વિતી ગયેલી જીંદગી
વિતી ગયેલી જીંદગી
દિવાળી એટલે ઘરની સફાઈ કરવાના દિવસેા. દિવાળી પહેલાંના પંદરેક દિવસ પહેલાં માળિયુ સાફ કરતાં થોડા ફોટોગ્રાફ હાથમાં આવ્યા. જે જોઈને માળિયું સાફ કરવાનું છોડીને હું ફોટા જોવા લાગી.
એ બધા ફેાટાઓ જોડે કેટકેટલી યાદો જોડાયેલી હતી. એમાં મારા પ્રેમાળ સાસુ હતા, કે જેમને મને સગી દિકરીથી પણ અધિક પ્રેમ આપેલો. મારી નાની દિકરીને તેડીને ઊભા હતા. મારા દિયર દેરાણી જેે અત્યારે અમારાથી માઈલો દૂર કેનેડામાં હતા. જયારે તેઓ કેનેડા જવાના હતા એના થોડા દિવસ પહેલાં અમે બંને જણાં કેટલું બધું રડેલા ! અમારી ઈચ્છા જુદા પડવાની હત જ નહીં. પરંતુ દિયરને કેનેડામાં ઘણી સારી તક મળતી હતી. મારી નાની દિકરી હવે તો કેાલેજમાં આવી ગઈ હતી. સાસુ એ પણ આ દુનિયામાંથી વિદાય લીધી હતી.
મને આ ફોટાઓ જોઈ થતું કે ભગવાન એ દિવસો પાછા આપે તો કેટલું સારુ ! જીંદગી જાણે કે બહુજ જલ્દી વિતી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. આ તસવીરો જોઈ મને એક પંક્તિ યાદ આવી ગઈ, "જીંદગી વિતી જશે, અફસોસ કેવળ રહી જશે, વિતી ગયેલી જીંદગી પણ તસવીરો માં બોલશે. " સમય કયાં પસાર થઇ ગયો એ ખબરજ ન પડી. સાંજ થવા આવી હતી અને હું ફોટાઓ પાછા મૂકતા વિચારી રહી હતી કે કાશ, "વિતેલી જીંદગીના એ દિવસો પાછા આવે તો કેટલું સારુ ! "
કુટુંબના જુના ફોટોગ્રાફ જોઈ થતી ભાવના.