વિદ્યા સહાયક
વિદ્યા સહાયક
સુરભિ ને વિદ્યા સહાયકમાં પસંદગી પામે આજે દસ દિવસ થવા આવ્યા હતાં. તેને વિદ્યા સહાયક તરીકે તેના શહેરથી દૂર એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેલી સરકારી શાળામાં નોકરી મળી હતી.જ્યારે વિદ્યા સહાયક તરીકે એ પસંદગી થયેલ છે એવો પત્ર સુરભિ ને મળ્યો ત્યારે તેના આનંદનો પાર ના રહ્યો પણ જ્યારે સ્થળ વિશે જાણ્યું તો તે ચિંતાગ્રસિત થઈ ગઈ. સુરભિનાં માતા - પિતા એ તો એને ચોખ્ખી ના પાડી દીધી આવા અંતરિયાળ આદિવાસી વિસ્તાર માં જવાની. પણ સુરભિ જેનું નામ, નાનપણ થી જ તે બહાદુર અને સાહસિક હતી.
આખરે સુરભિ અંતરિયાળ આદિવાસી ગામડામાં પહોંચી ગઈ. અને આજે તેનો નોકરીનો પ્રથમ દિવસ હતો.જ્યારે તે શાળા એ પહોંચી તો તેણે જોયું કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી બહુ જ ક્ષુલ્લક હતી. અને બીજા શિક્ષકો પણ હાજર રહેલા વિદ્યાર્થીઓ ને ભણાવવા ને બદલે પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. પ્રથમ દિવસ તો સુરભિએ જેમ તેમ પસાર કર્યો પણ પછી બીજા દિવસથી સુરભિ એ શાળામાં રહેલા વિદ્યાર્થીઓનાં નામ અને સરનામાં વાળા પત્રકોમાંથી ગેરહાજર રહેતા વિધાર્થીઓનાં નામ અને સરનામા લીધા અને શાળા પત્યા પછી એ બધાજ ગેર હાજર વિદ્યાર્થીઓ ની ઘરે જઈ ને સર્વે કરવાનુ ચાલુ કર્યું કે તેઓ શા માટે શાળાએ આવતા નથી. વળી આ પરિસ્થિતિ અંગે શાળાના આચાર્ય શ્રી રામાનુજ સાહેબ સાથે ચર્ચા કરી. આચાર્ય રામાનુજ સાહેબ તો સુરભિનાં આ પ્રગતિશીલ કામથી ખુબ ખુશ થઈ ગયા અને તેમણે સુરભિનાં વિદ્યાર્થીઓ ને પાછા શાળાએ લાવવાનાં પ્રયાસ ને પૂરો સહકાર આપ્યો.
સુરભિએ તમામ ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓનાં મા - બાપ ને જીવનમાં શિક્ષણનાં મહત્વ વિશે સમજાવ્યું અને તેમના બાળકોનાં ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી શિક્ષણની જવાબદારી લીધી.
એક મહિનાની અંદર તો આખી શાળા વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ અને આચાર્ય રામાનુજ સાહેબે સુરભિના ઈનામ અને પ્રમોશન માટે જિલ્લા શિક્ષણાધિકારી ને ભલામણ કરી દીધી.
#TravelDiaries
