રચનાઓ મીના શાહની

Inspirational Others

2.3  

રચનાઓ મીના શાહની

Inspirational Others

દહન કોનું ?

દહન કોનું ?

2 mins
12


"સ્મિતા હું સાંજે આવું ત્યારે તૈયાર રહેજે. જુના ઘરે મમ્મી પપ્પાએ બોલાવ્યા છે. હોલિકા દહન માટે જવાનું છે. ત્યાં જ રોકાશું અને ધુળેટી રમીને પાછા આવશું." નીતિન કહીને ઓફિસ ચાલી ગયો. ઓહ કેટલું વિચાર્યું હતું. આ હોળી ધુળેટી માટે. સખીઓ સાથે સાંજે બહાર જવાનો પ્લાન હતો. આવતીકાલે લોનાવાલા ધુળેટીનો પ્રોગ્રામ છે. પણ આ નીતિન. બસ એક જ વાત. મમ્મી પપ્પા ભાઈ પાસે જવાનું. તહેવાર ત્યાં જ મનાવવાના. ત્રણ વર્ષથી પોતે મલાડમાં રહે છે. સાસરીયા તો મુલુડ રહેતા. લગ્ન કરીને ત્યાં જ ગઈ હતી. પછી જગાના અભાવે અને ઓફિસ નજીક પડે તેથી તે અને નીતિન મલાડ શિફ્ટ થયા. પણ દરેક તહેવાર તો જાણે મુલુંડ જ ઉજવવાનો. દરવર્ષે ત્યાં જતા. પણ આ વર્ષે મન જરા ખાટુ હતું. સાસુ-સાથે મન દુઃખ થયું હતું. બસ આજે તો હોલિકા દહન હું અહી જ કરીશ.

સાંજે નીતિન આવ્યો ત્યારે મીતાએ જીદ જ પકડી. આજે તો અહીં જ રહેવું છે. નામરજી છતાં નીતિન માની ગયો. સાચે જ મજા આવી. હોલિકા દહન પછી બહાર જ જમીને ઘરે આવ્યા. ખુશ હતી.

ત્યાં જ નીતિન તૈયાર થઈ પાછો બહાર જવા લાગ્યો." ક્યાં જાય છે ?"

" મમ્મી પપ્પા પાસે. નાનપણથી મેં ત્યાં જ પ્રગટેલ હોળી પાસે પ્રાર્થના કરી છે. અને તેઓ સાથે રંગોનો આનંદ પણ માણ્યો છે. મારે જવું જ પડશે." મીતા સાંભળી રહી.

 યાદ આવી પોતાની નાનપણની હોળી. મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે કેટલો આનંદ હતો. હવે તો વડોદરા જઈ ના શકાય. પણ નીતિનને તો મા-બાપ નજીક છે. તેને શા માટે અટકાવવો ? મીતાને પસ્તાવો થયો. સ્વતંત્રતાના ભૂતનું દહન થયું." ઊભો રહે હું પણ આવું છું." નીતાએ કહ્યું અને જીદ તેમજ રાગદ્વેષનું દહન કરી ચાલી નીકળ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational