MITA PATHAK

Inspirational

4.5  

MITA PATHAK

Inspirational

ત્યાગ

ત્યાગ

3 mins
287


'જ્યોતિ વહુ શું કરો છો ?'

'બસ , મમ્મીજી આ ટીફીન તૈયાર કરું અને તમારા બધાનું જમવાનું તૈયાર કરીને ગેસ પર મૂકી દીધું છે. અરે હા.... રસોડું પણ ચોક્ખું કરી દીધું છે. જમવાનું ભૂખ લાગે એટલે ગરમ કરીને પપ્પાને જમાડી અને તમે પણ જમી લેજો. કામવાળી કચરા-પોતા અને વાસણ કરી જશે.'

'સારુ વહુ બેટા, પણ જતા જતા અહી અમને મળીને જજે.'

'હા હું તમારી રુમમાં જ આવું છું. આ લો પપ્પાની દવા અને તમારા પગના દુખાવાની બન્નેની અલગ અલગ મુકી એ યાદ રાખી આપી દેજો.'

નોકરી પરથી આવતાની સાથે જ નાસ્તાની તૈયારી અને જમવાની તૈયારીઓ કરીને છોકરાની સ્કૂલની તૈયારી કરાવી અને બધું કામ પતાવી બેસતા બેસતા સવા અગિયાર થઈ ગયા. પતિ પણ ઘસઘસાટ ઉંઘવા લાગ્યા હતા. મારી આ સરકારી નોકરી જેનું સ્વપ્ન મે જ્યારે પાંચ વર્ષની હતી ત્યારથી જોયું હતું. મમ્મીની ઓઢણી પહેરી નાચતા નાચતા મમ્મીને ભણવા બેસાડી દેતી. અને આમ રમતા રમતા મેં મારા સ્કૂલમાં જવાની તૈયારી કરી દીધી હતી. સ્કૂલ જવા ન મળે તો હું કકરાટ કરું. મારે ટીચર બનવું જ હતું અને તેથી મમ્મીની સાડી પહેરીને સ્કૂલનાં બધા જ કાર્યક્રમોમાં ભાગ લીધા છે. ખાસ કરીને શિક્ષક દિવસ મારો સૌથી પ્રિય દિવસ. આમ કરતા કરતા મેં એ.મે, બી.એડ અને પી .એચ. ડી કયારે કર્યુ તે ખબર જ ન પડી.મારુ સ્વપ્ન તો પુરું થયું હું બહું ખુશ હતી.મને સરકારી નોકરી પણ મળી ગઈ હતી.

મમ્મી અને પપ્પા પણ બહું ખુશ હતા.પણ દિકરી થોડી કાયમ માટે મમ્મીપપ્પા સાથે રહેવાની છે. એમને સુખી જોવા માંગતા હતા કે તારે પણ એક ઘર હોય અને સાસરું પણ સારુ મળે અને સુખેથી રહે તો અમારી બધી ઇચ્છાઓ પૂરી થઈ ગઈ એવું લાગશે. દિકરી ખુશ એટલે અમે એકદમ મજામાં. અને ખાસ તને સરકારી નોકરી કરવા દે તારી ઇચ્છા મુંજબ તમે સખી સાસરુ અને જીવન જીવું બસ અમે તો ગંગા નાહ્યા એટલુ સુખ અમને મળશે તને જોઈને. જ્યોતિ સુતા સુતા પોતાના જીવનને વાગોડી રહી હતી.

'મારી બધી ઇચ્છા પૂરી થઈ છે. હું મારા જીવન બહું ખુશ છું. મને સરકારી નોકરી અને સાસરી પણ સારી મળી છે. પણ આજે પપ્પાજીને જોઈ ખૂબ જ દુઃખ થાય છે. એક મહિનાથી ખબર પડી છે કે પપ્પાજીને કેન્સર છે તો ઘરનો માહોલ જુદો થઈ ગયો છે. મહેમાન અને હોસ્પિટલ અને ઘરનું કામ રાત દિવસ કયા પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી. ઉપરથી નોકરીના થાકને લીધે જાણે ઉંઘ પણ ક્યાં ખોવાઈ ગઈ છે. ચાલ હવે સૂઈ જાવ.'

સવારે પપ્પાની સેવા અને ઘરના કામ પણ કરવાના ને નોકરી જવાનું. સવાર થતા જ જયાતિ કામે વળગી જાતી. તે બીજે દિવસે સવાર થાય વહેલી આમ દિવસો પસાર થવા લાગ્યા. પણ હવે સસરાની માંદગી વધારે વકરી છે તેમના કેન્સરના કારણે.

બીજા દિવસની વાત છે. જ્યોતિ થોડી આરામથી જાગી ઘરના કામ પતાવી સાસુને મદદ કરીને સસરાને ન્હવડાવાથી લઇને દવા બધુ આપી પોતાના રૂમમાં ગઈ. છોકરાને હોમવર્ક કરાવીને રસોઈની તૈયારીઓમાં લાગી. સાંજે પતિ આવતા જ પૂછીયું 'કેમ તું આજે નોકરી પર નથી ગઈ. ના,કેમ ના ગઈ.'એમ જ ..બોલતા બોલતા પતિના હાથમાં એક કાગળ આપ્યો. 'આ શું છે ?'

'તમે જ જોવો.'

'અરે આતો તે સ્કૂલમાં રાજીનામુ આપી દીધો તેનો પત્ર છે. કેમ તે આવુ કર્યુ ?

'જુઓ પપ્પાજીની તબિયત વધારે બગડી હોય એવું લાગે છે. કેન્સરના કારણે તેમના શરીરમાં જીવ પડી ગયા છે એમને દેખરેખથી ખૂબ જ જરુર છે. તેથી મે મારી નોકરી છોડીને ઘરમાંજ રહેવાનો નિર્ણય કર્યો છે. અચાનક જયેશ બોલ્યો હું આજે ધન્ય થઇ ગયો છું તારી જેવી પત્નીને પામીને જેને પોતાના જીવન એક જ સ્વપ્નનો કો કે જીવનની તમન્ના હતી ત્તેનો ત્યાગ, આટલા આસાનીથી ત્યાગ કરી દીધો.'

'બસ હવે તમે મને રડાવશો કરીને બંનેએ એકબીજાને ભેટી જાય છે અને જ્યોતિ પોતાની ફરજ નિભાવે છે અને સુખે પોતાનું જીવન પસાર કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational