Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Chudasama Vishal S.

Drama

5.0  

Chudasama Vishal S.

Drama

વ્હેમ

વ્હેમ

2 mins
517


છેલ્લાં ઘણા વર્ષોથી એક નવી ફેશન અસ્તિત્વમાં આવી છે, જે ફેશને ઘણાંના કુટુંબ-પરિવાર ભંગાણના આરે લાવી દીધા છે, જે ફેશનનું નામ છે વ્હેમ. આજનો આપણો સુધરેલો સમાજ જે શિક્ષિતતો ખુબજ બન્યો પણ ખરાં અર્થમાં શિક્ષણને જીવનમાં સાર્થક બનાવી શક્યો નથી. જેની કરૂણ ઘટના....


માતાપિતાની ઈચ્છાઓ-વમળો તો એક જ રહ્યાં છે, દીકરા-દીકરીને ભણાવી ગણાવીને તેઓને આર્થિક સધ્ધરતા ભર્યા સ્ટેટ્સમાં ગોઠવી પરણાવી દેવા પોતાની સામાજિક જવાબદારીમાંથી દૂર ખસેડાઈ જવું. સ્વાભાવિક પણ છે, પોતાની આર્થિક સામાજિક પરિસ્થિતિથી તંગ આવી આવા વિચારો આવતા હોય, આવી જ એક વાત મહેશ્વરીની છે. 


મહેશ્વરીના લગ્ન થયે થોડો સમય પસાર થયો હશે, નાનું કુટુંબ હતું. મહેશ્વરી પોતે, પતિ વિક્રમ, સાસુ-સસરાનો સમાવેશ થઈ નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવના સાર્થક થતી જણાતી. 

મહેશ્વરીનો પતિ વિક્રમ જે મિકેનિકલ ઈજનેર હતો એટલે સ્વાભાવિક છે ધનિક સ્ટેટ્સ ધરાવતા હોય. મહેશ્વરીના પ્રથમ સંતાનનો જન્મ થયો, લક્ષ્મીજી ઘરે આવ્યા તેનો આનંદ અનેરો હતો મહેશ્વરીની આંનદની પળો ભગવાનને મંજુર નહોતી, એક અઘટિત ઘટના બની વિક્રમનું અકસ્માતે અવસાન થયું એટલે ખુશીના અવસરમાં ભંગાણ થાય તે સ્વાભાવિક છે.  


આજના સમાજની મોટામાં મોટી સમસ્યા જો હોયતો કોઈની ખુશી ન જોઈ શકાય એટલે વ્હેમ ગોઠવી દેવો, જે આતંકવાદી જેવું કામ કરે. તેનો હેતુ નુકસાન પહોંચાડી ખુશીઓ ઓછી કરવાનો હોય એમ મહેશ્વરીના પડોશીએ તેના સાસુની કાન ભંભેરણી કરી એક વ્હેમ તેમના મનમાં ખોસી દીધો. તમારી વહુ મહેશ્વરી અપશુકનિયાળ છે, જુઓ તમારે ત્યાં દીકરીનો જન્મ થવો સાથે એકના એક દીકરાનું અકસ્માતે ગુમાવવો.... પળભરમાં આ વાતે સાસુના મનમાં અવિવેકી વિચારો ફરતાં કરી દીધા. ક્ષણભરમાં તો પોતાની પારકી બની ગઈ. સાસુને નાની બાળકીનો પણ લેશ માત્ર વિચાર ન આવ્યો, પણ વહુએ ખાનદાની બતાવી સાસુને સમજાવ્યા, હિંમત આપી તમે દીકરો ગુમાવ્યો તેનું તમને ઘણું દુઃખ થયું હોય તે સ્વાભાવિક છે, મેં મારો જીવનભરનો સથવારો ગુમાવ્યો છે તેનું મને દુઃખ નહિ હોય ! સસરાને જ્યારે સાસુ-વહુના સબંધોની જાણ થઈ ત્યારે સસરાએ વહુનો પક્ષ લઈ સાસુને ઠપકો આપ્યો. આપણી દીકરી અન્યત્ર સાસરે હોઈ અને ન-કરે-નારાયણને આવી કોઈ અઘટિત ઘટના ઘટે તો શું તમે એ ઘટના માટે આપણી દીકરીને જવાબદાર ઠેરવશો ? નહિ ને ! તેમ સમય સમયનું કામ કરે છે, આપણે તો નિમિત્ત બનીને તેને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરવાનું છે. આ તો ઘોડાગાડી જેવું છે, ઘોડાગાડીની લગામ જ આપણા હાથમાં છે, લગામ ખેંચીએ ચાબૂક મારીએ પણ અંતે નિર્ણય તો ઘોડાએ જ લેવાનો છે. 


Rate this content
Log in

More gujarati story from Chudasama Vishal S.

Similar gujarati story from Drama