વીણાનું વિશ્વ
વીણાનું વિશ્વ
શાળાના દફતર માટે લડતી વીણાને કેટલી સમજાવી, પણ ભાઈને તે પોતાનું દફતર આપવા તૈયાર નહોતી. પિતાએ કહ્યું કે 'હું એનાથી પણ મોંઘુ દફતર લાવી આપુ છું' પણ માને એ વીણા શાની ?
કેટલાય પ્રયત્નો કર્યા પછી ના માનતી વીણા આજે સવારે પોતાનું પ્રિય દફતર ભાઈને આપી દીધું.
કેમ ખબર છે ? વીણાનું વિશ્વ કેવડું ? એક ચોકલેટ જેવડું !
ભાઈએ આજે પોતાને ગમતી ચોકલેટ અપાવી હતી.
