વાદળી સાથે વાતચીત
વાદળી સાથે વાતચીત
ચોમાસાની ઋતુ ચાલી રહી હતી. બપોરનો સમય હતો. જોતજોતામાં આકાશ એકદમ કાળું ડિબાંગ થઈ ગયું. બપોરનો સમય હોવાથી એક ખેડૂત ઝાડ નીચે આરામ કરતાં કરતાં આ બધું જોઈ રહ્યો હતો. ત્યાં અચાનક જ બે ચાર વરસાદના ટીપાં પડ્યા અને આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું !
આ જોઈ ખેડૂતથી રહેવાયું નહિ, તે તરત જ ઊભો થઈ ગયો અને વાદળી પર ગુસ્સો કરવા લાગ્યો. અને કહેવા લાગ્યો,
"વાદળી રે વાદળી
કાળી કાળી વાદળી
ખેડૂત વાટમાં તારી
તું પળમાં ઓસરી જતી
તું કેમ ન વરસતી ?
આ સાંભળી વાદળીએ જવાબ આપ્યો,
"વાદળી હું વાદળી
કાળી કાળી વાદળી
આવવા વિચારતી
જોઈ મનુષ્યની કરણી
હું ઓસરી જતી
આવવાનું માંડી વાળતી.
એટલે ખેડૂતે ફરી વાદળી સાથે વાત શરૂ કરી, એવું તે મનુષ્યએ શું કામ કર્યું તું આવવાનું માંડી વાળતી. મારે આજ સાંભળવું છે. તું મને કહે, શું ભૂલ થઈ અમારી.
"વાદળી રે વાદળી
બતાવ ભૂલ અમારી
ભૂલ અમારી સુધારવા
સૌ પ્રયત્ન કરીએ"
વાદળી કહે, એક ભૂલ હોય તો જણાવું તમને પરંતુ મનુષ્યએ બધી રીતે પ્રકૃતિ સાથે છેડછાડ જ કરી છે. વૃક્ષો આડેધડ કાપવા, પશુપંખીના રહેઠાણ છીનવવા, તાપમાનમાં વધારો થવો,ધરતીને ખોદકામ કરી પૃથ્વીના પેટાળને નુકસાન. કેટ કેટલી ભૂલ માફ કરે. વરસાદ આવવા માટે પ્રકૃતિ સંતુલન હોવું જોઈએ. એમાં મનુષ્યએ છેડછાડ કરી.
વાદળી કહે,
" મનુષ્ય એ કરી છેડછાડ
પ્રકૃતિમાં થયો વિનાશ
ઝાડ થયા ઓછા
પશુપંખી બન્યા પરેશાન
તાપમાનમાં થયો વધારો
વરસાદ થયા અનિયમિત"
મનુષ્ય કહે, "ઝાડ અમને છે ઉપયોગી. ફળ ફૂલ ડાળી ને મૂળ તણા ઉપકાર છે ઘણાં. અન્ન અને પાણી આપે સૌને થઈ રાજી. તો કેમ નુકસાન કરીએ અમે પ્રકૃતિ. પ્રકૃતિ વિના અમ જિંદગી છે અધૂરી. "
વાદળી કહે," પ્રકૃતિ છે ઉપયોગી તમને
છતાં નુકસાન તમે કરો
જેટલો ઉપયોગ તમે કરો
એટલું રક્ષણ સાથે કરો
પ્રકૃતિ ને બચાવો તમે
પ્રકૃતિ બચાવશે તમને
બંને છો એકબીજાના પૂરક
માટે ખ્યાલ સૌનો રાખો. "
મનુષ્ય થયા સહમત વાદળી સાથે અને બોલ્યા,
"પ્રકૃતિ છે અમારી જનની
અમે સૌ તેનાં છે છોરું
ખ્યાલ તેનો રાખી
ખુદને સુરક્ષિત કરીશું
વરસાદ લાવવા ફરી
પ્રયત્નો સૌ કરીશું"
