વૃક્ષ વિનાની વસુંધરા
વૃક્ષ વિનાની વસુંધરા
"વૃક્ષો વાવો
વરસાદ લાવો. "
આ પંક્તિ આપણે સૌ સાંભળી છે. અને વાંચી પણ છે. બસ તેનો અમલ થતો નથી. આ વાત છે એક ગામની. ગામનું નામ લીલેર. જ્યાંની ધરતી પર જઈએ એટલે પ્રકૃતિ સિવાય કશું જોવા જ ન મળે.
ગામના લોકો પણ ખૂબ જ પ્રકૃતી પ્રેમી. ગામનું કોઈ વ્યક્તિ બહાર જાય એટલે ગમે ત્યાંથી વનસ્પતિ, ફૂલ, ઔષધિ વગેરે લેતા જ આવે. બહાર ગામથી આવનાર વ્યક્તિ તો જોઈને આશ્ચર્યચકિત જ થઈ જાય.
એક દિવસ મોટો ઉદ્યોગપતિ તે ગામમાં આવ્યો. તે આ પ્રકૃતિ જોઈ આનંદિત થઈ ગયો. તેને થયું કે અહીં જો કોઈ કંપની સ્થાપિત કરવામાં આવે તો લોકોને આકર્ષિત કરી શકાય. તેણે ગામલોકોને રૂપિયાની લાલચ આપી ગામની અમુક જમીન ખરીદી લીધી. અને તેના પરના વૃક્ષો કાપી નાખ્યાં. તેને જોઈ બધા ઉદાસ થઈ ગયા. વૃક્ષો વિનાની આ ધરા જિણે સાવ ઉજ્જડ થઈ ગઈ.
" વૃક્ષો થકી છે પ્રકૃતિ
પ્રકૃતિ થકી છે જિંદગી. "
