વિજય
વિજય
મિત્રો આપણે જાણીએ છીએ કે આપણો જન્મ કોઈનાં કોઈ ઉદ્દેશથી થાય છે. અને આપણે આપણા જીવનનો ઉદ્દેશ જયારે સમાપ્ત થાય છે ત્યારે આપણે મૃત્યુ પામીએ છીએ. આપણા મૃત્યુ પામ્યા પછી લોકો આપણી પાછળ અનેક પ્રકારનાં સારા કાર્યો કરે છે અને આપણે કરેલા કાર્યો ને પ્રેરણા માનીને જીવનમાં આગળ વધે છે. આપણને એક જ વાત હંમેશા લાગે છે કે આપણે કરેલા સારા કર્મો અને સારા કાર્યો નાં સારા સંસ્કાર આપણી આવનારી પેઢી ને આપીએ અને એમનું પણ જીવન ઉત્તમ બનાવીએ તે સમયે આપણાં જીવનનો વિજય થાય છે. પરંતુ શું આ વિચાર જીવનનો સાચો વિજય છે ખરો ? શું આપણે આપણા કરેલા સારા કાર્યોનાં સંસ્કાર ને આપણી આવનારી પેઢી ને આપીને શું આપણે આપણા જીવનનો સાચો વિજય માની શકીએ ખરા ? તો હવે વાત એમ છે કે આપણા જીવનનો સાચો વિજય કયો ? આપણે આપણા જીવનનાં કયા માર્ગે પર ચાલીને જીવનનો સાચો વિજય મેળવી શકીએ ? આપણા જીવનનો વિજય કેવા કાર્યોથી થશે ? આવા અનેક પ્રશ્નો આજે આપણા જીવનમાં આવી રહ્યા છે અને અનેક લોકો આના વિશે ગણી બધી વાતો કહી રહ્યા છે. તો એ વાતો માં સાચી વાત કઈ જે આપણા જીવન ને વિજયનાં માર્ગ પર લાવી શકે અને આપણા જીવનનો સાચા અર્થમાં વિજય થાય.
મિત્રો આ વાતનો એક સારો પ્રસંગ મહાભારતનાં સમયની એક વાતમાં જોવા મળે છે. એક વાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન અને કર્ણ ને પોતાની પાસે આવવાનું કહે છે. તે સમયે અર્જુન અને કર્ણ ભગવાન શ્રી કૃષ્ણની પાસે જાય છે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અને કર્ણ ને એક મોર નું પીંછું અને એક પથ્થર બતાવે છે. અને કહે છે તમે આમાંથી કોઈ એક ની પસંદગી કરો. તે સમયે અર્જુન મોર નું પીછું પસંદ કરે છે અને કર્ણ પથ્થર પસંદ કરે છે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ કર્ણ અને અર્જુન ને પસંદગીનું કારણ પૂછે છે. તે સમયે અર્જુન કહે છે કે જે મોરનાં પીંછાની જેમ દરેક સમયે જે માણસ ભગવાનની ઈચ્છા મુજબ કાર્ય કરે છે અને ભગવાન ની ઈચ્છા મુજબ રહે છે અને પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરે છે તેનું જીવન સફળ થાય છે અને તેનો વિજય થાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કર્ણને પૂછે છે કે પથ્થર પસંદ કરવાનું કારણ શું હતું. ત્યારેય કર્ણ કહે છે કે જે માણસ પોતાના પથ્થર ની જેમ અડગ રહીને પોતાના આપેલા વચન ઉપર થી પાછીપાની નથી કરતો તે જ વીર પુરુષ ગણાય છે અને અંતે તે જ માણસ સફળ થાય છે અને તેનો જ વિજય થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ પછી કહે છે કે જે માણસ વીર હોય, એના આપેલા વચનને નિભાવવા પોતાના પ્રાણ પણ આપી દેવા તત્પર હોય અને પોતાના વચન ને પૂર્ણ કરવા ખુબજ મહેનત કરતો હોય તો પણ એવું જરૂરી નથી કે દરેક વચન તેને પ્રગતિનાં માર્ગે લઈ જાય, તેને સારા માર્ગ બતાવે કેમકે જો જીવનમાં સફળ થવું હોય અને સારા ઉદ્દેશ તરફ જવું હોય તો તે ઉદ્દેશ તરફ જવાનો માર્ગ પણ સારો હોવો જોઈએ કેમકે જો ઉદ્દેશ સારો હોય અને તે ઉદ્દેશ તરફ જવાનો માર્ગ જો યોગ્ય નાં હોય તો મનુષ્યનું જીવન સફળ નથી થતું અને અંત માં તે પોતાના વચનનાં લીધે જ પરાજય પણ પામે છે. પછી અર્જુન ને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં મોરનાં પીંછાની જેમ જીવન ભગવાનમાં સમર્પિત કરવું તે આમ યોગ્ય છે અને તેનાથી ગણા મનુષ્ય નેં સફળતા પણ મળે છે. તેથી મનુષ્ય આ માર્ગ ને વધુ જીવનમાં અપનાવે છે. પણ મોરનું પીંછું પણ જીવનમાં તેં સમયે જ સારું લાગે છે કે જે સમયે ભગવાનનાં મુગટમાં હોય કે મોરની કરેલી કળા ને શોભવતું હોય. એટલે મોરનું પીંછું બનવું સારું છે પણ તેની પાછળ જીવનનાં સારા કર્મો પણ હોવા જરૂરી છે. જો મનુષ્ય મોરપીંછ બની ને ભગવાનનાં મુગટમાં સ્થાન મેળવવા ઈચ્છતો હોય તો તેને પણ મોરનાં પીંછાંની જેમ સોળે કળાએ જીવનમાં સારા કર્મ કરવા પડે છે. તેં સમયે જ તેનું જીવન સફળ થાય છે.
જીવન માં સફળ થવું એ દરેક મનુષ્યનું સ્વપ્ન હોય છે. અને સ્વપ્ન જોવાથી જ માણસ ને સફળતા માટે મહેનત કરવાની ઈચ્છા રાખે છે. જો એક વિધાર્થી એમ સ્વપ્ન જુવે કે મારે ૧૦૦ % પરિક્ષામાં આવ્યા હતા અને કેટલી બધી ખુશી હતી. તો એ વાસ્તવિક જીવનમાં પણ વિચારશે કે મારે મારા સ્વપ્ન ને સાકાર કરવું છે. મારે જીવનનાં આ માર્ગે જવું છે તો તેને ચોક્કસ તે માર્ગે જવા પ્રેરણા જાગશે અને તે જીવન માં આ સફળતા મેળવવા મહેનત કરશે અને એક સમય એવો આવશે કે તેં તેના જીવન માં આ સફળતા ને પ્રાપ્ત કરશે. એટલે જીવન માં જો વિજય બનવું હોય તો આપણે જોયેલા સ્વપ્ન અને તે સ્વપ્ન ને સાચા અર્થમાં સફળ બનાવવા આપણે જીવનનો સારો માર્ગ પસંદ કરીને આપણે તે સ્વપ્ન સુધી ચોક્કસ પહોંચી શકીશું. જીવન માં ગણી બધી પરિસ્થિતિમાં આપણને પરાજય મળે છે અને એ પરાજય માં આપણને એક જ પ્રશ્ન થાય છે કે મારે કોની વાત સાંભળવી ? અને કોની સલાહ મુજબ કાર્ય કરવું ? કેમકે જીવનમાં જ્યારે આપણે પરાજય મેળવીએ છીએ તે સમયે સૌથી પહેલા આપણું મન ભાંગી પડે છે અને તે કાર્ય પ્રત્યે નિરાશ થઈએ છીએ અને આપણને એમ જ લાગે છે કે હવે આ કાર્ય નથી કરવું અને આપણે આપણા કાર્ય નેં અધવચ્ચેથી જ મૂકી દઈએ છીએ. પરિણામે આપણે તે કાર્ય માં સફળ થતાં નથી.
આપણે આપણા જીવનની આ પરિસ્થિતિમાં ગણા બધા લોકો જોડેથી સલાહ મેળવીએ છીએ કે તારે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. તેમાં સલાહ આપણા સગા વાહલા કે કોઈ બીજા મિત્રો આપતા હોય છે અને આપણે તે માર્ગ પર જવાનું નક્કી પણ કરીએ. પરિણામે આપણ ને એક પ્રશ્ન જરૂર રહે છે કે શું આવું કરવાથી મારું કાર્ય સફળ થશે ? શું આમની સલાહ મુજબનું યોગ્ય રહેશે ? શું આના સિયાવ બીજો કોઈ વિકલ્પ નથી ? અને આપણે આજ પ્રશ્નોમાં ગૂંચવાયેલા રહીએ છીએ. કેટલીક વાર તો આપણને એવું લાગે છે કે આપણે જાતે જ બધું કરવું છે પણ આપણે કરી શકતા નથી. પરિણામે આપણે બહુ જ પરેશાન થઈએ છીએ અને બીજા લોકો ને આપણી વાત કહીએ છીએ. આપણ ને બીજા લોકો જોડેથી પણ કયાંક સહાનુભૂતિ અથવા કયાંક આપણા જ વાંક લોકો કાઢે છે. આપણને કહે છે કે તારે આમ નાં કરવું જોઈએ ને આમ કરવું જોઈએ અને કેટલીક વાર તો લોકો એવી વાત કરે કે આપણને તે વાત પર ૧૦૦% વિશ્વાસ બેસી જાય કે મારું કાર્ય હવે આની સલાહથી થઈ જ જશે અને વાત પણ કેવી કે ખબર છે કે તું મારી સલાહ નેં જીવનમાં ઉપયોગી બનાવ જો તું ૧૦૦% સફળ નાં થાય તો મને આવી ને કહી દેજે એટલે આપણે તેની વાત પર વિશ્વાસ કરી લઈએ છીએ. અને પાછળ પોતાની વાત આપણને ગળે ઉતારવા એમ પણ કહેશે કે ચિંતા નાં કરે હું તારી સાથે જ છું. અને તને આ કાર્ય માં ૧૦૦% સફળ બનાવીશ. મારી ઉપર વિશ્વાસ રાખ એટલે આપણને તેની વાત પર વિશ્વાસ નાં આવે તો પણ આવી વાત સાંભળીને વિશ્વાસ આવી જાય. અને આપણે કઈ પણ કહીએ તો તે એમ જ કહે કે તને મારી ઉપર વિશ્વાસ નથી કે શું ? એટલે આપણે કહી બોલી શકતા નથી અને તેની વાત માનવા આપણે મજબૂર બનીએ છીએ. અને આપણે બીજું કંઈપણ બોલવા જઈએ તો એમ કહેશે કે તારે જે કરવું હોય તે કર અમારા પર વિશ્વાસ નાં હોય તો. એટલે સામેવાળા ની આવી બધી વાતોનાં લીધે આપણને સામેવાળાની વાત પર વિશ્વાસ આવે છે અને આપણને પણ એમ લાગે છે કે આ આટલું બધું કહે છે એટલે આની વાત સાચી હોવી જોઈએ.
એટલે આપણે એની વાત પર વિશ્વાસ મૂકીને કાર્ય કરવા જઈએ તો પણ આપણને એવું લાગે છે કે આની વાત માં શું આપણે ખરેખર સફળ થઈ શકીશું ? એટલે આ વાતનો ઉપાય કયો હોવો જોઈએ જે આપણને ખરેખર સંતોષ આપે અને આપણું કાર્ય આપણે સફળ કરી શકીએ. મિત્રો હું એમ નથી કહેતો કે આપણે કોઈની સલાહ નાં માનવી જોઈએ કેમકે કોઈની સલાહ થી પણ આપણે આપણા જીવન માં પરાજયમાંથી વિજય બની શકીએ છીએ. અને આપણા વડીલોની સલાહ તો આપણા માટે હમેશા અમૃત સમાન હોય છે. જે સલાહથી આપણે આપણા જીવનમાં સફળ થઈએ છીએ. પણ આપણે આપણા જીવનમાં એવી સલાહ માનવી જોઈએ કે જેનાથી આપણને જીવનમાં સંતોષ મળે. આપણી આત્મા અને આપણા મન ને સંતોષ મળે અને જ્યારે આપણને એમ લાગે કે કોઈ સલાહ જીવનમાં ઉપયોગી નથી બનતી તો તેવા સમયે આપણે આપણી આત્માની સલાહ માનવી જોઈએ કેમકે આપણી આત્મા માં અને દુનિયા નાં દરેક જીવ ની આત્મા માં પરમાત્મા નો વાસ હોય છે એટલે જે લોકો આત્માની સલાહ માને છે અને જે લોકો આત્મા ની અંદર રહેલા પરમાત્મા નાં જણાવેલા માર્ગ ઉપર ચાલે છે તેમને જીવન માં ચોક્કસ વિજય મળે છે.
આપણે જીવનમાં વિજય મેળવવા માટે ગણો બધો પ્રયત્ન અને મહેનત કરીએ છીએ તો આપણી સાથે ગણી વખત એવું બનતું હોય છે કે આપણી સાથે રહેનારો માણસ આપણાથી ઓછી મહેનતે પણ આગળ નીકળી જાય છે અને આપણને દુઃખ થાય છે કે મારાથી ઓછી મહેનત કરી તો પણ આ આગળ નીકળી ગયો અને મેં વધારે મહેનત કરી તો પણ હું પાછળ રહી ગયો અને લોકો પણ આપણને જ કહે કે તારા થી ઓછી મહેનત કરી તો પણ તે આગળ નીકળી ગયો અને તું પાછળ રહી ગયો અને આનાથી આપણને જે માણસ આપણાથી ઓછી મહેનત કરીને આગળ નીકળી ગયો તેના પ્રત્યે આપણને જીવન ઈર્ષ્યા આવે છે અને આપણે તેના પ્રત્યે સારું વિચારવાની ભાવના ખોઈ બેસીએ છીએ અને લોકો આનો જ ફાયદો ઉઠાવીને આપણને એક બીજા ના શત્રુ બનાવે છે અને આપણને એક બીજા પ્રત્યે ખરાબ કરવાની ભાવના જન્માવે છે. આનાથી નાતો આપણે આગળ વધી શકીએ નાતો સામેવાળા નું કઈ સારું થાય એટલે આવા લોકો થી આપણે બચવું જોઈએ જે આપણને એક બીજા પ્રત્યે શત્રુતા જન્માવે. મિત્રો આપણે એક વાત નથી વિચારતા કે જે આપણા કરતા આગળ વધ્યો હોય છે તે માણસ માં પણ આપણા કાર્ય કરતા કઈ સારું કાર્ય કરવાની આવડત હોય તો જ તે આગળ વધી શકે એટલે આપણે એના પ્રત્યે શત્રુતા રાખવા કરતા તો મિત્રતા રાખવી જોઈએ કેમકે મિત્રતા રાખવાથી જ આપણને આપણી આવડત માં વધારો થશે અને તેના માં રહેલી સારી સારી વાતો ને જીવનમાં જાણવા મળે છે અને તે વાત જાણીને આપણે જીવન માં સફળ થઈએ છીએ.
આપણા જીવનમાં અમુક સમયે એવા પ્રશ્નો બનતા હોય છે કે આપણે જીવનમાં ગણી બધી મહેનત કરીએ અને આપણે પ્રમાણિકતા થી જીવન માં સારું પરિણામ લાવીએ તો પણ કેટલીક વાર એવું બને કે આપણા થી ઓછી મહેનત કરનાર લોકો કોઈ ગેરરીતિ કરીને આપણાથી આગળ વધી જાય છે અને આપણા થી સારું પરિણામ લાવે છે એટલે લોકો આપણને કહે કે આજો આને ગમે તે કર્યું તો પણ તારા કરતા સારું પરિણામ લાવ્યો કે નહિ. અને તમે મહેનત કરી કરીને મરી ગયા તો પણ પરિણામ આના કરતાં ઓછું લાવ્યા. એટલે આપણને એમ થાય છે કે લાવ આપણે પણ આના જેવું કરીએ અને આપણે પણ આના જેવું સારું પરિણામ લાવીએ તો આપણી પણ વાહ વાહ થાય. કેમકે લોકો પરિણામ ને મહત્વ આપે છે કેવી રીતે પરિણામ લાવ્યા તે મહત્વ નથી રાખતા. એટલે આવી વાતો નાં લીધે આપણા જીવન માં ખરાબ વિચારો પ્રવેશ કરે છે અને આપણે ગેરરીતિ થી પરિણામ લાવવા તરફ આગળ વધીએ છીએ. પણ મિત્રો એક વાત જીવન માં જરૂર વિચારીએ કે જીવન માં જે સાચા હીરા છે તેને તમે કોલસા ની ખાણ માં નાખો તો પણ તે પોતાની ચમક અને પોતાનું મૂલ્ય નથી ગુમાવતા. અને જે ગેરરીતિ પરિણામ લાવે છે અને આગળ વધે છે તે લોકો સોના નું પાણી ચડાવેલી ધાતુ જેવા હોય છે કે જે દેખાય તો સોના જેવું છે પણ તેનું મૂલ્ય કયારેય પણ સાચા સોના જેટલું રહેતું નથી પણ જે લોકો જીવન માં સોના ની જેમ ટીપાય છે ઘડાય છે તેનું મૂલ્ય ૧૦૦ વર્ષ પછી પણ ઓછું થતું નથી. એટલે આપણને ભલે પ્રમાણિક રૂપે લાવેલું પરિણામ ગેરરીતિ કરતા ઓછું આવે તો પણ એક વાત યાદ રાખવી કે નીતિ એ નારાયણ વસે અને અનીતિ એ કૂતરા ભસે. એટલે આપણા પ્રમાણિકતા મહેનત થી લાવેલા પરિણામ ઉપર નિરાશ નાં થવું અને જીવન માં ખુબજ આગળ વધવું અને આપણા લાવેલા પ્રમાણિકતા નાં પરિણામ ઉપર હમેશા સંતોષ રાખવો કોઈ દિવસ અસંતોષ નાં રાખવો કેમકે જીવન માં સંતોષી નર સદા સુખી આ વાત જીવન માં હમેશા યાદ રાખવી અને જીવન માં હમેશા આગળ વધવું.
મિત્રો આપણને જીવનમાં ઘણી બધી વાર એવું લાગે કે જીવન માં ખરાબ વિચારો આવે છે અને આપણને સારો માર્ગ મળતો નથી તો એવા સમયે શું કરવું કે જેનાથી જીવન માં સારો માર્ગ મળે અને આપણું જીવન સુખી થાય તો એનો એક જ માર્ગ છે કે ભગવાન ની ભક્તિ અને ભગવાન નો સત્સંગ કરવો કેમકે જે સત પુરુષ નો સંગ હોય તેને જ સત્સંગ કહેવાય છે અને જ્યાં સત પુરુષ નો સંગ હોય તેવા સત્સંગ માં રહીએ તો આપણા મન ની સાથે આપણા વિચારો અને આપણા આત્મા નું પણ કલ્યાણ થાય છે અને જીવન માં સફળ થઈએ છીએ અને જીવન માં સારા વિચારો પણ આવે છે. તેની ભગવાન નું ભજન અને કીર્તન કરવું અને જીવન માં રહેલા નકારાત્મક દુર્ગુણ નો નાશ કરવો જે આપણા જીવન ને અંધકારમય રાખે છે. જીવન માં સારા વિચારો થી માણસ પૂજાય છે અને સારા વિચારો અને સારા વિચારો મુજબ નાં કાર્યો માણસ ને મૃત્યુ પછી પણ અમર રાખે છે. જયારે ખરાબ વિચારવાળા માણસ અને ખરાબ વૃત્તિ રાખનાર માણસ સત્સંગ અને પ્રભુ ની ભક્તિ નાં અભાવ નાં કારણે જીવન નાં સાચા પ્રકાશ માં આવી શકતા નથી તેથી તેઓ પોતાનું તો જીવન અંધકારમય રાખે છે અને પોતાના જીવન નાં અંધકાર માં જ મૃત્યુ પામે છે અને ભવિષ્ય ને પણ જીવન માં સારા માર્ગ તરફ લાવી શકતા નથી તેથી જીવન માં હમેશા ભગવાન નાં સત્સંગ માં રહેવું અને ભગવાન નાં સત્સંગ માં રહેલા સારા વિચારોને જીવન માં ઊતારી ને આપણી સાથે સાથે બીજા લોકો નું પણ કલ્યાણ કરી ને આપણા જીવન ને સાચા અર્થ માં ભગવાન નો રાજીપો મેળવીએ અને આપણા જીવન ને સાચા અર્થ માં મોક્ષ તરફ લઈ જઈએ અને આપણા જીવન માં સારા કર્મ કરીને આપણા આવનારા ભવિષ્ય ને પણ જીવન ની પ્રેરણા આપીએ અને તેમનું પણ જીવન ખુબજ સારું જાય , તે પણ જીવન માં સફળતા મેળવે તે માટે તેમને આપણા સારા વિચારો આપીએ અને આપણા જીવનમાં આપણે કરેલા સારા કાર્યો ને અને તે સારા કાર્યોથી મળતા પરિણામ ને આપણાં ભવિષ્ય ને કહીએ અને તેમનું પણ જીવન સુખી કરીને આપણા અને આપણા ભવિષ્ય નાં જીવન ને સાચા અર્થ માં જીવન માં વિજય બનાવીને આપણે આપણા જીવન માં સાચા અર્થ માં મોક્ષ મેળવીને આપણા જીવન ને સાચા અર્થ માં વિજય બનાવીએ.
