Chudasama Vishal S.

Others

5.0  

Chudasama Vishal S.

Others

ભીનમાલનું સૂર્યમંદિર

ભીનમાલનું સૂર્યમંદિર

2 mins
691


શ્રીમાલ લગભગ છઠ્ઠીથી સાતમી સદી સુધી ગુર્જરોનું પાટનગર હતું. આબુ પર્વતથી લગભગ પચાસ માઈલના અંતરે પશ્ચિમ દિશાએ આવેલું છે, છૂટા છવાયા ડુંગરો મેદાન પ્રદેશો વેરાન અને રેતાળ પ્રદેશમાં વિસ્તરેલું આ ભીનમાલ. 


ઐતિહાસિક વાર્તાઓ પ્રમાણે સુર્યમંદિર ચંદ્રવંશી રાજા નહુષના પુત્ર યયાતીએ બંધાવ્યું હતું. યયાતિને બે રાણીઓ નામે શર્મિષ્ઠા અને દેવયાની સાથે શ્રીમાલમાં આવ્યો. યયાતિએ સૂર્યદેવને પ્રસન્ન કરવા આકરું તપ કર્યું. સૂર્યદેવ આકરી તપસ્યા જોઈ પ્રસન્ન થયા દર્શન આપી ભક્ત યયાતિને વરદાન માગવા કહ્યું, '

'હે સૂર્યદેવ ! તમે ખરેખર પ્રસન્ન થઈ મને વરદાન આપવા ઈચ્છતા હોઈ તો, હું તમને સાચા દિવ્ય સ્વરૂપમાં જોવું એવું વરદાન આપો.'

સૂર્યદેવ પોતાના મુળ સ્વરૂપમાં પ્રસન્ન થઈ બીજું વરદાન પણ માગવા કહ્યું. ભક્ત યયાતિએ 'હે સૂર્યદેવ હું રાજપાટના અને જીવનના ભોગોથી કંટાળી ગયો છું, મારી ઈચ્છા છે કે તમે શ્રીમાલના હિત માટે પ્રસન્ન થઈ અહીં તમે ઉપસ્થિત રહો,'

સૂર્યદેવે કહ્યું 'જેવી તારી ઈચ્છા તથાસ્તુ.'

સૂર્યદેવના વરદાન મળવાથી યોગ્ય જગ્યાની પસંદગી કરી સૂર્યદેવની માનવમુર્તી બનાવી સ્થાપવામાં આવી. હરીયાનામે એક બ્રાહ્મણને તેની દેખરેખ માટે રાખ્યો. 

***

જગસોમ જમાવલ જાતિનો કાશ્મીરી રાજા હતો જે કુમારપાલ પહેલા લગભગ ૫૦૦ વર્ષ પૂર્વે થયા હોવાનું જણાય છે. તેથી રાજા જગસોમનો સમય ઈ.સ. ૬૮૦ આસપાસનો હશે. જગસોમ પેટમાં રહેલા સાપથી પીડાતો હતો તેથી યાત્રાએ નીકળ્યો, ફરતાં ફરતાં ભીનમાલ પહોંચ્યો જ્યાં રાત્રી રોકાણ કર્યું, રાત્રીએ ઊંઘ ન આવી અને મોં માંથી સાપ બહાર આવ્યો. સાપે બહાર જોયું તો, રાજા જ્યાં રોકાયા હતા તેની બાજુમાં પણ સાપનું દર હતું.

દરના સાપે રાજાના ઉદરના સાપને કહ્યું, 'તારે રાજાનું ઉદર છોડી દેવું જોઈએ.' 

ઉદરનો સાપ બોલ્યો 'તને તારું ઘર છોડવું ગમે છે ? જો તને ગમે તો મને ગમે !' 

દરના સાપે રાજાનો કોઈ સેવક સાંભળે એમ કહ્યું. 'જો કીર વૃક્ષના પાનનો રસ રાજાને પાવામાં આવશે તો તું મરી જઈશ, પછી તું શું કરીશ ?'

તરત વળતો જવાબ મળ્યો 'જો ઉકળતું તેલ તારા દર પર રેડવામાં આવશે તો તું પણ મરી જઈશ.'


સેવકે બંને વાત સાંભળી તુરંત જ અમલ કર્યો, રાજાને પાનનો રસ પાતા જ મોં માંથી સાપ બહાર ફેંકાઈ ગયો, દરના સાપ પર ઉકળતું તેલ રેડાતા તે પણ તરફડીને મુત્યુ પામ્યો.  આમ રાજા જગસોમ બન્ને સર્પોનો પ્રસન્ન કરવા / તેમનો જીવ સદગતિએ જાય એટલે બ્રામણોને જમાડવામાં આવ્યા અને તેની જગ્યાએ સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું.


Rate this content
Log in