રચનાઓ મીના શાહની

Tragedy Inspirational Others

4.5  

રચનાઓ મીના શાહની

Tragedy Inspirational Others

ખુશનસીબ?

ખુશનસીબ?

3 mins
23


 નીનાએ આંખ ખોલી.. તેની આજુબાજુ બધા લોકો વીંટળાઈ ઊભા હતા. બે દિવસથી તેણી પથારીમાં પડી રહીને બધાની વાતો સાંભળતી હતી. હરેક જણ તેની સરાહના કરતું. ખરેખર ખૂબ નસીબદાર. શૂન્યમાંથી સર્જન કર્યુ છે આણે તો. આજે તો તેણી પાસે બધું જ છે, ગાડી, ફ્લેટ, દીકરો વહુ બધુ જ હાજર છે, પણ પરણીને આવી ત્યારે એક નાનકડી રૂમમાં સંસાર ચાલુ કર્યો હતો. પતિ સીધોસાદો નાની નોકરી કરવાવાળો પરંતુ નીના મજબૂત મનની ભવિષ્યના સપના જોવાવાળી અને તેને પુરા કરવાવાળી સ્ત્રી હતી લોકોની સાડીના ફોલ બીડીંગ કરી તેણે પતિની કમાણીમાં ઉમેરો કર્યો. બાદમાં નાના પાયે સિલાઈવર્ક શરુ કર્યુ. બે બાળકો થયા તેમને સારુ ભણતર આપવા નાણાંની ખેંચ પડવા લાગી ..તેણે બંને બાળકોને સાચવીને, ઘરના સર્વ કામ કરી સાથેસાથે ફેશનડીઝાઈનીંગનો કોર્સ કર્યો. શરુમાં તેનું નામ જમાવવામાં ખૂબ મહેનત કરવી પડી, પછી તો ગાડી ચાલી પડી. એક મોટું બુટિક ખોલ્યું બાળકો સારી રીતે ભણીને સેટલ થઈ ગયા.. દીકરો મોટી કંપનીમાં મેનેજર છે અને દીકરી પરણીને અમેરિકા સેટલ છે. પતિ અને બાળકોના કહેવાથી તેમ જ પોતાને પણ લાગ્યું જીવનમાં ખૂબ કામ કર્યુ હવે આરામ કરુ કઈક જીવન માણું તે વિચારથી બધું કામકાજ બંધ કર્યુ. હવે તે મુક્ત હતી શરૂમાં ચાર છ મહિના તો તે ખૂબ ખૂબ ખુશ હતી. જુના સંબધોને તાજા કરવા હરેકને મળવા લાગી પરંતુ પચીસ વર્ષના અંતરાલ બાદ થતા મિત્રો કે સંબધી સાથેના મિલનમાં તેને સ્નેહ અને આદર મળતો પણ આત્મિયતા નહી. વચ્ચેના સમયગાળામાં અલિપ્ત રહેવાથી કોઈની પણ જુની નવી વાતોમાં પોતે સહભાગી નહોતી થઈ શકતી. મન ખોલીને વાત કરવાની છૂટ નહોતી કેળવી શકતી.. દીકરી તેને જીવન માણવા સમજાવતી પણ શું માણે ? કોની સાથે ? પતિનો સાથ હતો પણ તે પોતાની નોકરીમાં મસ્ત. નીના કહે ત્યાં જાય પણ સામેથી કોઈ જ ઉમંગ ન જતાવે. નીના વિચારી રહી કામ બંધ કરીને મેં સારુ કર્યુ કે ખોટું ? આયખાના અમૂલ્ય વર્ષો મે ફક્ત કામ જ કર્યુ જવાબદારી બધી જ નિભાવી પણ ખુદ મારા માટે કંઈ જ ના કર્યુ ના કોઈ શોખ વિકસાવ્યા,ના કોઈ ગાઢ સંબંધ કેળવ્યા અને ઊતરતા પડાવે આ એકલતા.

હું નસીબદાર છું ખરી ? મશીનની જેમ કામ કરીને મારી જવાબદારી પાર પાડી શકી. ખુશ..પણ મારા મનને કઈ રીતે મનાવું ? જ્યારે મારી આસપાસની ગૃહિણી જીવન પસાર કરેલી સ્રીઓ મારી સરાહના કરે છે ત્યારે મને તેમની ઈર્ષ્યા થાય છે. તેમણે ઘર સંભાળીને બાળકો મોટા કર્યા પરંતુ તેમની વાતોમાં જે આત્મસંતોષ છે, પરિપૂર્ણતા છે, તે મારામાં નથી. સમય સાથે જે બદલાવ તેમના વિચારોમાં વર્તનમાં આવ્યો છે અને સાહજીકતાથી અપનાવી શકે છે તે હું નથી કરી શકતી. ઊતરતા પડાવે તેને પોતાના વખાણ નહીં હૂંફ જોઈએ છે. બધું સેટ કરવામાં તેના શોખ, ગમા અણગમા, તેની ભાવનાઓ, લાગણીઓ બધું જ વિસરાઈ ગયું અને હવે ઘરના દરેક સભ્યોને તો કલ્પના જ નથી કે તેની કોઈ ઈચ્છા અધૂરી છે, કોઈ શોખ પૂરા નથી થયા. તેની અપેક્ષા છે કોઈ તેને સાચવે તેની ઈચ્છા પૂછે લાડ લડાવે,પૂછે તારૂ શું મન છે.. તેના પતિ બાળકો સ્વજનો દરેક માને છે નીના તો સુખી જ છે અને સક્ષમ છે. અને એ કશું જ કહી નથી શકતી, સમજાવી નથી શકતી.. ખબર નથી પડતી તે ખુશનસીબ છે ખરી ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy