વન
વન
આ વેકેશનમાં "રિક્તા" એ ફરવા જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. રાત્રે જમ્યા પછી સહુ સાથે. ચર્ચા કરી રિક્તા એ કહ્યું.
"આપણે સહુ એ 'દેવગઢ બારિયા'ના વન વિભાગની મંજૂરી
મળી ગઈ હોવાથી શુક્રવારે સવારે ત્રણ દિવસ માટે ત્યાંના કોટેજમાં રહેવા, માણવા અને ફરવા જવાનું છે. ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. એક નવી જગ્યા એ ફરવા જવાના પ્રોગ્રામ ના આયોજને બાળકોમાં ખૂબ ઉત્સાહ લાવી દીધો. પોતાના રમવાના સાધનો, કપડાં ઓ તેમજ નાની મોટી વસ્તુ ઓ સમેટવા લાગ્યા. રાજે રિક્તા પાસે આવી કહ્યું, "તું ખરેખર ખૂબ સારી પત્ની છે અને સફળ "માતા" પણ. હું ખૂબ નસીબદાર છું રિક્તા રીઅલી થેન્ક્સ લોટ ફોર એવરીથીંગ્સ.
