચનાઓ મીના શાહની

Romance Inspirational

3  

રચનાઓ મીના શાહની

Romance Inspirational

વરસ પહેલાંની એ પળ

વરસ પહેલાંની એ પળ

2 mins
145


 તે દિવસે કામેશ ટેન્શનમાં આવી ગયો હતો. કેવી એ કમનસીબ પળે સૂઝ્યું બાજુવાળા માસીને મળવા જવાનું. ઘર છોડીને જતો હતો તો વળી મનમાં થયું, ચાલ માસીને પગે લાગી આવું. આ માસી ખૂબ પ્રેમાળ અને હરખધેલા. બસ તેને નીકળવા જ ન દીધો. આટલું ખાઈને જા. ભગવાનને આટલું ભજીને જા. અને વાતો ના વડા. પાંચ મિનિટ મળવા ગયો હતો ત્યાં 25 મિનિટ બગાડી નાખી. છોગામાં ટ્રાફિક. આ સમયે કોઈ દિવસ ટ્રાફિક ના હોય પણ આજે ખબર નહીં. કોઈ એકસીડન્ટ થયો લાગે છે. ઊંચો નીચો થતો હતો. ફ્લાઇટ મિસ થવાનો ડર. મન ક્ષુબ્ધ થઈ ગયુ હતુંં. સારૂ હતુંં ઓનલાઇન બધું ચેકિંગ વગેરે કરી લીધું હતુંં. સાડા ત્રણનુ ફ્લાઇટ હતું અને ત્રણ તો ટ્રાફિકમાં જ થઈ ગયા. કલાક નો રસ્તો કાપતા ત્રણ કલાક ઉપર સમય થયો. 

 આ ગવર્મેન્ટ, ના તો રસ્તા બરાબર ના તો ટ્રાફિક નિયમન. 

એરપોર્ટ આવ્યું અને બેગ લઈને ભાગ્યો પણ નિષ્ફળ. પ્લેન ચૂકી ગયો. ઓહ એ કમનસીબ પળ. નિરાશ થઈને બીજી ફ્લાઇટ બુક કરવા ગયો. પરંતુ કાલની ટિકિટ મળી. શું થાય. એરપોર્ટ ની બાજુમાં જ એક હોટલમાં રૂમ લીધો. નીચે ડાઇનિંગ હોલમાં ગયો. સામેની ખુરશી પર એક યુવતી બેઠી હતી. સ્મિતની આપ-લે થઈ. તેણી પણ ખૂબ નર્વસ હતી. વાતચીત કરતા ખબર પડી તેનું નામ નીલીમા હતુંં. તે પણ ફ્લાઈટ ચૂકી ગઈ હતી. યોગાનુયોગ બંને બીજા દિવસે એક જ ફ્લાઈટમાં જવાના હતા.

આખો દિવસ હોટલમાં નીચે બેસીને બંનેએ સમય પસાર કર્યો. એક જ ફ્લાઈટમાં વાતો કરતા કરતા ગયા. ફોન નંબરની આપલે થઈ અને એકબીજા સાથે સંપર્કમાં રહેવા લાગ્યા. એકાદ વર્ષની મૈત્રીનું પરિણામ પ્રેમમાં પરિણમ્યું. અને આજે કામેશ વિચારતો હતો માસી ને મળવા જવાની એ પળ કેટલી સુભગ થઈ. જે પળ ને કમનસીબ કહેતો તે તો જીવનની સુંદરતમ પળમાં ફેરવાઈ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Romance