Hasmukh Rathod

Abstract

4.3  

Hasmukh Rathod

Abstract

નવદુર્ગા

નવદુર્ગા

2 mins
297


ફરરર ફરરર કરતો જોરદાર પવન વાઈ રહયો હતો, બારી ધડાધડ પટકાતા કાંચ તૂટી ચારે તરફ વેરણ છેરણ થઈ પડયા હતા. બહાર ભયંકર વાવાઝોડું ચાલું હતુંં. અનેે ઘરમાં ધારા પ્રસવની પીડા થી ચીસો પાડી રહી હતી.

        દીકરાની આશામાં રાજેશ ને નવ નવ દીકરીઓ જન્મી હતી અને તેની પત્નીને આ દસમી ડિલિવરી હતી. દીકરો જ વંશ આગળ વધારે એ સામાજિક રૂઢિમાં રાજેશ ઘરની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તેમજ નવ નવ દીકરીઓ હોવા છતાં પુત્ર ન હોવાનો વસવસો હતો.

        આ વખતે પુત્ર જ જન્મશે એવી રાજેશને ખાતરી હતી કેમકે તેણે ઈશ્ચરની અનેક માનતાઓ રાખી હતી. પરંતું આજે જયારે ભયંકર વાવાઝોડું શરુ થયું ત્યારે જ તેની પત્નિને પ્રસવની પીડા ઉપડી અને રાજેશ વિહવળ બની ગયો. ઘરની બહાર જવાય નહીં અને કોઈ ડોકટર કે નર્સ પણ આવી શકે નહીં એવી સ્થિતિમાં રાજેશ ખુબજ ચિંતીત થઈ ગયો.

એવામા વાવાઝોડાએ પોતાનુ ઉગ્ર સ્વરૂપ પકડતા રાજેશના ઘરમાં છત પરથી વરસાદ ટપકવા લાગ્યો, બારી તૂટવા જેવી થઈ અને ઘરનો દરવાજો પણ તૂટવા જેવો થયો. આવી પરિસ્થિતિમાં રાજેશ પોતાની પત્નીની ચીસો સાંભળી ધબરાઈ ને માથે હાથ મૂકી રોવા લાગ્યો. ત્યાં જોરદાર વીજળી ચમકતા રાજેશના ઘરમાં પ્રકાશ ફેલાયો અને એ પ્રકાશમાં રાજેશ ને પોતાની બે મોટી દીકરી બારીને જોરદાર પકડીને ઊભી હતી.

                બીજી બે દીકરીઓ દરવાજાને મજબૂતીથી પકડી ઊભી હતી. બે દીકરી છતમાંથી જયાં પાણી પડતું હતું ત્યાં મોટુ તપેલુ મૂકી રહી હતી, અને એક દીકરી તેના માતાના માથે હાથ ફેરવી રહી હતી, જયારે બે દીકરી ઈશ્ચરને પોતાની માતાની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહી હતી. આ દ્રશ્ય જોતા રાજેશને સાક્ષાત નવદુર્ગા પોતાની સહાય માટે આવી હોય એવી અનુભુતી થઈ અને એ સાથે ધારાએ જોરદાર ચીસ પાડી બાળકને જન્મ આપ્યો. આ બાજુ વાવાઝોડું પણ શાંત થયુ અને રાજેશ બાળક ને જુએ છે તો દસમી દીકરી જન્મી પણ રાજેશ માટે હવે દીકરા પ્રત્યેની ધેલછા વાવાઝોડા સાથે જ સમાપ્ત થઈ ગઈ અને હર્ષ સાથે પત્ની અને નાની પુત્રીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract