Thakkar Nand

Children Stories

2  

Thakkar Nand

Children Stories

લાલચુ ચકલી

લાલચુ ચકલી

1 min
153


ચોખા, મગ, તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મન ભરી દાણા ચણતી. એક દિવસ તેને વિચાર્યુ કે મને એવું કાંઈક કરવું જોઈએ કે અન્ય પક્ષી આ રાસ્તા પર ના આવે નહિતર, મને દાણા ઓછું મળશે.

તે બીજી ચકલીઓને કહેવા લાગી રાજમાર્ગે ના જશો ત્યાં મોટુ સંકટ છે. ત્યાંથી જંગલી હાથી-ઘોડા અને દોડતા બળદોની ગાડી નીકળે છે. ત્યાંથી તરત ઊડીને સુરક્ષિત સ્થાન પણ જઈ શકાતું નથી.

તેની વાત સાંભળી બધા પક્ષી ગભરાય ગયાં અને તેનુ નામ અનુશાસિકા મૂકી દીધું.

એક દિવસ તે રાજપથે ચણી રહી હતી. ત્યારે ઝડપથી આવતી ગાડીનો હોર્ન સાંભળી પાછળ વળીને જોયું, અરે હજુ તો આ બહુ જ દૂર છે થોડુંક ચણી લઉં, વિચારી દાણા ચણવામાં એટલી મગ્ન થઈ ગઈ કે તેને ખબર ના પડી કે ગાડી કયારે તેની નજીક આવી ગઈ. તે ઊડી પણ ના શકી અને પૈંડા નીચે કચડી મૃત્યુ પામી.

થોડા સમય પછી ખળભળ મચી ગઈ કે અનુશાસિકા ક્યાં ગઈ. શોધતા-શોધતા છેવટે તે મળી ગઈ.


Rate this content
Log in