Thakkar Nand

Abstract

2  

Thakkar Nand

Abstract

ઊંટની ગરદન વાંકી કેમ ?

ઊંટની ગરદન વાંકી કેમ ?

1 min
147


અકબર બિરબલના હાજર જવાબીના કાયલ હતાં, એક દિવસ તેમણે દરબારમાં ખુશ થઈને બીરબલને કંઈક પુરસ્કાર આપવાની ઘોષણા કરી. પરંતુ ઘણાં દિવસો પસાર થઈ ગયાં બાદ પણ બિરબલને ધનની રકમ (પુરસ્કાર) ન મળી બિરબલ ખુબ જ મુંઝવણમાં હતો કે બાદશાહને આ વાત કેવી રીતે યાદ અપાવવી ?

એક દિવસ મહારાજા અકબર યમુના નદીના કિનારે સાંજે ફરી રહ્યાં હતાં. બીરબલ પણ તેમની સાથે હતાં, અકબરે ત્યાં એક ઊંટને ફરતું જોયું. અકબરે બિરબલને પૂછ્યું, બીરબલ કહે તો, ઊંટની ગરદન વળેલી કેમ હોય છે ?

બીરબલે વિચાર્યું મહારાજને તેમનો વાયદો યાદ અપાવવાનો આ યોગ્ય સમય છે. બીરબલે કહ્યું, મહારાજ આ ઊંટ કોઈની સાથે વાયદો કરીને ભૂલી ગયું છે, જેના લીધે ઊંટની ગરદન વળી ગઈ છે. મહારાજ, કહેવાય છે કે જે કોઈ પણ વાયદો કરીને ભૂલી જાય છે ભગવાન તેની ગરદન આ ઊંટની જેમ વાળી દે છે. આ એક રીતની સજા છે.

ત્યારે અકબરને યાદ આવે છે કે, તેમણે પણ બીરબલને એક વાયદો કર્યો હતો અને ભૂલી ગયાં છે. તેમણે બીરબલને ઝડપથી મહેલમાં ચાલવા માટે કહ્યું. અને મહેલમાં પહોચતાંની સાથે જ તેમણે બીરબલને તેની પુરસ્કારને રકમ સોંપી દીધી અને કહ્યું હવે તો મારી ગરદન ઊંટની જેમ નહિ વળી જાય ને બીરબલ ! આટલુ કહીને અકબર જોરથી હસી પડ્યાં. અને આ રીતે બિરબલે પણ માંગ્યા વિના ચતુરાઈથી પોતાનો પુરસ્કાર મેળવી લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract