ટકોરો
ટકોરો
એક હતું સુંદરવન ... નામ પ્રમાણે, સ્વચ્છ ઝરમર વહેતા ઝરણા, ઘાઘરાં ઝાડોથી આચ્છાદિત , પંખીઓના કલરવથી હંમેશાં જીવંત રહેતું. અહીં દરેક ઝડના પર્ણ, હવાના દરેક ઝોકા સાથે સતત કંઈક કહેતું હતું. આવા સૌદર્ય સાથે, આ જંગલમાં એક રહસ્ય પણ વસતું હતું—એવી અદૃશ્ય ગુંજ, જે માત્ર રાત્રિએ વિભાવિત થતી.
એક દિવસ ગામડાંનો એક મુંજાયેલો વાર્તાકાર. નામ હતું તેજસેન, તેના દિલમાં ઘુંટાઈ રહેલી એક ઘાયલ પંખીની કહાણી શોધવા જંગલમાં પ્રવેશ્યો.તેની પાસે એક લેખકની વેધક તેજ આંખ અને તેની કલમ પાસે કલ્પનાનો અઢળક ખજાનો હતો.
આજે તે સુસવાટામાં બેસુમાર ઝાડના પર્ણ તથા છૂટી છવાઈ શિયાળની લારીઓ ઉપજતા અવાજ વચ્ચે ચાલી થાક્યો. કંઈ કથા વસ્તુ જડતી નહતી આખરે પોરો ખાવા તે એક સુકાયેલા વૃક્ષના થડ ને એઢેલી બેઠો. વિચાર શુન્ય બનેલ તેજસેને જોયું, કે નિર્મળ નભમાં સોળે કળાએ ખીલેલા ચંદ્ર પ્રકાશથી ઉપજતો પોતાનોજ પડછાયો પણ તેની પાસે બેઠો હતો.
થોડીક વારમાં , જંગલમાં એક ગુંજ ધીમેથી ઉમટ્યો... અને તેજસેન ને કહેતો હતો, “શબ્દો ભૂલાય જાય, અને ચહેરા પણ મૂંગા થાય , પરંતુ અંતરની ગુંજ કદી શાંત થાય ખરી?.”
રે.. તેજસેન, આજે અમે તારી ગુંજ સાંભળવા ઉત્સુક છીએ, ત્યારે તું એમ બેબાકળો થઈ શીદ ને ઘૂમે છે?.
તેજસેન ચમક્યો, તેની પરાછાઈની તે ગુંજ હોય તેવો તેને આભાસ થયો.
"તેજીને ટકોરો પડી ચુક્યો હતો"
હવે તેજસેન દરેક મુંજવણે એ અવાજ સાથે સંવાદ રાખતો. આખરે તેણે ગુંજમાંથી ઘાયલ પંખી ની એક કહાની ગૂંથી પૂરી કરી —એવી વાર્તા હતી કેવાંચનારને તેમાં પોતાના જીવન પથમાં આવતા વૈચારિક જંગલી દુ:ખો, તેની કડવી યાદો અને એ ખોવાયેલ મીઠી આશાઓથી ઘાયલ પંખીની ચીત્કાર સંભળાય.
સવારે, તેણે એ વાર્તાને કાગળ પર ઉતારી
આખરે એ જંગલના વૃક્ષોએ લહેરાતાં પાંદડાઓએ કહેવું પડ્યું, "તેજ" શાબાશ.
“તું પણ હવે પ્રકૃતિનો એક ભાગ બન્યો છે.”
સુંદરવન ના ગુંજેલા ટકોરા એ,હવે કોઈ વાર્તાનું સ્વરૂપ છોડી, માનવીના મનમાં વિચારોના જંગલમાં ઘૂંટાઈ રહેલ અવાજોમાં સ્વ ના અસ્તિત્વના ગીતનું સ્વરૂપ લે છે.
એવું ગીત, જે દરેક વાંચકના હૃદયમાં ગુંજતું રહે છે...
ઘણી વાર્તાઓ વાંચી લખી છે આપણે, ચાલો તો થોડોક આત્મ સાદ સાંભળી લઈએ!!!
