Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
211


ચાલને ભાઈબંધ, આપણે પતંગ અને દોરી લેવા જઈએ. ઉત્તરાયણ નજીક આવી રહી છે.

ના..ના.. મારે પતંગ ચગાવવાની નથી. મને પતંગ ચગાવવી ગમતી નથી.

પણ મિત્ર, હું પતંગ અને દોરીના રૂપિયા આપીશ. આપણે બંને ચગાવીશું.

ના..ના..મને ઉત્તરાયણ ગમતી નથી.

પણ તને તો બાળપણમાં પતંગ ચગાવવાનો શોખ હતો. આમ તું કરે એ માનવામાં આવતું નથી.

મિત્ર,પતંગનો શોખ છે.અને હજુ પણ છે પણ...પણ..

પણ..પણ.. શું ?

મિત્ર,એક ઉત્તરાયણ વખતે મારી દોરીના કારણે એક વ્યક્તિના ગળે લપેટાઈ જવાથી એને હાનિ થઈ હતી. મારા કારણે કોઈને હાનિ થાય એ મને ગમતું નથી.

પણ આપણે ચાઈનીઝ દોરી લાવવાના નથી. આપણે સાવચેતી રાખીશું.

તો ઠીક છે. એ વખતે મેં ચાઈનીઝ દોરી વાપરી હતી જેના કારણે આવું થયું હતું. પછી પતંગ ચગાવવાનું બંધ કર્યું હતું.

મિત્ર, હવે તો ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે. જો કોઈ એવી દોરીનું વેચાણ કરે તો તરતજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની. હવે તું મારી સાથે ઉત્તરાયણ કરીશ કે નહીં ? જો તું પતંગ અને દોરી ચગાવવા મારી સાથે નહીં આવે તો હું પણ ઉત્તરાયણની મજા નહીં માણું.

જો...જો... મિત્ર,મારા કારણે તું તારો આનંદ ભૂલી જવા માંગે છે ? હું પતંગ અને દોરી લેવા આવીશ. તેમજ તારી સાથે ઉત્તરાયણ પણ કરીશ.પણ નાસ્તા પાણી તો હું જ લાવીશ. બોલ કબૂલ છે ?

ઓકે..બસ તારી વાત માનું છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational