ઉત્સવ - આજકાલ
ઉત્સવ - આજકાલ
આજકાલ દરેક લોકો અલગ અલગ ક્ષેત્રમાં
વોટ્સએપ ગ્રૂપમાં હોય છે, માહિતી ફકત આંગળીના ટેરવા પર હોય...કોપી, પેસ્ટ કરી ને મૂકો વહેતી...
જેમ દરિયામાં ખોવાયેલ મુસાફર બોટલમાં ચીઠ્ઠી નાંખીને રાહ જોયા કરે ..જવાબની..એમ...
આપણા જીવનમાં ઉત્સવ બનાવ્યા શું કામ ?
નોકરીમાં રજા માટે ?
ઘરમાં સરસ ભોજન બને તે માટે ?
સ્વજન, સ્નેહી, મિત્રો, નાતબંધુઓને મળવા માટે ?
એક વિચાર એ પણ છે કે સામાન્ય દિવસે જે
ન કરાય તે ઉત્સવમાં કરાય,
હવે તો શોભાયાત્રાઓ પણ નીકળે છે, પણ
વિધર્મી આક્રમણનો ડર પણ રહે છે !
રાષ્ટ્રિય તહેવાર તો જાણે નાટક હોય તેમ ઉજવાય છે !
તો મૂળ સવાલ છે ઉત્સવ શું ?
મારા મંતવ્ય મુજબ રોજ સવારે નીરોગી ઊઠો એ
સૌથી મોટો ઉત્સવ, સ્વજન સાચા દિલથી માન
આપે એ ક્ષણ ઉત્સવ, મિત્રો યાદ કરે, રૂબરૂ મળે, એ ઉત્સવ,
પુરાણકાળના ઈતિહાસને પ્રયત્નપૂર્વક
યાદ રાખો અને આજના કાળના સંદર્ભમાં જોડો એ ઉત્સવ..
તો..યે જીવન એક ઉત્સવ હી તો હૈ...
કરો મઝા, તરસ લાગે અને પાણી પીઓ એ પણ ઉત્સવ..
શારીરિક વ્યાધિમાંથી મુક્તિ એ ઉત્સવ..
તમે શું કહો છો ?
આનો જવાબ મળે એ ય ઉત્સવ.
