વિવાહ
વિવાહ
અષાઢ મહિને જાણે કમોસમી એવા ઘડિયા લગ્ન લેવાયાં. મનેકમને બધી તૈયારીઓ થઈ ગઈ. આજની વરસાદી રાત સુરભીની પોતાના પ્રિયતમની સાથેના મિલનની પ્રથમ રાત હતી. રાહુલ સાથે વિવાહ કરવા, ઘર અને સમાજ સામે લડવા-ઝગડવામાં સુરભીએ પુરા ચાર વર્ષ કાઢ્યા. આ ચાર વર્ષ તેણે રાહુલ સાથેનો વિયોગ વેઠયો હતો.
ઢોલ-શારણાઈઓના અવાજોથી ઘર ગુંજી ઊઠ્યું. શમણાંઓના મંડપમાં કોડભરી કન્યાએ પ્રીતમ સાથે સપ્તપદીના ફેરા લીધા. કન્યાવિદાય સમયે સુરભીના મનમાં માવતર છોડયાના દુઃખ કરતા પિયુ મિલનનો આનંદ વધુ હતો. વરઘોડિયા ડેલીએ પોંખાયા. જરૂરી વિધિ પતાવ્યા પછી લગ્નમંડપમાંથી સુહાગની સેજ પર બેઠેલી સુરભી પિયુની યાદમાં ખોવાયેલી હતી.
સહસા એક પરિચિત ઓળો એના તરફ વધ્યો અને તેની ચીસ ઢોલનગરાના અવાજોમાં દબાઈને રહી ગઈ.
