જેવા સાથે તેવા
જેવા સાથે તેવા
એક ગામ હતું. તે ગામમાં કરિયાણાની એક દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ઓછું તોલતો અને વધારે ભાવ લેતો. ક્યારેક ગ્રાહકોને હલકો માલ પણ પધરાવી દેતો હતો. તેની દુકાને જનારા ગ્રાહકો છેતરાઈ જતા પણ કોઈને તેનો ખ્યાલ આવતો નહીં.
એક દિવસ એક ગ્રાહક તેની દુકાને આવ્યો. તેણે દુકાનદારને ૫ કિલો ખાંડ આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું. તેણે દુકાનદારને ફરિયાદ કરતાં કહ્યું, "કેમ ભાઈ, ખાંડ ઓછી તોલી ?"
દુકાનદારે ગ્રાહકને ઠંડે કલેજે જવાબ આપ્યો, "તમારે વધારે વજન ઊંચકવું નહીં પડે !"
ગ્રાહક પણ બુદ્ધિશાળી હોશિયાર હતો. એણે દુકાનદારને શીખ આપવાનો નિશ્ચય કર્યો. એણે દુકાનદારને ઓછા પૈસા આપ્યા.
દુકાનદારે પૈસા ગણી જોયા. પૈસા ઓછા હતા. દુકાનદારે ગ્રાહકને જણાવ્યું કે "ભાઈ, તમે મને પૈસા આપ્યા છે."
ગ્રાહક એ તરત જ જવાબ આપ્યો, "ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહીં પડે !"
ગ્રાહક નો જવાબ સાંભળી દુકાનદારને પોતાની ચાલાકી સમજાઈ ગઈ. પછી ગ્રાહકને કીધું, "હું બધા સાથે આવું વર્તન કરું છું પણ કોઈને ખબર પડતી નથી એટલા માટે હું બધાને છેતર તો હતો પણ તમે મને શીખ આપી દીધી હવે હું કોઈ સાથે આવું વર્તન નહીં કરું અને સાચી ગણતરી કરીશ. "
આ વાર્તા પરથી આપણે બોધ મળે છે કે શેરની માથે સવા શેર હોય છે. માટે આપણે કોઈના સાથે ખોટા વર્તન કરવા જોઇએ નહીં. નકર જેવા સાથે તેવા થઈ જઈએ છીએ.
