વિશ્વાસથી સફળતા
વિશ્વાસથી સફળતા


પ્રાચીન સમયની વાત છે. કોઈ ગામમાં મંદિરમાં એક સંન્યાસી સાધુ રહેતા હતા. તે પોતાના મંદિરમાં ભગવાનની સેવા ખૂબ જ વિશ્વાસથી કરતા હતા. તેમને ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી. તેમના વિશે કહેવાતું કે તે જ્યારે પણ નૃત્ય કરે ત્યારે ત્યારે તે ગામમાં ખૂબ જ વરસાદ થતો હતો. સાધુથી ગામના લોકો પણ ખૂબ જ ખુશ હતાં. જ્યારે પણ ગામમાં વરસાદની જરૂર હોય ત્યારે તેઓ સાધુ જોડે જઈને પોતાની વાત કરતા. અને સાધુ નૃત્ય કરે એટલે તરત જ વરસાદ થવા લાગે. અને લોકો ખુશ થઈ જતા.
એકવાર ઉનાળુ વેકેશનમાં એક દિવસ તે ગામમાં શહેરમાંથી 8 કે 10 યુવકો ગામમાં આવ્યા. ગામના કેટલાક તેમના મિત્રોએ આ સાધુ વિશેની વાત કરી. શહેરના યુવકો આ વાત માનવ તૈયાર ન હતા. તે કહે કે આવું કંઈ ના હોય. જ્યારે યુવકો માન્યા નહીં તો તેમને સાધુ જોડે લઈ ગયા. ત્યારે યુવકોએ સાધુને વરસાદ વિશેની વાત કરી. તો તેમને પણ હા પાડી.
ત્યારે યુવકોએ કહ્યું કે જો નૃત્ય કરવાથી વરસાદ થતો હોય તો અમે પણ નૃત્ય કરીએ. અને જોઈએ કે વરસાદ થાય છે કે કેમ ? ત્યારે તે યુવકો વારાફરથી નૃત્ય કરવાનું શરુ કર્યું. પહેલો યુવકે 10 મિનિટ નૃત્ય કર્યું. બીજાએ 15 મિનિટ કર્યું. આમ બીજા બધા જ યુવકો વારાફરથી નૃત્ય કરવા લાગ્યા. પણ વરસાદ થયો જ નહિ.
હવે સાધુનો વારો હતો. બધાની આશા તેમના પર બંધાઈ હતી. તેમને ગામના લોકો સામે નૃત્ય કરવાનું શરૂ કર્યું. 1 કલાક થયો પણ વરસાદ ના આવ્યો. તો સાધુએ જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી નૃત્ય કરવાનું શરૂ જ રાખ્યું. આમને આમ આખો દિવસ પસાર થઈ ગયો. અને સાંજ પડવા આવી ત્યાં તો આકાશમાં કાળા વાદળો થવા લાગ્યા. કાટકા વિજળીઓ થવા લાગી. અને થોડી જ વારમાં જોરદાર વરસાદ થવા લાગ્યો. આ જોઈને શહેરના યુવકોને ખૂબ જ નવાઈ લાગી. અને તે સાધુના પગમાં પડીને આશીર્વાદ લેવા લાગ્યા.
યુવકોએ સાધુને તેમના આ ચમત્કાર વિશે પૂછ્યું. તો સાધુએ કહ્યું કે 'આ ગામના લોકોનો મારા પર ખૂબ જ વિશ્વાસ છે . અને મને મારા ભગવાન પર વિશ્વાસ છે. અને તેમાં પણ હું ત્યાં સુધી નૃત્ય કરું છું કે જ્યાં સુધી વરસાદ ના આવે. હું નૃત્ય કરતી વખતે સમયને જોતો નથી.'
આમ, જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ. અને તે કામમાં વિશ્વાસ પણ હોવો જોઈએ.