વહેણ
વહેણ


જીંદગી વહેતી નદી જેવી છે. નદી વહેતી વહેતી સાગર સુધી પહોંચે છે. ત્યારે કચરો,રેતી પથ્થર વગેરે અનેક વસ્તુઓનો સંગ્રહ અને વળી સંગાથ પણ સાથે હોય જ છે. નદીનું ધ્યેય સાગર છે. ધ્યેય હાંસલ કરવા વહેતા રહેવું અને સાથે આવતા બધાના ગુણ દોષ સ્વીકારવા.
પરંતુ જીવનમાં વિચારીને ઉતારવા બીજું નદી ભલે જીવંત લાગે પરંતુ કુદરતનો એના પર સંપૂર્ણ કાબુ છે. એ પોતે પોતાની જાતે વહેણ બદલી શકતી નથી. મનુષય વિચારશીલ છે સ્વતંત્રરીતે વિચારવા સક્ષમ છે. પોતાની દિશા પોતે નક્કી કરવાની છે. જરુર જણાય ત્યારે ઘસડાવાના બદલે વહેણ બદલીને આગળ વધીને ઉપર ઉઠવું જોઈએ.