STORYMIRROR

Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

વિસામો

વિસામો

2 mins
270

બહું મોટું નહીં પણ નાનાં એવા ગામનાં પાદરમાં 'વિસામો' બંગલો હતો. રઘુનાથ દાદા, રેવાબા, તેના બંને દીકરા સંજય અને સનત, તેમની પત્નીઓ અને છોકરાઓથી ખિલખિલાટ કરતો પ્રેમાળ પરિવાર હતો. 

સંજય અને સીમાને એક દીકરો મલય હતો. તે હંમેશા અમેરીકા જવાનાં સપનાં જોતો. અને અભ્યાસ પૂરો થતાં જ તે અમેરીકા જતો રહ્યો. સંજય અને સીમાએ દીકરાની ઈચ્છા માટે જવા દીધો. મલયે ત્યાંજ તેની સાથે કામ કરતી રોઝી સાથે લગ્ન કરી લીધા. ઘરનાં બધા બહુ દુઃખી થયા પણ દીકરાની ઈચ્છા સ્વિકારી લીધી. 

 રોઝી ખૂબ જ લાગણીશીલ હતી. કુંટુંબ, પ્રેમને માન આપતી. ભારત અને ત્યાંનાં સંયુક્ત કુટુંબ વિષે તેણે ઘણું સાંભળેલું તેણે એક દિવસ મલયને ભારત પોતાનાં ઘરે જવા જિદ કરી. તો મલય બોલ્યો "અરે ! મારી જાન ત્યાં જઈને તું શું કરીશ. ત્યાં ગંદકી, માટી તને જરાય નહીં ફાવે ત્યાં " પણ રોઝીએ જિદ કરી કે મારે ભારત ઘરે જઈને બધાને એકવાર મળવું છે. મલય અને રોઝી ભારત પોતાનાં ગામ આવ્યા.

આજ " વિસામો" માં ચહલ પહલ હતી. પૂરા ઘરને ફૂલોથી શણગારેલું હતું. મલયને ભાવતી પૂરણપોળીની સુગંધ રસોડામાંથી આવતી હતી. આંગણામાં કાર આવી અને પૂરો પરિવાર મલય અને રોઝીનાં સ્વાગત માટે તૈયાર હતો. સીમાએ મલય અને રોઝીની આરતી ઉતારી તો રેવાબા એ બંનેનાં ઓવરણા લીધા. રોઝી પણ બધા જ વડીલોનાં પગે પડી આશીર્વાદ લીધા. 

રોઝી અમેરીકાની હતી પણ તેનાં ગુણો જોઈ ઘરનાં બધા ખુશ થયા. બધાએ સાથે મળીને ભોજન લીધું. હસી મજાક કરતાં કરતાં પંદર દિવસ ક્યાં ગયા ખબર જ ન પડી. રોઝીને તો હવે અહીં જ રહેવું હતું. પરિવારનો પ્રેમ, લાગણી જોઈને રોઝીએ મલયને સમજાવીને અહીં રહેવા માટે રાજી કરી લીધો. 

મલયને પણ હવે પરિવારનું મહત્વ સમજાયું અને તે અમેરીકાની નોકરી છોડી કૌટુંબિક ધંધામાં જોડાઈ ગયો. 

એકબીજાનાં દુઃખે દુઃખી થતાં, પ્રેમનો સરવાળો કરતાં, હૈયાની વાતો પારખી લેતા હૂંફાળા પરિવારમાં મલય અને રોઝી ખુશખુશાલ બની રહેવાં લાગ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational