STORYMIRROR

Hasmukh Rathod

Abstract Inspirational Children

3  

Hasmukh Rathod

Abstract Inspirational Children

વિરોધાભાસ

વિરોધાભાસ

1 min
222


ધોમધખતો તાપ પડી રહ્યો હતો, વાયરો જાણે લુ નો ફુવારો ફેંકતો હતો. સ્વયં બહાર ધખધખતા તડકામાં પણ મજૂરોના છોકરા સાથે મોજથી રમતો હતો. આ ધોમધખતા તડકામાં મજૂરો પાઈપલાઈનના ખાડા ખોદતા હતા.

એવામાં સ્વયંના મમ્મીએ બારીએથી બૂમ પાડી, "સ્વયં ઘરમાં આવી જા તડકામાં બિમાર પડી જઈશ". સ્વયંએ મજૂરના છોકરાને પૂછ્યુ," બહુ તડકો છે ? મજૂરના છોકરાએ કહ્યુ,"ના", અને સ્વયં ફરી તેની સાથે મોજથી રમવા લાગ્યો.     


Rate this content
Log in

Similar gujarati story from Abstract