વાપસી- મન મારું ગામડે
વાપસી- મન મારું ગામડે
"બેટા, જોને અમારે આ તારા આફ્રિકા આવે બે મહિના થયા. હવે વતનની યાદ આવે છે. આ તારી મા પણ વતન જવા માંગે છે. તો અમારી મુંબઈ જવાની ફ્લાઈટની ટિકિટ કરાવજે. હવે તું પણ અહીં સેટલ થઈ ગયો."
"હા.. બાપુજી..પણ હજુ થોડા દિવસ રોકાઇને જાવ. ત્રણ મહિનાની પરમીટ તો છે. તમે અમારી સાથે રહેશો તો અમને ગમશે."પુત્ર બોલ્યો.
"હા, બેટા.. અમને પણ તારી સાથે રહેવું ગમે છે..વહુનો સ્વભાવ પણ ઘણો સારો છે. તારા ઓફિસ ગયા પછી અમારૂં ધ્યાન પણ રાખે છે.. પણ હવે જવાનું મન થયું છે. આ તારી મા નું મન ગામડે છે."
"બાપુજી એક મહિના સુધી રોકાઈ જાવ. મહિના પછીની ફ્લાઈટ નું કાલે બુકિંગ કરાવી લાવીશ."
"સારૂં બેટા.. આમ તો ગમે છે. પણ ગામડાની માયા છે એટલે મન ગામડે જ રહે."
બીજા દિવસે મોહિત પોતાના માં બાપની ભારત જવા માટે ની ફ્લાઈટ ની ટિકિટ કઢાવી લાવ્યો.
મોહિત અને એની વાઈફ પાંચ વર્ષ થી પૂર્વ આફ્રિકામાં રહેતા હતા. ત્રણ મહિના માટે પોતાના માં બાપ ને આફ્રિકા બોલાવ્યા હતા.
મોહિતના પિતાજી સવજીભાઈ મહેસાણા પાસેના નાના ગામમાં રહેતા હતા.
સવજીભાઈને હવે ભારત આવવા માટેના દિવસો નજીક આવવા માંડ્યા.
એટલામાં કોરોના વાયરસની કટોકટી જાહેર થઈ.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો બંધ થઈ ગઈ. મોહિતના પિતાજીનું બુકિંગ કેન્સલ થયું. કોરોના કાળને લીધે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો બંધ થતા મોહિતના માં બાપ આફ્રિકા રોકાઈ ગયા. મોહિતે બંનેના એરાઈવલ વીઝા લંબાવી દીધા.
જૂન મહિનામાં ભારત સરકાર તરફથી દારે સલામથી સ્પેશિયલ ફ્લાઈટ શરૂ કરી. ફક્ત સિનિયર સિટીઝન અને મહિલા તેમજ બાળકો માટે.
મોહિતે પહેલી ફ્લાઈટમાં બુકિંગ કરાવી દીધું.
હવે સવજીભાઈનો ભારત આવવાનો દિવસ આવ્યો.
સવજીભાઈ:-" બેટા આ કોરોના કાળમાં સાચવજો. અમારી ચિંતા ના કરતા. અમે તો ખર્યુ પાન."
સવજીભાઈ અને એમની પત્ની એ પુત્ર અને પુત્રવધુ ને આશીર્વાદ આપીને વિદાય લીધી.
એ દિવસે સવજીભાઈ અને એમના પત્નીનો આનંદનો પાર ના રહ્યો.
ગામડાની મીઠી યાદો.. એમનું મન ખુશ થઈ ગયું.
સાથે સાથે પુત્ર અને પુત્રવધુ થી દૂર થવાનું દુઃખ પણ થયું. પણ છુટકો જ નહોતો..
આમ સવજીભાઈ અને એમના પત્ની ભારત છ મહિના પછી આવ્યા.
પણ ગામડે પહોંચતા ઘણી તકલીફો પડી.
ડોમેસ્ટિક ફ્લાઈટ બંધ હોવાથી લકઝરી બસમાં જવું પડ્યું.
કોરોના સાવચેતીની ગાઈડ લાઈન મુજબ લકઝરીના બધા મુસાફરો ને સાત દિવસ ભરૂચમાં કોરન્ટાઈન થવું પડ્યું.
ને આખરે વતનમાં પહોંચી જ ગયા.
મન મારું ગામડે હોય,
ને તકલીફો નો હોય પાર,
એ તકલીફો હસતે મોઢે સહન કરી,
આખરે ગામડાનું ઘર હસતું દીઠું.
