Sang Savariya

Drama Inspirational Thriller

4.5  

Sang Savariya

Drama Inspirational Thriller

હૃદય ચક્ર

હૃદય ચક્ર

6 mins
317


 આખરે હતાશ થયા વગર જટિલ પરિસ્થિતિ વચ્ચે ચિંતાતુર અને સહેજ અફસોસ કર્યા વગર તેના ચહેરાના હાવભાવને વ્યવસ્થિત રાખી મિહિર ચાલતો થયો હતો અને પોતાના નિવાસ સ્થાન  આવી બેસી ગયો. જ્યારે તેને ખબર પડી કે હાલની પરિસ્થિતિ હવે પોતાના હાથમાં રહી નથી ત્યારે તેને ભાન થયું. તેણે કલ્પના નહોતી કરી કે આવું થશે પરંતુ જે કઈ થયું તે માટે પોતે જ જવાબદાર હતો. પોતાના વિચારો પોતાનું સંશોધન અને તે શું કરવા માંગે છે તે બાબતની ચર્ચા આજે તેમણે જાહેર ન કરી હોત તો કદાચ તે વિશ્વના અન્ય વૈજ્ઞાનિકો સાથે પણ સન્માનનો હકદાર બની જાત. પરંતુ જે કંઈ થયું તે અફસોસજનક હતું. સમગ્ર બાજી પોતાના હાથમાંથી સરકી ગઈ હતી. પોતે લાચાર હતો પણ કમજોર ન હતો. અન્ય એક પ્રયાસ કરવા માટે તેણે કમર કસી તે ઊભો થયો અને પોતાના સંશોધન રૂમમાં ગયો રૂમમાં જઈ તે એક ખુરશી પર બેઠો શાંત ચિત્તે વિચારવા માંડ્યો. તેને થયું હવે શું કરું? જેથી વિશ્વ આખું મારા સંશોધનથી પ્રભાવિત થાય. માત્ર પ્રભાવિત જ નહીં પરંતુ મારું આ સંશોધન અન્ય લોકોને પણ તમામ ક્ષેત્રમાં ઉપયોગી નીવડે. ડગલેને પગલે જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં  આ સંશોધન મદદરૂપ થાય. ખૂબ જ સરળતાથી તે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ મળી રહે. કમજોર લાચાર લોકો તેનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે. કોઈપણ જાતનો ખર્ચ ના આવે. તમામ વિસ્તારો અને જગ્યાએ તે સરળતાથી મળી રહે. વારંવાર તેનો ઉપયોગ કરવાથી બીજી કોઈ રીતે નુકસાનકારક ના રહે, તે માટે તેમણે એક અદભૂત સંશોધન કર્યું. અને તે સંશોધન હતું હૃદય ચક્રનું. આ એવું ચક્ર હતું જે ગમે તે ઉમર ગમે તે વર્ગ તેને સરળતાથી ધારણ કરી શકે પોતાના છાતીના ભાગે હૃદયની ધડકનથી નજીક રાખી તેનો ઉપયોગ કરી શકે તેવું આ સંશોધન હતું. ધડકનોની સાથોસાથ ધબકતું હૃદય ચક્ર વ્યક્તિના વિચારો પણ તેની ભવિષ્યની નીતિઓને ગ્રહણ કરી તે નીતિઓ લોક ઉપયોગી કઈ રીતે બને તથા તે દ્વારા વિકાસલક્ષી કાર્યો કેમ કરી શકાય અથવા તો દેશ અને દુનિયા તથા જીવમાત્ર કલ્યાણ કઈ રીતે કરી શકાય તે બાબતના અનેક વિધ સવાલોના જવાબ આપતું તથા તે જવાબોને શબ્દો રૂપે પણ પ્રસ્તુત કરતું.

           આ હૃદય ચક્ર હતું ડેટાબેઝ તથા વીડીયો ક્લીપીંગ દ્વારા તે અલગ-અલગ ક્રિએટિવ વીડિયો બનાવી અને સામેના કોમ્પ્યુટર, લેપટોપ કે કોઈપણ પ્રોજેક્ટર પર તે વિડીયો ક્રિએટ કરી અને ભવિષ્યના આયોજનોને એનિમેશન તથા અલગ અલગ વિઝીબલ વીડિયો દ્વારા પ્રદર્શિત કરતું હતું. આ એવું સંશોધન હતું જે સમગ્ર જીવ માત્ર માટે નવી આશાનું કિરણ હતું તે દ્વારા સમગ્ર જીવ સૃષ્ટિ નવા આયામો સર કરવા જઈ રહ્યું હતું. તેનું આ સંશોધન તમામ માટે ગૌરવ પ્રદાન કરે તેવું હતું. કોપીરાઈટ મેળવવા માટે તેણે પોતાની પ્રોડક્ટ અને આ સંશોધનને સરકાર અને વૈજ્ઞાનિકોની ટીમ સમક્ષ રજુ કરવાના બદલે પોતાની આ સંશોધિત વૈજ્ઞાનિક સિદ્ધિ દુનિયાના તમામ નાગરિકો સમક્ષ સીધી રીતે રજૂ કરવા માટે તેણે સોશિયલ મીડિયાનો ભરપૂર લાભ ઉઠાવ્યો. મોબાઈલ ઇન્ટરનેટની મદદ લઈ તેણે પોતાના હૃદય ચક્ર આવિષ્કારને સરળતાથી અને તદ્દન નજીવા દરે સામાન્ય વ્યક્તિને મળી રહે તે માટે તેમણે એક કેમ્પિંગ શરૂ કર્યો. આ કેમ્પિંગમાં પોતાએ સંશોધન કરેલ ચક્ર કેવી પરિસ્થિતિઓમાં અને કેવી રીતે કામ કરે છે તેની સંપૂર્ણ વિગતો એક વિઝીબલ વિડીયો તરીકે રજૂ કરી તેને અલગ અલગ અને ક્લિપ્સ તૈયાર કરી અને ઈન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવેલ. અલગ-અલગ ભાષાઓ અને વિવિધ સાઇઝમાં તેની આ ક્લિપો ખૂબ જ ટૂંકી જગ્યામાં અને સરળ ભાષામાં લોકો સમજી શકે તે માટે તેણે અગાઉથી પ્લાનિંગ કર્યું. ત્યારબાદ પોતાની આ વૈજ્ઞાનિક સિદ્ધિ લોકોને નજીવા દરે ઉપલબ્ધ થાય તે માટે ખુબ જ વિસ્તારપૂર્વક અને સરકાર તથા વૈજ્ઞાનિકો આ બાબતે જાણી ન શકે તેવી રીતે ગુપ્ત કાર્ય હાથ ધરી અને અલગ-અલગ વિસ્તારોમાં પોતાના જાણીતા મિત્રોને તેના વિતરક તરીકે નિમણૂક કરી ખૂબ જ મોટી સંખ્યામાં હૃદય ચક્રો મોકલી આપ્યા. ખૂબ જ ટૂંકા ગાળામાં તેણે હૃદય ચક્રના તમામ પાસાઓનો અભ્યાસ કરી મધ્યરાત્રિના સમયે અલગ-અલગ ભાગ અને વિસ્તારોથી હૃદય ચક્રને ચેક કરી તેનાથી જીવમાત્રને કોઈ નુકસાન તો નથી તે બાબતે વિચાર કરી એકાએક તેને જનતા સમક્ષ રજૂ કર્યું. મોડી રાતથી અપલોડ થયેલ ચક્રની ખાસિયતો અને તેની અગણિત વિડીયો ક્લિપ્સ ઇન્ટરનેટ થકી વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના વિવિધ સોશિયલ મીડિયા થકી તે સમગ્ર વિશ્વમાં ફરતા થઈ ગયા. ધીરે ધીરે લોકો સમક્ષ મિહિરનું આ સંશોધન રજૂ થયું. સમગ્ર વિશ્વની જનતામાં આચર્ય ફેલાયું, લોકો મિહિરના સંશોધન માટે વધુ વધુ જાણવા ઉત્સુક બન્યા તેની ખૂબીઓ અને તેની ઉપયોગિતા માટે લોકો વધુ ઊંડાણપૂર્વક રસ દાખવતા સ્થાનિક સરકાર અને દેશ-વિદેશના વૈજ્ઞાનિકો સ્તબ્ધ થઈ ગયા. એક સામાન્ય વ્યક્તિએ સંશોધિત હૃદય ચક્ર કેવી કેવી અચરજભરી ખૂબીઓ રજૂ કરતું હતું તે જાણી સૌ દંગ થઈ ગયા. પોતાની મૃત માતા સાથે હૃદય ચક્રના આવિષ્કારથી તે વાતચીત કરી શકતો હતો. કલાકોના કલાક તે પોતાની માતાની વાતો સાંભળી તે પર સંશોધન કરતો. આખરે પોતાના મૃતક સ્વજનોને ફોટો દ્વારા જોઈ શકવાનું તથા તેમની સાથે વાતચીત કરવાની મહારત તેમણે હૃદય ચક્ર દ્વારા પ્રાપ્ત કરી. હૃદય ચક્ર દ્વારા ગમે તે મુશ્કેલીના સમયે તેનો હલ કઈ રીતે કાઢવો. માતા દ્વારા તેને વખત પ્રોત્સાહન મળતું સાથોસાથ તેની લાગણીને પણ માન મળવા લાગતાં તે ઘણો ખુશ હતો. હૃદય ચક્રના માધ્યમથી સિવાયના અન્ય ગ્રહોની પણ માહિતી એકત્રિત કરી શકતો હતો. પોતાના સંશોધનથી અત્યંત ખુશ હતો. હૃદય ચક્ર જ્યારે નિર્માણ કર્યું ત્યારે તેણે વિચાર્યું પણ ન હતું તેવા પાસા પર આજે કામ કરી રહ્યું હતું. તેની વિશેષ ખાચિયત હતી કે હૃદયચક્ર ધારણ કરનાર વ્યક્તિ પૈકી દુનિયા અને દુનિયાની સમગ્ર જીવ માત્ર માટે અહિત વિચારે ત્યારે તેમાં અજીબો ગરીબ એરર આવી જતી અને તે કામ કરતું બંધ થઈ જતું. તે સામે કોઈ નાદાન એટલે કે કોઈ ભોળા સ્વભાવના વ્યક્તિ દ્વારા તેને ધારણ કરવામાં આવે તો તે પોતાની ઝડપ કરતાં વધુ ગતિએ કાર્ય કરવા લાગતું. આ કારણે જ તે મિહિરના ભોળા સ્વભાવને લઈ વધુ અસરકારક કાર્ય કરતું હતું.

સમગ્ર વિશ્વમાં યુધ્ધના ભણકારા વાગી રહ્યા હતા. એટમ બોમ્બથી લગભગ તમામ દેશ સજ્જ હતા. વિશ્વ આખામાં વસ્તી વિસ્ફોટ ભયાનક બની રહ્યો હતો. પ્રતિ વર્ષ પૃથ્વી પર ગરમીનો પારો વધી રહ્યો હતો. મિહિર છેલ્લા થોડા દિવસથી હૃદયચક્રમાં વધારાનું અપડેશન કરવા ઈચ્છતો હતો. જેમાં તેને ધારણ કરનાર વ્યક્તિ પૃથ્વી પરથી અન્ય ગ્રહ પર જવા ઈચ્છે તો તેના રિમોટ દ્વારા અહીંથી અદૃશ્ય થઈ તે જે ગ્રહ પર જવા માંગે ત્યાં જઈ શકે. અને આખરે તેને તેમાં કામયાબી પ્રાપ્ત કરી લીધી. 

છેલ્લા ત્રણ દિવસથી હૃદય ચક્રના કારણે અફડાતફડી મચી હતી. કેટલાક ઉગ્ર સ્વભાવના લોકો હૃદયચક્રને ધારણ કરી પોતાની મનસા સિધ્ધ કરવા જતાં હૃદય ચક્ર કામ કરતું બંધ થઈ ગયું હતું. જ્યારે ભોળા લોકોનું ચક્ર તેજ ગતિએ કામ આપતું હતું. કેટલાક વૈજ્ઞાનિકોએ પૃથ્વી સિવાયનો અન્ય એક ગ્રહ શોધી કાઢ્યો હતો જે પર પાણી અને જીવન સંભવ હતું. અનેક દેશ મિહિરના આ સંશોધનથી અજાણ હતા. દેશના અનેક ભાગોમાં હૃદય ચક્ર મળતું થઈ ગયું હતું. તેના ઉયોગથી હવે સૌ કોઈ વાકેફ થયા હતા. બસ એવા સમયે વિશ્વના અનેક દેશોએ ચેતવણી આપી. લોકોને સાવધ થવા કહ્યું અને એકાએક એક બે અને ત્રણનું કાઉન્ટડાઉન શરૂ થયું. વિશ્વના અનેક દેશના ભોળા લોકો સુધી મિહિર દ્વારા બનાવાયેલી હૃદય ચક્ર પહોંચી ગયું હતું. લાખો કરોડોની સંખ્યામાં તેની આવૃત્તિ તેના એક વધારા ના બટન દ્વારા બની ચૂકી હતી. મેલી મુરાદ વાળા લોકો હૃદય ચક્ર ધારણ કરનાર લોકોને મારી રહ્યા હતા. તેમ છતાં હૃદય ચક્રવાળા લોકો વધુ સંખ્યામાં પોતાના ભોળપણવાળા સ્વભાવના અભાવે મરી રહ્યા હતા. ધીરે ધીરે વસ્તી દર ઘટી રહ્યો હતો. એક પછી એક ઍટમ બોમ્બના ધડાકા થવા લાગ્યા. પૃથ્વીના વિવિધ વિસ્તારમાંથી આવા વિસ્ફોટકોનો સંખ્યા વધવા લાગી અને ધીરે ધીરે સર્વત્ર અંધકાર ફેલાવા લાગ્યો ત્યારે મિહિરે આંખો બંધ કરી પોતાના હૃદય ચક્રનું બટન દબાવી વિચાર કર્યો અને તેજ ક્ષણે તે કુદરતી રીતે હર્યાભર્યા ગ્રહ પર આવી ગયો. તે નિર્વસ્ત્ર હતો. પ્રકૃતિ સર્વત્ર ખીલી ઊઠી હતી. દૂર દૂર સુધી ક્યાંય માનવ જીવ નજરે ન પડતો હતો. તે ચાલવા લાગ્યો અનંત સુધી બસ ચાલતો જ રહ્યો... ચાલતો જ રહ્યો... કોઈ અન્ય જીવ પણ મળી જાય.


Rate this content
Log in

Similar gujarati story from Drama