STORYMIRROR

Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

તરવરાટ ભરી યુવાની

તરવરાટ ભરી યુવાની

1 min
317

જીવનમાં મુખ્ય ત્રણ તબ્બકા હોય છે. બાળપણ, યુવાની અને ઘડપણ. બાળપણ તો માસુમ, નિર્દોષ, મસ્તી ભર્યું હોય છે. ન ચિંતા, ન ખટપટ, બસ મોજ, મસ્તી અને જલસા કરવાનાં હોય છે. પણ બાળક જેમ જેમ મોટું થાય તેમ યુવાન બને તેઓમાં પાકટતા, ગંભીરતા આવે છે.

એક કહેવત છે, "વહી ગયેલાં નીર, સરી ગયેલો સમય પાછો આવતો નથી." જો આપણે યુવાનીનાં સોનેરી સમયને સાચવી લેશું તો આપણું પુરું જીવન સુખમય બની જશે. યુવાની એટલે થનગનતા ઘોડલાં. યુવાની એટલે કંઈક કરી છૂટવાની ધગસ. તો આ મળેલી યુવાનીને વેડફી ન નાખતાં યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. કોઈકે સાચું જ કહ્યું છે કે "પાકાં ઘડે કાંઠા ન ચડે. " એટલે કે જે વસ્તુ જે સમયે સારી લાગે ત્યારે જ કરવી જોઈએ. યુવાનીનાં ઉંબરે થી જ જીવનનાં રણમેદાનમાં ઉતરવાનું હોય છે.

તો આજનાં દરેક યુવાને પોતાનાં દિલમાં એક આત્મખોજ કરવાની જરૂર છે. જીવનમાં કંઈક હાંસિલ કરવાની આજ ઉંમર છે. જો યુવાનીમાં બીડી, સિગારેટના ધૂમાડામા વહાવી નાંખશો કે મિત્રો સાથે ખોટી સંગતમાં ચડી જશો તો તમારૂ પુરું જીવન બરબાદ થઈ જશે. જેણે પોતાની યુવાની સાચાં રસ્તે વાળી છે. તે તેનાં પાછલાં સમયમાં આરામથી જીવે છે. કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોર કહ્યું છે કે...

"ઠંડા પહોરમાં ચાલવા માંડો, નહી તો તડકા વખતે હેરાન થશો."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational