Sang Savariya

Tragedy Thriller

2  

Sang Savariya

Tragedy Thriller

ટુકડો મળે તો આખાની ઈચ્છા નથી..

ટુકડો મળે તો આખાની ઈચ્છા નથી..

4 mins
7.4K


અેક પછી અેક ચીજવસ્તુના અોર્ડર લખાઈ ગયા બાદ સેલ્સમેને પોતાની સાથે આવેલ માણસને યાદી હાથમાં આપી ચીજવસ્તુઓ વાહનમાંથી કાઢી લાવવા કહ્યું.  

"હવે બોલો, કોઈ વસ્તુ રહી જાય છે?" સેલ્સમેને સુદર્શનને પૂછ્યું.

દર વખતની જેમ આ વખતે પણ સુદર્શને ક્ષણવાર આંખો બંધ કરી વિચાર કર્યો અને દુકાનમાં જરૂરી હોય તેવી ચીજ વસ્તુઓની યાદી આવેલ સેલ્સમેનને લખાવી.

સેલ્સમેને યાદી લખી લીધા પછી તે યાદી તેણે પોતાની સાથે આવેલ ડીલીવરીમેનને સુપ્રત કરી યાદી મુજબનો માલ સામાન ઉતારવા સૂચના આપી હતી. દર વખતની જેમ જે વસ્તુમાં વધુ નફો રહેતો હોય અથવા જે વસ્તુ બજારમાં નવી નવી આવી હોય તેવી વસ્તુઓ ખરીદવામાં સુદર્શનને વધુ રસ હતો જે વાતની સેલ્સમેનને પણ ખબર હતી. અને અેટલે જ સુદર્શનને સેલ્સમેન અલગ અલગ નિતનવી ચીજવસ્તુઓના સેમ્પલ બતાવી ઓર્ડર લખાવી લીધો હતો. અંતે ચીજવસ્તુઓ આપ્યા અને ફાઈનલ બીલ બનાવતા પહેલા તેની સેમ્પલ બેગમાંથી અેક બૅાક્સ હાથમાં આવ્યું જે સુદર્શન સામે ધરતાં સેલ્સમેન બોલ્યો : "આ આઈટમની ઘણી માંગ છે અને આમાં વળતર પણ વધુ છે, છેલ્લા ત્રણ બાૅક્સ બચ્યાં છે બોલો એાર્ડરમાં લખી નાખું?" સેલ્સમેનના હાથમાં તે બાૅક્સ જોઈ સુદર્શનની આંખો પહોળી થઈ ગઈ, ગત વર્ષે પણ અન્ય કંપનીના અેક સેલ્સમેને આવી આ માચીસ બાૅક્સ આપી વધુ ફાયદાની વાત કરી હતી ફરી અે જ બૉક્સ આજે સામે આવતા સુદર્શનનું મગજ ભમી ગયું. ગત સાલ પણ આવું જ કંઈક બન્યું હતુ. બરાબર દિવાળીના દિવસો હતા.

સુદર્શને વધુ નફાની લાલચે સેલ્સમેન પાસે રહેલા તમામ બાૅક્સ લઈ લીધા, થયું નવી જ આઈટમ છે નાના બાળકોને ખબર પડશે અેટલે લાઇન લાગી જશે અને ફટાફટ વેચાય જાય પછી ક્યાં ચિંતા હતી પરંતું આ બધી અટકળો જ્યારે ઊંધી પડી ત્યારે સુદર્શનને ખ્યાલ આવ્યો હતો.

સુદર્શન દરરોજ વહેલી સવારે પોતાની દુકાન ખોલી નાખતો અને દુકાન ખોલ્યાના અેક બે કલાક બાદ ઘેર ચા-પાણી માટે જતો. દિવાળી આડે માત્ર અેક જ દિવસ બાકી હતો. નિત્યક્રમ મુજબ સુદર્શન દુકાન ખોલી વહેલી સવારના જેટલા ગ્રાહકો હતા તેને આટોપી પોતાના ચાર વર્ષના પુત્ર ઉમંગને દુકાનના થડા પાસે બેસાડી દુકાનની પાછળની બાજુઅે આવેલ દિવાલમાંથી ઘરમાં જવાનો રસ્તો હતો જે માર્ગે સુદર્શન ઘરમાં ગયો. આમ જોઈએ તો ઘર અને દુકાન વચ્ચે માત્ર અેક દીવાલનું અંતર હતું અેટલે આમ ગણો તો ઘર અને દુકાન અેકબીજાને અડીને આવેલા હતા. 

જતાં પહેલા સુદર્શને ઉમંગને "તોફાન ન કરતો, કોઈ કંઈ લેવા આવે તો મને સાદ પાડી બોલાવજે.." કહી જતો રહેલ.

દિવાળીની સિઝન હતી દુકાન અનેક નાની મોટી ચીજવસ્તુઓથી ખીચોખીચ ભરેલી હતી. આખા ગામની કુલ વસ્તી ત્રણે'ક હજારની હતી જેમાં સુદર્શનની અેક અેવી દુકાન હતી જ્યાં તમામ વસ્તુઓ મળી રહેતી.

સુદર્શને હજુ ઘરમાં પગ મૂક્યો જ હશે ત્યાં આ બાજુ રહેલ નાનકડા ઉમંગની નજર લાઇનબધ્ધ ગોઠવેલ બાૅક્સ પર પડી. કૂતુહલ વશ ઉમંગે નજીક જોઈ એક તૂટેલા બાૅકસમાંથી બહાર નિકળી પડેલ પેકેટને હાથમાં ઉચક્યું. પપ્પા આ શું લાવ્યાં હશે? વિચારી ઉમંગે તે પેકેટને ખોલ્યું જોયું તો તેમાં રંગબેરંગી દિવાસળીએા નજરે પડી. એક હાથમાં માચીસનું બાૅક્સ ને બીજા હાથમાં દિવાસળી લઈ લીધી અને પછી તો અેક પછી અેક દિવાસળીઓને માચીસ બાૅક્સમાંથી કાઢી બાળસહજ રમત આદરી. 

ઉમંગને શું ખબર આ શું કરવા જઈ રહ્યો છે!

અેક બે અને ત્રણ પેકેટ ખોલતાં અચાનક આ શું થયું? શરૂઆતમાં અેક સામાન્ય તીખારો નિચે ખર્યો અને વેરાયેલ દીવાસળીઓ પર પડતા સરરર...સરર... કરતી અેક પછી અેક માચીસના પેકેટ સળગવા લાગ્યા. ઉમંગ કંઈ સમજે વિચારે ત્યાં તેની આસપાસની પ્લાસ્ટિકમાં પેક કરેલ પેકેટોને આગે પોતાની ઝપટમાં લઈ લીધા. 

પ્લાસ્ટિક કારણે આગ બેકાબુ બનવા લાગી. ઉમંગ ઊભા થઈ ડરના માર્યો અેક ખૂણામાં છુપાઈ ગયો. ધીરે ધીરે કરતા આખી દુકાનમાં આગે વીકરાળ રૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. 

ઉમંગને દુકાન અંદરનું દેખાતું બંધ થયું, તે ખુબ જ ડરી ગયો હતો. 

પ્લાસ્ટિક અને અન્ય ચીજવસ્તુઓ સળગતાં તેના ધુમાડાની દુર્ગંધ સુદર્શનના નાકે પહોંચતા તેને કંઈક સળગતું હોય તેવું લાગ્યું. તે હાંફળો ફાંફળો દોડ્યો..

દુકાનના દરવાજા નજીક આવી પહોંચ્યો ત્યાં આગની જ્વાળાઓ તેની તરફ તેને આવતી લાગી. તે વ્યાકુળ થઈ બરાડ્યો..."ઉમંગ... . . બેટા . . ઉમંગ", પણ સામા છેડેથી કોઈ ઉત્તર ન આવ્યો તે બેબાકળો થયો.  દુકાનમાં પ્રચંડ આગ અને કાળાડીબાંગ ધુમાડા કશું સુજવા દેતા ન હતા. દુકાનની અંદર જવાના રસ્તામાં જ સામી અગનજ્વાળા વધુ તીવ્ર બનતી જતી હતી. અન્ય માર્ગ થઈ તે દુકાનના રસ્તા તરફ પડતા દરવાજા પાસે આવી બુમાબુમ કરવા લાગ્યો... "ઉમંગ..ઉમં..ગ..."

ત્યાં સામેના છેડેથી "પપ્પા... પપ્પા હું અહિં છું.." અેવો ઉમંગનો જવાબ આવ્યો. સુદર્શને પળનો વિલંબ કર્યા વિના દુકાનમાં દોટ મૂકી. દુકાનના પ્રવેશ માર્ગમાં પ્લાસ્ટિક આેગળી પાણીના રેલાની જેમ વહેતું થયું હતું. પોતાના અેકના અેક વ્હાલસોયાને બચાવવા સુદર્શને આગમાં કુદકો લગાવ્યો. મહામહેનતે સુદર્શન ઉમંગ સુધી પહોંચી તેને હેમખેમ બહાર લઈ આવ્યો. સળગતી દુકાનમાંથી સુદર્શન બહાર આવ્યો ત્યાં સુધીમાં તેના પગના તળીયા સખત રીતે દાઝી ગયા હતા. પ્લાસ્ટિકનો રસ ચામડી સોંસરવો ઉતરી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં ઉમંગને પણ સામાન્ય ઈજાઅો થઈ હતી. સમયસર સુદર્શને સાહસ દાખવી ઉમંગને બચાવી લીધો. ગણતરીની મિનિટોમાં ઘટેલી આ દુર્ઘટના બાદ સુદર્શનની સમગ્ર દુકાન સળગીને ખાખ થઈ ગઈ હતી. દુકાનની સઘળી દીવાલો કાળીમેશ થઈ ચૂકી હતી. ઈશ્વરનો પાડ કોઈ જાનહાની ન થઈ પરંતું સુદર્શને મનોમન નક્કી કર્યુ આજ પછી નફો ભલે આેછો થાય પણ ચાઈનાની અેકપણ વસ્તુઓ વેચવી નહીં.

સેલ્સમેને સુદર્શનને ઢંઢોળતા પૂછ્યું : "શું શેઠ, આપી દઉં, ત્રણ બાૅક્સ?" "માફ કરો ભાઈ, મારે નથી જોઈતી ચાઇનાની કોઈ વસ્તુ", તેમ કહી સુદર્શને સેલ્સમેનને ચોખ્ખી ના ભણી દીધી. અને મનોમન બોલ્યો: "ટુકડો મળે તો આખાની ઈચ્છા નથી...!"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy