Thakkar Nand

Children Stories Tragedy

3  

Thakkar Nand

Children Stories Tragedy

જેવા સાથે તેવા

જેવા સાથે તેવા

3 mins
333


એક ગામ હતું. તે ગામનું નામ જ્ઞાનપૂર હતું. તે ગામમાં બધી જ જ્ઞાતિના લોકો રહેતા હતા. તો ગામમાં બે પંચરવાળા હતા.

એક પંચરવાળો, નામ ચેતન હતું. બીજા પંચરવાળાનું નામ રમેશ હતું. તો તે બંને પંચરવાળામાંથી ચેતન લુચ્ચો હતો. તો રમેશની દુકાન ઉપર ઘરાકી જોઈને તેને મનમાં વિચાર આવતો કે આ લોકો મારી દુકાને કેમ નથી આવતા ? રમેશની દુકાને કેમ જાય છે ? તો રમેશને દુકાનેથી તે રાત્રે હવા ભરવાની લાઈન ચોરી ગયો અને જમીનમાં દાટી દીધી. રમેશ સાવ ગરીબ હતો. તે નવી લાઈન લઈ શકે એમ ન હતો. આ વાત સાંભળતા ચેતન ને લાલચ ઉપડી. રાત્રે તેણે પોતાની દુકાન પાસે ખીલ્લી મૂકી દીધી. અને સવાર પડી ને તેને દુકાન પાસે ગાડીઓની લાઈન લાગી ગઈ રાત પડતા પડતા તેણે ઘણા બધા પૈસા કમાવી લીધા.

એક વખત પંચર કાઢતા- કાઢતા તે બીજો પંચર કરવા ગયો એટલી વારમાં તો આખો ટ્યુબ ફાટી ગયો અને તેને બીજો નવો ટ્યુબ મફતમાં નાંખવો પડ્યો. તો એક ટ્યુબના તેના ઘણા બધા પૈસા વપરાઈ ગયા. તેના પૈસા વપરાઈ જતા તેને ખૂબ જ દુઃખ થયું. અને તેને વધારે લાલચ લાગી. જે પણ પંચર કઢાવે જો એક પંચર હોય તો બે-ત્રણ પંચર ના પૈસા લઈ લેતો. એક વખત એક માણસ ટ્રેક્ટર લઈને તેની દુકાને આવ્યો, અને કહ્યું ભાઈ આગળના બંને ટાયરમાં હવા ભરી આપોને, તો તેણે ટ્યુબ ચેક કરતો હતો, જેમ જ માલિકે બીજી તરફ નજર કરી ત્યાંજ ટ્યુબ ફેલ કરી નાખ્યો. અને કહ્યું કે ટાયરમાં હવા ન હોવા છતાં પણ તમે ટ્રેક્ટર ચલાવ્યું છે, માટે તમારો ટ્યુબ ફેલ થઈ ગયો છે. માટે હવે નવો ટ્યુબ નાખવો પડશે. તમે ટ્યુબ બદલાવો હું એટલી વાર પૈસા લઈને આવું છું. તો તે માલિક પાસે તેણે એક ટ્યુબ રૂપિયા લઈ લીધા. એક કલાક પછી તેની પત્ની આવીને કહ્યું હું અને આપણો દીકરો બજાર જઈએ છીએ, તો કીધું ભલે ધ્યાનથી જજો. તો દીકરો અને તેની મમ્મી જાય છે. અને છોકરો સાયકલ લઈ જાય છે, રસ્તામાં સાયકલ પરથી પડી જતાં તેને લાગી ગયું અને એમ્બ્યુલન્સ બોલાવીને તેની સારવાર કરવા કહ્યું, તો એમ્બ્યુલન્સ આવી અને તે રોડ પરથી જતી હતી જ્યાં છોકરાના પપ્પાએ ખીલી રાખી હતી ત્યાંથી એમ્બ્યુલન્સ પસાર થઈ અને એમ્બ્યુલન્સના બંને ટાયર પંચર થઈ ગયા, તો ડ્રાઈવરે કહ્યું આ બંને ટાયરમાંથી પંચર કાઢી આપો અને તેણે બંને ટ્યુબ ફેલ કરી નાખ્યા, અને કહ્યું બે હજાર રૂપિયા લાગશે ડ્રાઈવરે કહ્યું ભલે, કેટલો સમય લાગશે તો કહ્યું બે કલાક લાગશે તો ડ્રાઈવરે કહ્યું જપાટે કરો અંદર પેશન્ટનું ખુબ જ લોહી નીકળી ગયું છે, તેણે કહ્યું, ભલે એમ્બ્યુલન્સ થઈ જતા તે હોસ્પિટલ ગઈ, અને તે જ રાત્રે તેની મમ્મીનો ફોન આવ્યો અને કહ્યું તમે હોસ્પિટલ આવી જાવ આપણા દીકરાને લાગી ગયું છે, તો કહ્યું, ભલે હું આવું છું, ત્યાં પહોંચતા જ તેને ખબર પડી કે તે એમ્બ્યુલન્સમાં મારો દીકરો જ હતો આ સાંભળી તે રોવા લાગ્યો તેની પત્નીએ કહ્યું રોશો નહીં, આપણો દીકરો અત્યારે બરોબર છે અને થોડીક જ વારમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે આવીને તેમને બે હજાર રૂપિયા આપ્યા અને કહ્યું, આલ્યો ટ્યુબના પૈસા તો તેણે શરમાઈ ને નીચું જોવા લાગ્યો અને તેની પત્નીએ કહ્યું આ ગામડામાં આપણા છોકરાનો ઈલાજ નહીં થાય તેને શહેર લઈ જવો પડશે તેનું લોહી જોતા હું બેહોશ થઈ ગઈ હતી અને વચ્ચે એમ્બ્યુલન્સમાં પંચર પડતાં બે કલાક જેટલો સમય લાગી ગયો એટલા માટે આપણા છોકરાનું આ હોસ્પિટલમાં ઈલાજ થયું નહીં અને જો બે કલાકનો સમય ન લાગત તો આપણો દીકરો બચી ગયો હતો ત્યારથી ચેતન સરખા પંચર કાઢવા માંડ્યો હતો. 


Rate this content
Log in